news

ભાવનગર કોરોના LIVE:જિલ્લામાં મંગળવારે 499 કેસ નોંધાતા હાહાકાર, એક્ટિવ કેસ વધીને 2039 થયા

  • 153 દર્દીઓ સ્વસ્થ થતા તેઓને રજા આપવામાં આવી

ભાવનગરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ભાવનગરમાં દરરોજ વધતાં જતાં સંક્રમણ-કેસને પગલે તંત્રમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ભાવનગર જિલ્લામાં મંગળવારે 499 કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે. શહેરમાં 399 કેસ સામે આવ્યા હતા જ્યારે ગ્રામ્યમાં 100 કેસ નોંધાતા જિલ્લામાં કુલ એક્ટિવ કેસ 2039 થયા છે.

ભાવનગર શહેરમાં મંગળવારે 399 નવા કેસ નોંધાયા હતા જેમાં 237 પુરુષનો અને 162 સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે 137 દર્દીઓ કોરોનાને માત આપી હતી, જ્યારે શહેરમાં 1 ના મોત નિપજ્યા હતા, જેમાં શાસ્ત્રીનગર માં રેહતા 62 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું હતું. જયારે ગ્રામ્યમાં પણ 100 કેસ નોંધાયા હતા, જેમાં 62 પુરુષનો અને 38 સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 16 દર્દીઓ કોરોનાને માત આપી હતી.

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 137 અને તાલુકાઓમાં 16 કેસ મળી કુલ 153 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી.

શહેરમાં દર્દીની સંખ્યા વધીને 1716 પર પહોચી છે. જ્યારે ગ્રામ્યમાં 323 દર્દી મળી કુલ 2039 એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા 23 હજાર 500 કેસ પૈકી હાલ 2039 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 304 દર્દીઓનું અવસાન થયું છે.

Leave a Reply

Your email address will not be published.