Rashifal

શનિવારનું રાશિફળ:શનિવારે મકર રાશિના જાતકોના રોકાયેલા પૈસા મળી શકે છે, મનપસંદ ભેટ પણ મળી શકે છે

9 એપ્રિલ, શનિવારના રોજ પુનર્વસુ નક્ષત્રમાં ચંદ્ર હોવાને કારણે છત્ર નામનો શુભ યોગ બની રહ્યો છે. આ દિવસે ચૈત્રી આઠમ પણ છે. કર્ક તથા કન્યા રાશિના જાતકોને નસીબનો સાથ મળશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. તુલા રાશિને બિઝનેસમાં ચાલતી મુશ્કેલીઓનો અંત આવશે. કામની પ્રશંસા કરવામાં આવશે. મકર રાશિના નોકરિયાત વર્ગ ને બિઝનેસ માટે દિવસ સારો રહેશે. આવક પણ વધશે. ધન રાશિ માટે દિવસ સારો રહેશે, પરંતુ આ રાશિના જાતકોએ લેવડ-દેવડમાં સાવચેતી રાખવી. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

9 એપ્રિલ, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– ઘરમાં કોઈક ધાર્મિક આયોજન થશે. સમસ્યાઓમાંથી છૂટકારો મળશે. કામ વધારે રહેશે પરંતુ તમે તેને કુશળતાથી પૂરું કરશો.

નેગેટિવઃ– બાળકોના કરિયર માટે ચિંતા રહી શકે છે. સમય આવતા પરિસ્થિતિ અનુકૂળ રહેશે. પાડોશીઓ સાથે નાની વાતમાં વાદ વિવાદ થઈ શકે છે.

વ્યવસાયઃ– પ્રોપર્ટી સંબંધિત વ્યવસાયમાં ધ્યાન રાખો. ડીલ કરતાં પહેલાં તેના કાગળ તપાસો. ટીમ વર્કમાં સારું પરિમામ મળશે.

લવઃ– વધારે વ્યસ્તતા હોવાને કારણે પરિવાર માટે સમય નહિ રહે. જીવનસાથી અને પરિવારજનોનો સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ– વધારે પડતાં કામને લીધે શારીરિક અને માનસિક થાક લાગી શકે છે. તેથી કામ સાથે તમારાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

——————————–
વૃષભઃ

પોઝિટિવઃ– આ સમયે ભાવુક થવાને બદલે વ્યવહારિક બનો. તમારી મહેનતને લીધે તમે લક્ષ્ય પૂરું કરી શકશો. કોઈ સગા સંબંધીના ઘરે પ્રસંગમાં હાજરી આપી શકો છો.

નેગેટિવઃ– વાતચીત કરતાં સમયે શબ્દોનો યોગ્ય પ્રયોગ કરો. નહિ તો વિવાદ થઈ શકે છે. બાળકની મુશ્કેલીમાં તેનું મનોબળ વધારો.

વ્યવસાયઃ– માર્કેટિંગ અને મીડિયા ક્ષેત્ર સંબંધિત કામમાં પોતાનો સમય વધારે વ્યર્થ ન કરો. કારણ કે આ સમયે નવું કામ શરૂ કરવું અનુકૂળ નથી.

લવઃ– પારિવારિક વાતાવરણ સારું રહેશે. વિવાહ યોગ્ય લોકોને સારા માંગા મળી શકે છે.

સ્વાસ્થ્યઃ– કાર્ય ક્ષમતા અને મનોબળ પર તણાવનો પ્રભાવ જોવા મળશે. યોગા અને મેડિટેશન કરો.
——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– પારિવારિક અને સમાજીક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બનાવવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. સગા સંબંધીઓ સાથે સંબંધો મજબૂત બનશે.

નેગેટિવઃ– વ્યક્તિગત સમસ્યાઓને કારણે ભાઈ સાથે સંબંધ બગડી શકે છે. અન્ય લોકોના મામલામાં હસ્તક્ષેપ ન કરો.

વ્યવસાયઃ– તમારી કેટલીક ઓથોરિટી કર્મચારીઓને આપવી ઉચિત રહેશે. તેનાથી કાર્ય ભાર હળવો થશે. પાર્ટનરશિપના બિઝનેસમાં લાભ થશે.

લવઃ– પતિ પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. એકબીજાની ભાવનાઓનું સમ્માન કરવાથી સંબંધોમાં વધુ મીઠાશ જળવાશે.

