- વૃષભ રાશિની આવકમાં વધારો થશે
- સિંહ-તુલાને સારા સમાચાર મળી શકે છે
13 જાન્યુઆરી, ગુરુવારના રોજ શુભ નામનો યોગ બની રહ્યો છે. વૃષભ રાશિના જાતકોની આવકમાં વધારો થઈ શકે છે અને આર્થિક ફાયદો થશે. સિંહ તથા તુલા રાશિને સારા સમાચાર મળી શકશે. તુલા તથા મકર રાશિના અટકેલા કામો પૂરા થઈ શકે છે. મકર રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સારો રહેશે. કૃત્તિકા નક્ષત્રમાં ચંદ્ર હોવાથી લુંબક યોગ બની રહ્યો છે. આથી મેષ, મિથુન, કર્ક, કન્યા, વૃશ્ચિક, ધન, કુંભ તથા મીન રાશિના જાતકોએ સાવેચત રહેવું.
13 જાન્યુઆરી, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.
મેષઃ–
પોઝિટિવઃ– આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે.
નેગેટિવઃ– આ વાતનું પણ ધ્યાન રાખો કે અનુભવની ખામી દ્વારા કોઇ કામ ખરાબ થઇ શકે છે. મુશ્કેલ સમયમાં કોઇ અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે ઉપયોગી સાબિત થશે. કોઇ ગાઢ વ્યક્તિને લગતા અપ્રિય સમાચાર મળવાથી મન નિરાશ રહેશે.
વ્યવસાયઃ– આજે વ્યવસાયમાં મહેનત પ્રમાણે લાભ મળી શકશે નહીં.
લવઃ– પતિ-પત્નીમાં યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ– વાહન ચલાવતી સમયે સાવધાની રાખો.
——————————–
વૃષભઃ–
પોઝિટિવઃ– બાળકના કરિયરને લગતી કોઇ સમસ્યાનો ઉકેલ મળવાથી વધારે સુકૂન અને રાહત અનુભવ થઇ શકે છે. આ સમયે આર્થિક ગતિવિધિઓને પણ વધારે સારી જાળવી રાખવા માટેની કોશિશ સફળ રહેશે. આવકના સ્ત્રોત વધી શકે છે.
નેગેટિવઃ– કોઇની ચાલાકી કે સારી વાતોમાં ફસાઇ જશો નહીં. કોઇ તમારી ભાવનાઓનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. આ સમયે કોઇપણ યાત્રાને ટાળો, કેમ કે તેના કારણે તમારા અનેક મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે.
વ્યવસાયઃ– તમારા પબ્લિક રિલેશન્સને વધારે મજબૂત રાખો.
લવઃ– ઘરનું વાતાવરણ સુખદ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– ક્યારેય તમારી શારીરિક અને માનસિક ઊર્જામાં ઘટાડો આવી શકે છે.
——————————–
મિથુનઃ–
પોઝિટિવઃ– ધાર્મિક તથા અધ્યાત્મિક ક્ષેત્ર પ્રત્યે તમારો રસ વધશે. છેલ્લાં થોડા સમયથી ભાઇઓ સાથે ચાલી રહેલા કોઇ વિવાદનો અંત કોઇની દખલ દ્વારા મળી શકે છે. તમારા માન-સન્માન તથા યશ-કીર્તિનો ગ્રાફ ઉપર તરફ વધશે.
નેગેટિવઃ– તમારા ગુસ્સા અને ઉતાવળ જેવા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો. અર્થ વિના કોઇ સાથે પણ ગુંચવાશો નહીં. તમારા નજીકના લોકો જ તમારા કાર્યોમાં વિધ્ન ઊભા કરી શકે છે. વિદ્યાર્થીઓને તેમના એડમિશનને લગતી ચિંતા રહી શકે છે.
વ્યવસાયઃ– વ્યવસાયમાં જો કોઇ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો સમય અનુકૂળ છે.
લવઃ– પરિવારમાં સુખ-શાંતિ તથા સુખમય વાતાવરણ જળવાયેલું રહેશે
સ્વાસ્થ્યઃ– વાયુ વિકાર અને સાંધામાં દુખાવાની સમસ્યા વધી શકે છે.
——————————–
કર્કઃ–
પોઝિટિવઃ– આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. સફળતા જ તમને મળી શકે છે. તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં પણ સફળ રહેશો. અન્યની સલાહની જગ્યાએ પોતાના નિર્ણયોને સર્વોપરિ રાખો.
