- કુંભ રાશિના જાતકોને નસીબનો સાથ મળશે
- મકર રાશિને પ્રગતિની તક મળવાની શક્યતા
31 માર્ચ, ગુરુવારના રોજ શુક્લ તથા બ્રહ્મ એમ બે શુભ યોગ બની રહ્યા છે. કન્યા રાશિના કામો પૂરા થશે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. મકર રાશિ માટે દિવસ શુભ રહેશે. પ્રગતિની તકો મળશે. કુંભ રાશિને નસીબનો સાથ મળશે. આ ઉપરાંત વૃષભ રાશિના જાતકો સાથે છેતરપિંડી થઈ શકે છે. કર્ક રાશિએ સમજી વિચારીને રોકાણ કરવું. સિંહ, ધન તથા અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.
31 માર્ચ, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.
મેષઃ–
પોઝિટિવઃ– આજે કોઇ ફોનકોલને ઇગ્નોર ન કરો, કોઇ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે. તમારી કોઈ પારિવારિક યોજના શરૂ થઈ શકે છે. તમે તમારી કુશળતા અને સમજદારી દ્વારા સુખદ પરિણામ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો.
નેગેટિવઃ– કોઈપણ મહત્ત્વપૂર્ણ કાર્યમાં પારિવારિક સભ્યોની મંજૂરી જરૂરી છે. ઘરના સભ્યોનું પણ સન્માન કરવું જરૂરી છે. કોઈ નજીકના સંબંધી સાથે વિવાદ શક્ય છે. જોકે તમે પરિસ્થિતિઓને સંભાળી લેશો.
વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ અંગે વધારે ગંભીરતાથી વિચાર અને મૂલ્યાંકન કરવાની જરૂરિયાત છે.
લવઃ– તમારી વ્યક્તિગત સમસ્યાઓને પારિવારિક જીવન ઉપર હાવી થવા દેશો નહીં.
સ્વાસ્થ્યઃ– શદરી, તાવ જેવી પરેશાનીથી રાહત મેળવવ માટે આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો.
——————————–
વૃષભઃ–
પોઝિટિવઃ– તમને તમારા કોઈ લક્ષ્યમાં સફળતા પ્રાપ્ત કરવામાં સફળતા મળી શકે છે. એટલે સમયની કિંમત અને મહત્ત્વનું સન્માન કરો. પ્રોપર્ટીને લગતુ કોઈ મુખ્ય કામ આજે પૂર્ણ થઈ શકે છે.
નેગેટિવઃ– બહારની ગતિવિધિઓમાં વધારે અવરજવર કરવાનું ટાળો. કોઇપણની વ્યક્તિગત લાઇફમાં દખલ કરવાથી તમારું જ અપમાન થઈ શકે છે, આ વાતનું ધ્યાન રાખો. આ સમયે વધારે ધૈર્ય અને શાંતિપૂર્ણ રીતે પસાર કરવાનો છે.
વ્યવસાયઃ– વેપારમા નવી પાર્ટીઓ તથા નવા લોકો સાથે વ્યવહાર કરતી સમયે સાવધાન રહો.
લવઃ– પતિ-પત્ની એકબીજા સાથે તાલમેલ જાળવી રાખશે.
સ્વાસ્થ્યઃ– શારીરિક નબળાઇ અને થાકથી બચવા માટે તમારે આરામ કરવો જરૂરી છે.
——————————–
મિથુનઃ–
પોઝિટિવઃ– સમય ખૂબ જ મહેનત કરવાનો છે અને સફળતા પણ ચોક્કસ મળશે. થોડા જૂના મતભેદ દૂર થશે તથા એકબીજા સાથે સંબંધ મધુર રહેશે. બાળકોની સમસ્યાઓને સાંભળવી અને તેનું સમાધાન કરવું તમારા મનોબળને વધારશે.
નેગેટિવઃ– દિવસની શરૂઆતમા થોડા વિઘ્નો આવી શકે છે. ધીમે-ધીમે બધું જ સામાન્ય થઈ જશે. એટલે પોઝિટિવ રહો. થોડો સમય અધ્યાત્મિક ગતિવિધિઓમાં પસાર કરવાથી સુકૂન મળી શકે છે.
વ્યવસાયઃ– કર્મચારીઓને લગતી કોઇ સમસ્યાનો ઉકેલ મળી શકે છે.
લવઃ– પતિ-પત્નીના સંબંધોમા મધુરતા રહેશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
——————————–
કર્કઃ–
પોઝિટિવઃ– પારિવારિક વિવાદ દૂર કરવાની કોશિશ કરો. તેનાથી વાતાવરણ સુખમય રહેશે. કોઇ નજીકના વ્યક્તિની સમસ્યાનો ઉકેલ કરવામાં પણ તમારું સારું યોગદાન રહેશે.