સ્વાસ્થ્યઃ– ગેસ અને કબજિયાતની સમસ્યા થઈ શકે છે.
——————————–

કર્કઃ-

પોઝિટિવઃ– કેટલાક રાજકીય અને સામાજીક સંબંધોથી ફાયદો થશે. તેથી પોતાનો જનસંપર્ક સારો રાખો.

નેગેટિવઃ– જૂની વાતોનો પ્રભાવ વર્તમાન પર ન પડવા દો. તેને કારણે હાલ સમસ્યા સર્જાઈ શકે છે. વિદ્યાર્થીઓને ધાર્યું પરિણામ ન મળતા મન નાખુશ રહેશે.

વ્યવસાયઃ– ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. તમને કોઈ મહત્ત્વનું કામ મળશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. કાર્યપ્રણાલીમાં કેટલાક પરિવર્તન લાવવાની જરૂર છે.

લવઃ– જીવનસાથીનો સહયોગ તમારું મનોબળ અને આત્મવિશ્વાસ જાળવી રાખશે. પરિવારમાં સુખ શાંતિ રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે પડતાં કામને લીધે થાક લાગશે.
——————————–

સિંહઃ

પોઝિટિવઃ– તમે તમારા વ્યક્તિગત સંબંધોને મહત્ત્વ આપશો. ઘર પરિવારની જરૂરિયાત પ્રત્યે પણ જાગૃત રહેશો. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થશે.

નેગેટિવઃ– વર્તમાન સ્થિતિ વધારે અનુકૂળ નથી. તેથી ધીરજ જાળવી રાખો. સંતાન સાથે રાખેલી આશાઓ ફળશે નહિ.

વ્યવસાયઃ– પર્સનલ કામને લીધે ધંધાના કામમાં ઓછું ધ્યાન રહેશે. તેથી નવી યોજનાનું હાલ અમલીકરણ ન કરો. મશીનરી ક્ષેત્રના બિઝનેસમાં લાભ થશે.

લવઃ– પારિવારિક જીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.
——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. સમયનો સદુપયોગ કરવો. બાળકોના શિક્ષણ સંબંધિત કેટલીક યોજનાઓ લાભ કરશે.

નેગેટિવઃ– તમારા વ્યવહારને કારણે ઘરમાં ગેરસમજણ ઊભી થઈ શકે છે. વાહન સંબંધિત લોન લેતાં પહેલાં એક વાર વિચાર કરવો.

વ્યવસાયઃ– માર્કેટમાં તમારી છબી સારી રહેશે. નવાં કામની શરુઆત થશે પરંતુ લાભ તરત નહિ મળે.

લવઃ– ઘર અને બિઝનેસમાં સુમેળ રાખવાને લીધે બંને જગ્યાએ ખુશનુમા વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– માથાનો દુખાવો તથા માઈગ્રેનની સમસ્યા થઈ શકે છે. વાહન સાવચેતીપૂર્વક ચલાવવું.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– તમારા કામ પ્રત્યે તમે વધુ સજાગ રહેશો. સ્ત્રીઓ તેમના ઘરેલુ કામને સહજતા અને સરળતાથી પૂરું કરશે.

નેગેટિવઃ– તમારી વધારે પડતી ઈચ્છાઓને કારણે તમારે વધારે પ્રયત્નો કરવા પડી શકે છે. ઘરના વડીલો સાથે માન સમ્માનનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ– વ્યવસાયિક ક્ષેત્રે ચાલી રહેલી સમસ્યામાં થોડી રાહત મળશે. કાર્ય કરવાની નવી રીતથી સફળતા મળશે. ઓફિસમાં મહત્ત્વપૂર્ણ મીટિંગમાં તમારા સજેશનને પ્રાથમિકતા મળશે.

લવઃ– પતિ પત્ની વચ્ચેના સંબંધો મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– મોસમી બીમારીઓ થઈ શકે છે. શરદી ઉધરસ થઈ શકે છે.

——————————–

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ– ઘરમાં નવી વસ્તુ અથવા ઈલેક્ટ્રોનિક વસ્તુઓની ખરીદી થઈ શકે છે. રોકાણ સંબંધિત કાર્યો પૂરા થશે. હિંમત અને સાહસથી તમે મુશ્કેલ કામ પણ પૂરું કરી શકશો.