નેગેટિવઃ– નજીકના મિત્રો અને સંબંધીઓ સાથે સંબંધોમાં કડવાસ આવે નહીં તેનું ધ્યાન રાખો. તમારી બેદરકારી તથા ગુસ્સાવાળો સ્વભાવ તમારા કાર્યોમાં વિઘ્ન ઊભા કરી શકે છે. તમારી આ ખામીમાં સુધાર લાવવો.
વ્યવસાયઃ– આજે માર્કેટિંગને લગતા કાર્યો તથા પેમેન્ટ કલેક્ટ કરવા માટે સમય અનુકૂળ છે.
લવઃ– પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય નબળું રહી શકે છે.
——————————–
સિંહઃ–
પોઝિટિવઃ– આજે અચાનક જ કોઇ મહત્ત્વપૂર્ણ સમાચારની પ્રાપ્તિ થઇ શકે છે. કોઇ રાજનૈતિક કે પ્રભાવશાળી વ્યક્તિ દ્વારા તમને કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઇ શકે છે. તમારી સંપૂર્ણ યોગ્યતા અને મહેનત તમારા કાર્યોમાં જોવા મળી શકે છે.
નેગેટિવઃ– કોઇ સંબંધી કે પાડોસી સાથે વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે. તમે તમારા કામથી કામ રાખો તો સારું રહેશે. ધ્યાન રાખો કે તમારી કોઇ યોજના સાર્વજનિક થાય નહીં, નહીંતર અન્ય વ્યક્તિ તેનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે.
વ્યવસાયઃ– સમય પ્રમાણે તમારી કાર્યપ્રણાલીમાં સુધાર લાવવાની જરૂરિયાત છે.
લવઃ– પારિવારિક તથા વ્યવસાયિક જીવનમાં યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ– તમે પોતાને સ્વસ્થ અને ઊર્જાવાન અનુભવ કરશો.
——————————–
કન્યાઃ-
પોઝિટિવઃ– ગ્રહ ગોચર પોઝિટિવ રહેશે. પ્રતિષ્ઠિત લોકો સાથે સમય પસાર કરવો અને સામાજિક ગતિવિધિઓમાં પણ ભાગ લેવો તમારા વ્યક્તિત્વને વધારે નિખારશે. વિદ્યાર્થીઓને પણ એડમિશનને લગતી ચિંતા દૂર થશે.
નેગેટિવઃ– આ સમયે કોઇ પ્રકારનું આર્થિક નુકસાન થવાની શક્યતા છે. એટલે રૂપિયા-પૈસાની લેવડ-દેવડ કરતી સમયે વધારે સાવધાની જાળવો. કોઇપણ જગ્યાએ રૂપિયાનું રોકાણ કરશો નહીં. તમારા મિત્ર જ તમારી પરેશાનીનું કારણ બની શકે છે.
વ્યવસાયઃ– વ્યવસાયને લગતા કોઇપણ નિર્ણય લેતા પહેલાં કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લો.
લવઃ– તમે તમારી વ્યસ્તતાના કારણે ઘર-પરિવાર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.
સ્વાસ્થ્યઃ– કોઇ જૂનો રોગ ફરી થઇ શકે છે.
——————————–
તુલાઃ–
પોઝિટિવઃ– આજે અચાનક કોઇ શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. તમારા જીવનમાં પોઝિટિવ ફેરફાર આવશે. પ્રોપર્ટીને લગતું કોઇ અટવાયેલું સરકારી કામ પણ આજે પૂર્ણ થઇ શકે છે. બાળકો તરફથી પણ ચાલી રહેલી કોઇ ચિંતા દૂર થઇ શકે છે.
નેગેટિવઃ– ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર અમલ કરો. તેમને ઇગ્નોર કરવું તમારા માટે નુકસાનાદાયી સાબિત થઇ શકે છે. અજાણ્યા લોકો સાથે સંબંધ રાખશો નહીં.
વ્યવસાયઃ– આ સમયે તમારા વ્યવસાય પ્રત્યે વધારે ચિંતન કરવાની જરૂરિયાત છે.
લવઃ– પતિ-પત્નીમાં સહયોગાત્મક વ્યવહાર રહેશે.
સ્વાસ્થ્યઃ– વ્યવસાયિક તણાવના કારણે શારીરિક અને માનસિક થાક રહી શકે છે.
