news

ભાસ્કર LIVE અપડેટ્સ:અમિત પાલેકર ગોવામાં AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર, અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત

અમિત પાલેકરને ગોવામાં AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરાયા છે. અરવિંદ કેજરીવાલે બુધવારે પણજીમાં આ જાહેરાત કરી હતી. પાલેકર ભંડારી સમાજના છે. કેજરીવાલે ગઈકાલે પંજાબના સીએમ પદ માટે ભગવંત માનના નામની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે ગોવામાં 14 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણીનું મતદાન થશે, જેનું પરિણામ 10 માર્ચે આવશે.

રેલીઓ પર પ્રતિબંધ વચ્ચે ભાજપે ઉત્તરપ્રદેશમાં સ્ટાર પ્રચારકનું લિસ્ટ જાહેર કર્યું, અજય મિશ્રા ટેનીનું નામ ગાયબ
ભાજપે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પોતાના 30 સ્ટાર પ્રચારકોનું લિસ્ટ બુધવારે જાહેર કર્યું છે. જેમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથ સિંહ, યોગી આદિત્યનાથ અને હેમા માલિની સામેલ છે. ચૂંટણી પંચે 22 જાન્યુઆરી સુધી રેલીઓ પર પ્રતિબંધ મૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published.