નેગેટિવઃ– નજીકના વ્યક્તિ સંબંધિત અપ્રિય સમાચાર દુખી કરી શકે છે. તેની અસર તમારી કાર્યક્ષમતા પર પડી શકે છે.

વ્યવસાયઃ– કરિયર સંબંધિત કોઈ સપનું સાકાર થવા જઈ રહ્યું છે. સરકારી કાર્યોમાં સફળતા મળશે.

લવઃ– ઘરનું વાતાવરણ સુખદ રહેશે. જીવનસાથીનો સાથ મનોબળ વધારશે.

સ્વાસ્થ્યઃ– અસંતુલિત ડાયટને કારણે પેટની સિસ્ટમ બગડી શકે છે. થોડો સમય હળવો આહાર લો.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– આજે કોઈ મોટી સમસ્યા દૂર થઈ શકે છે. તેનાથી તમને માનસિક શાંતિ રહેશે. કોઈ ધાર્મિક સ્થળના પ્રવાસે જવાનું થઈ શકે છે.

નેગેટિવઃ– અન્ય લોકોના મામલે વણમાગી સલાહ ન આપો. આમ કરવાથી તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો. વધારે પડતો ઈગો રાખવાથી કામ બગડી શકે છે.

વ્યવસાયઃ– ફોન પર કોઈ મહત્ત્વપૂર્ણ વાતચીતથી લાભ થશે. વ્યવસાયિક દૃષ્ટિએ સમય અનુકૂળ છે. આર્થિક મામલામાં લેણદેણથી બચવું.

લવઃ– જીવનસાથીના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. તેને લીધે ઘરનું વાતાવરણ ડિસ્ટર્બ થશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેતી રાખો.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– દિવસના પ્રથમ પક્ષમાં જ મોટા ભાગના કામ પૂરા થઈ જશે. રોકાયેલા પૈસા મળી શકે છે. કોઈ મનપસંદ ભેટ મળી શકે છે.

નેગેટિવઃ– બપોર પછી પરિસ્થિતિ પ્રતિકૂળ રહેશે. અપ્રિય સમાચાર મળી શકે છે. ઘરના લોકોને વારંવાર રોક ટોક કરવાથી વાતાવરણ બગડી શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારું વર્ચસ્વ રહેશે. ઈન્કમના સ્ત્રોત વધશે. સ્ત્રી વર્ગને વ્યવસાયમાં સફળતા મળશે.

લવઃ– પતિ પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સંબંધિત સમસ્યા વધી શકે છે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– આધ્યાત્મિક તથા ધાર્મિક ગતિવિધિઓ વધશે. તમે શાંતિ મહેસૂસ કરશો.

નેગેટિવઃ– બેંક અથવા રોકાણ સંબંધિત કોઈ કામ બગડી શકે છે. ધીરજ અને સંયમથી કામ લેવું. યુવાવર્ગની મોજ મસ્તીને કારણે નુક્સાન થઈ શકે છે.

વ્યવસાયઃ– મહેનત અને કામથી જે ટાર્ગેટ પાછળ લાગેલા રહેશો તો જરૂર મળશે. પાર્ટનરશિપ બિઝનેસમાં સંબંધો જળવાઈ રહેશે.

લવઃ– પારિવારિક સંબંધો મધુર રહેશે. પ્રેમ સંબંધોમાં કોઈ પ્રકારની ગેરસમજણ ઊભી ન કરો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે. મહિલાઓને કોઈ પ્રકારનું ઈન્ફેક્શન થઈ શકે છે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– તમે જે ખુશીને ઝંખી રહ્યા હતા તે આજે મળશે. આત્મમંથન કરી તમારું વ્યક્તિત્વ સુધારો.

નેગેટિવઃ– આર્થિક મામલા માટે સમય સારો નહિ રહે. અનાવશ્યક ખર્ચાઓથી બચવું. વધારે મહેનત કરવી પડશે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારી યોગ્યતા અને ક્ષમતાનુસાર કામ કરો. જલ્દી તમારા સપના પૂરા થશે. નોકરિયાત વર્ગોને કામનું ભારણ રહેશે.

લવઃ– પતિ પત્નીના સંબંધો વચ્ચે ઈગો આવી શકે છે. તેની અસર ઘરની વ્યવસ્થા પર પડશે.

સ્વાસ્થ્યઃ– શરદી, ઉધરસ અને વાઈરલ ફીવર થવાની આશંકા છે.

Leave a Reply

Your email address will not be published.