નેગેટિવઃ– કોઇ શોખ પૂર્ણ સમાચાર મળવાથી મન નિરાશ રહેશે. થોડો સમય આધ્યાત્મિક ગતિવિધિઓમાં પસાર કરવાથી તમને સુકૂન મળશે. યુવાઓને પોતાના કરિયરને લગતા કોઇ પ્રોજેક્ટમા અસફળતા મળવાથી ફરી કોશિશ કરવી પડી શકે છે.
વ્યવસાયઃ– વ્યવસાયિક દૃષ્ટિએ ગ્રહ સ્થિતિ વધારે અનુકૂળ નથી.
લવઃ– પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે
સ્વાસ્થ્યઃ– વ્યવસ્થિત દિનચર્યા અને ખાનપાન તમને સ્વસ્થ રાખશે.
——————————–
સિંહઃ–
પોઝિટિવઃ- સમય સામાન્ય ફળદાયક છે. તમારા રાજનૈતિક કે સામાજિક સંપર્કોને વધારે મજૂબત કરો. કોશિશ કરવાથી કોઈ મનગમતુ કામ પૂર્ણ થઈ શકે છે. વધારે લાભની આશા ન રાખશો.
નેગેટિવઃ– સમસ્યાઓને તમારી ઉપર હાવી થવા દેશો નહીં. ધ્યાન રાખો કે તમારી જ કોઈ ભૂલ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. આ સમયે આર્થિક સ્થિતિ સામાન્ય જાળવી રાખવા માટે ખર્ચ ઉપર પણ કંટ્રોલ કરવો જરૂરી છે.
વ્યવસાયઃ– વ્યવસાયમા થોડી સમસ્યાઓ આવી શકે છે.
લવઃ– તમારી સમસ્યાઓને પરિવારના લોકો સામે રાખો. યોગ્ય સમાધાન મળી શકશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
——————————–
કન્યાઃ–
પોઝિટિવઃ– કોઈ કામ સિદ્ધ થવું શક્ય છે. એટલે તમારી મહેનત અને યોગ્યતા ઉપર વિશ્વાસ રાખો. ઘરની દેખરેખ અને સુધારને લગતા કાર્યોની પણ રૂપરેખા બનશે. ઘરના વડીલોનું માન-સન્માન તથા સેવામાં કોઇ પ્રકારનો ઘટાડો આવવા દેશો નહીં.
નેગેટિવઃ– બાળકોના અભ્યાસ કે કરિયરને લઈને થોડી ચિંતા રહેશે. આ સમય ધૈર્યનો છે. ક્યારેક વધારે મેળવવાની ઇચ્છા અને ઉતાવળ નુકસાનદાયી સાબિત થઈ શકે છે. સંતોષ રાખવો તમને તણાવ મુક્ત કરશે.
વ્યવસાયઃ– વધારે મહેનત અને ઓછા પરિણામ જેવી સ્થિતિ રહેશે.
લવઃ– પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
——————————–
તુલાઃ–
પોઝિટિવઃ– ખાસ કરીને યુવાઓ ધ્યાન રાખે કે આજે કોઈ સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. જો કોઈ સ્થાન પરિવર્તનને લગતી યોજના બની રહી છે, તો આજે તેના ઉપર વધારે ધ્યાન આપવા માટે સમય અનુકૂળ છે.
નેગેટિવઃ– ખોટા વાદ-વિવાદમાં પડવાથી કોઇ અપમાનજનક સ્થિતિ ઊભી થઈ શકે છે. તમે તમારા કામ સાથે જ કામ રાખો તો સારું રહેશે. વડીલ સભ્યોના અનુભવ અને સહયોગને ઇગ્નોર ન કરો.
વ્યવસાયઃ– વ્યાપારિક ગતિવિધિઓમાં વધારે ગંભીરતાથી ચર્ચા-વિચારણ કરવાની જરૂરિયાત છે.
લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.
——————————–
વૃશ્ચિકઃ–
પોઝિટિવઃ– પરિસ્થિતિઓ અનુકૂળ છે. તમે તમારા આસપાસના વાતાવરણમાં થોડો ફેરફાર અનુભવ કરશો અને આ ફેરફારનો તમારા વ્યક્તિત્વ ઉપર પોઝિટિવ પ્રભાવ પડી શકે છે. વિદ્યાર્થીઓને તેમના કાર્યોમાં આવી રહેલા વિઘ્નો દૂર થવાથી રાહત મળી શકે છે.
નેગેટિવઃ– વડીલ તથા સન્માનિત વ્યક્તિઓના માન-સન્માનને યોગ્ય જાળવી રાખો. ખોટા વિવાદમાં તમારી ઊર્જા નષ્ટ ન કરો. ગુસ્સો અને ઉતાવળ તમારા માટે નુકસાનદાયી સાબિત થઈ શકે છે.
વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ તમારા દ્વારા નિયંત્રિત રહેશે.
લવઃ– પતિ-પત્ની એકબીજાના સહયોગ દ્વારા ઘરના વાતાવરણને યોગ્ય અને મધુર જાળવી રાખશે.
સ્વાસ્થ્યઃ– માથાનો દુખાવો અને થાક જેવી પરેશાનીથી રાહત મેળવવા માટે તણાવ જેવી સ્થિતિ દૂર કરો.
——————————–
ધનઃ-
પોઝિટિવઃ– અન્ય લોકોના પ્રભાવમાં આવશો નહીં. તમારા સિદ્ધાંતો પ્રમાણે કામ કરો, તમને ચોક્કસ જ સફળતા મળશે. પરિવાર સાથે કોઇ ધાર્મિક ગતિવિધિમા પણ સુકૂનભર્યો સમય પસાર થશે.
નેગેટિવઃ– તમારી કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુ ખોવાઇ જશે કે ચોરી થવાની શક્યતા છે. તમારી વસ્તુઓને સાચવીને રાખો. નકારાત્મક પરિસ્થિતિઓથી ગભરાવાની જગ્યાએ તેનું સમાધાન શોધવાની કોશિશ કરો.
વ્યવસાયઃ– આ સમયે વ્યવસાયને લગતી બહારની ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન આપો.
લવઃ– લગ્નજીવન તથા પ્રેમ સંબંધ બંને અનુકૂળ રહેશે.
સ્વાસ્થ્યઃ– ગુસ્સો અને તણાવ જેવી નકારાત્મક સ્થિતિથી બચવું.
——————————–
મકરઃ–
પોઝિટિવઃ– આ સમયે થોડી વિપરીત પરિસ્થિતિઓ સામે આવશે, પરંતુ તમારો આત્મવિશ્વાસ તમને તેની સામે લડવાની ક્ષમતા આપશે. તમારા દ્વારા કરવામાં આવેલી કોશિશનું યોગ્ય પરિણામ મળી શકે છે.
નેગેટિવઃ– ભાવુકતામા આવીને કોઇની જવાબદારી પોતાના ઉપર લેશો નહીં. સમયના અભાવના કારણે તમે તેને નિભાવી શકશો નહીં. તેની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પણ પડી શકે છે.
વ્યવસાયઃ– વ્યવસાયમાં તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળી શકશે નહીં.
લવઃ– પ્રેમ પ્રસંગો વધારે ગાઢ બની શકે છે.
સ્વાસ્થ્યઃ– પાચનને લગતી સમસ્યાથી બચવાા માટે અસંતુલિત ભોજન ટાળવું.
——————————–
કુંભઃ–
પોઝિટિવઃ– ઘણાં લાંબા સમય પછી કોઇ પ્રિય વ્યક્તિને મળવાની તક મળશે. એકબીજા સાથે મુલાકાત સુખ આપી શકે છે. સાંસારિક કાર્યોને પણ તમે શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરી શકશો.
નેગેટિવઃ– અકારણ જ કોઇ નાની વાત ઉપર ઘરમાં વાદ-વિવાદ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. શાંતિપૂર્ણ રીતે સમસ્યાનો ઉકેલ કરવાની કોશિશ કરો.
વ્યવસાયઃ– કોઈપણ મહત્ત્વપૂર્ણ કામ આજે નિર્વિઘ્ન પૂર્ણ થઈ શકે છે.
લવઃ– લગ્નજીવન મધુર રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– વર્તમાન વાતાવરણના કારણે સ્વાસ્થ્યને લગતી સમસ્યા રહેશે.
——————————–
મીનઃ–
પોઝિટિવઃ– વ્યવસ્થિત દિનચર્યાથી રાહત મેળવવા માટે થોડો સમય શાંતિપૂર્ણ વાતાવરણમાં પસાર કરવો. શાંતિપૂર્ણ વાતાવરણમાં રહેવાથી તમને નવી ઊર્જા અને સ્ફૂર્તિ મળી શકે છે.
નેગેટિવઃ– બાળકોની ગતિવિધિઓ અને સંગત ઉપર નજર રાખવી જરૂરી છે. કોઈપણ પરેશાનીમાં વિશ્વાસનીય મિત્ર સાથે ચર્ચા-વિચારણા કરવાથી તમને યોગ્ય ઉકેલ મળી શકે છે.
વ્યવસાયઃ– વ્યવસાય પ્રત્યે વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.
લવઃ– ઘરમા યોગ્ય વ્યવસ્થા તથા તાલમેલ જળવાયેલો રહેશે.
સ્વાસ્થ્યઃ– ગળામાં ઇન્ફેક્શન અને તાવ આવી શકે છે.