news

છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલીઓએ કર્યો IED બ્લાસ્ટ, એક જવાન શહીદ, એક ઘાયલ

ITBP 53 બટાલિયનની ટીમ રસ્તાના નિર્માણની સુરક્ષા માટે નીકળી હતી. આ અકસ્માત સવારે લગભગ 8.30 વાગે થયો હતો.

નારાયણપુરઃ છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલવાદીઓ દ્વારા મુકવામાં આવેલા IED બોમ્બનો ભોગ બનતા એક જવાન શહીદ થયો છે. સાથે જ એક યુવક ઘાયલ થયો હોવાનું કહેવાય છે. ITBP 53 બટાલિયનની ટીમ રસ્તાના નિર્માણની સુરક્ષા માટે નીકળી હતી. આ અકસ્માત સવારે લગભગ 8.30 વાગે થયો હતો. શહીદ જવાનનું નામ રાજેન્દ્ર સિંહ અને ઘાયલ જવાનનું નામ મહેશ લક્ષ્મણ જણાવવામાં આવી રહ્યું છે. આ ઘટના સોનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ધોંડરીબેડા પાસે બની હતી.

નારાયણપુરના એસપી સદાનંદ કુમારે આ સમાચારની પુષ્ટિ કરી છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે ITBP 53 બટાલિયનના જવાનો રોડ નિર્માણની સુરક્ષા માટે નીકળી પડ્યા હતા. સોનપુર પોલીસ સ્ટેશનના ધોંડરીબેડા પાસે પહોંચતા જ IED બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં એક જવાન શહીદ થયો હતો અને અન્ય ઘાયલ જવાનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જે બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ વધારી દેવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.