news

ભાવનગર કોરોના LIVE:જિલ્લામાં કોરોનાના નવા 322 કેસ નોંધાયા, 236 દર્દીઓએ કોરોનાને માત આપી

  • શહેરમાં 2903 અને ગ્રામ્યમાં 326 દર્દીઓ મળી કુલ 3229 એક્ટિવ કેસ

ભાવનગરમાં કોરોનાના કેસની સાથે સાથે કોરોનાથી મોતની સખ્યા પણ વધી રહી છે. જિલ્લામાં સોમવારે કોરોનાના નવા 322 કેસ નોંધાયા છે. તેમજ 2 દર્દીના મોત થયા છે. ભાવનગરમાં કોરોનામાં ત્રણ દિવસમાં 6 દર્દીના મોત થતા ફફડાટ ફેલાયો છે. સોમવારે શહેરમાં કળિયાબીડ વિસ્તારમાં રહેતા 61 વર્ષીય વૃદ્ધ પુરુષનું મોત થયું હતું, જયારે બીજું ગ્રામ્યમાં તળાજાના ભંડારીયા ગામે 58 વર્ષીય પુરુષનું મોત નીપજ્યું હતું.

ભાવનગર જિલ્લામાં સોમવારે 322 કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે. ભાવનગર શહેરમાં સોમવારે 295 નવા કેસ નોંધાયા હતા જેમાં 196 પુરુષનો અને 99 સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે 202 દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં પણ 27 કેસ નોંધાયા હતા, જેમાં 19 પુરુષનો અને 8 સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 34 દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે શહેર અને ગ્રામ્યમાં એક-એક નું મોત થયું હતું.

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 202 અને તાલુકાઓમાં 34 કેસ મળી કુલ 236 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી.

શહેરમાં દર્દીની સંખ્યા વધીને 2903 પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં 326 દર્દી મળી કુલ 3229 એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા 27 હજાર 016 કેસ પૈકી હાલ 3229 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 311 દર્દીઓનું અવસાન થયું છે.

Leave a Reply

Your email address will not be published.