——————————–
વૃશ્ચિકઃ–
પોઝિટિવઃ– ઘરમાં નજીકના સંબંધીઓ આવી શકે છે. ઘણાં સમય પછી મેલ-મિલાપ થવાથી સુખમય વાતાવરણ જળવાયેલું રહેશે. જો ઘરમાં ફેરફારને લગતી કોઇ યોજના બની રહી છે તો તેને ફળીભૂત થવાનો સમય આવી ગયો છે.
નેગેટિવઃ– ભાવનાઓમાં વહીને તમે કોઇ ખોટું પગલું ભરશો નહીં. કોઇપણ નિર્ણય હ્રદયની જગ્યાએ દિમાગથી લેવા. ભવિષ્યની ચિંતા છોડીને વર્તમાન ગતિવિધિઓ ઉપર પહેલાં ધ્યાન રાખો. વધારે જવાબદારી તમારી ઉપર લેશો નહીં.
વ્યવસાયઃ– આ સમયે વ્યવસાયિક ગતિવિધિઓ ઉપર તમારી હાજરી હોવી જરૂરી છે.
લવઃ– પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને થોડો વિવાદ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.
——————————–
ધનઃ–
પોઝિટિવઃ– આજે કામ વધારે રહેશે. પરંતુ તમે સંપૂર્ણ મનોયોગ અને ઊર્જાથી તેને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. આ સમય તમારી પ્રતિભા અને ક્ષમતાઓને જાગૃત કરવાનો છે. ચોક્કસ તમને સફળતા મળી શકે છે.
નેગેટિવઃ– થોડા લોકો તમારી સફળતાના કારણે ઈર્ષ્યાની ભાવના પણ રાખી શકે છે. બધાને ઇગ્નોર કરીને તમે તમારા કાર્યો પ્રત્યે કોશિશ કરતા રહેશો. તમારા સ્વભાવમાં સહજતા જાળવી રાખો.
વ્યવસાયઃ– મીડિયા અને ઓનલાઇન કાર્યો સાથે જોડાયેલાં વ્યવસાય વધારે સફળ રહેશે.
લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– વર્તમાન વાતાવરણના કારણે ઉધરસ, તાવની સમસ્યા રહેશે.
——————————–
મકરઃ–
પોઝિટિવઃ– આજે તમને કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઇ શકે છે. તમારો ઉદાર અને સહજ સ્વભાવ જ તમારી સફળતાનું કારણ બની શકે છે. કોઇ પારિવારિક મામલો પણ ઉકેલાઇ જવાથી ઘરનું વાતાવરણ સુકૂન અને શાંતિપૂર્ણ રહી શકે છે.
નેગેટિવઃ– જો કોઇ કોર્ટ કેસ ચાલી રહ્યો છે, તો મામલો વધારે ગુંચવાઇ શકે છે. એટલે સાવધાન રહેવું જરૂરી છે. કોઇ બહારના વ્યક્તિ સાથે મુલાકાત કરતી સમયે તમારી કોઇપણ ગુપ્ત વાત ઉજાગર ન કરો.
વ્યવસાયઃ– કોઇ અટવાયેલું પેમેન્ટ કે ઉધાર આપેલાં રૂપિયા સમયે પાછા મળી શકે છે.
લવઃ– લગ્નજીવનમાં મધુરતા રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– બેદરકારીના કારણે કોઇ જૂની સ્વાસ્થ્યને લગતી પરેશાની થઇ શકે છે.
——————————–
કુંભઃ–
પોઝિટિવઃ– કોઇપણ વિપરીત પરિસ્થિતિમાં અચાનક જ તમને કોઇ અનુભવી વ્યક્તિની મદદ મળી શકે છે. તમે વધારે રાહત અનુભવ કરશો. બાળકોના પક્ષ તરફથી કોઇ સંતોષજનક પરિણામ મળવાથી મન સુખ રહેશે.
નેગેટિવઃ– આ સમયે મહેનત વધારે અને લાભ ઓછો થઇ શકે છે. તણાવ લેવાનો સમય નથી. ઇનકમ ટેક્સ, લોન વગેરેને લગતી ફાયદો પૂર્ણ રાખો. તમે તમારી જ કોઇ જિદ્દના કારણે તમારું નુકસાન કરી શકો છો.
વ્યવસાયઃ– આ સમયે વ્યવસાયમાં પરિસ્થિતિઓ સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં રહી શકે છે.
લવઃ– પારિવારિક વાતાવરણમાં એકબીજાના તાલમેલમાં ઘટાડો આવી શકે છે.
સ્વાસ્થ્યઃ– તણાવના કારણે નસમાં દુખાવો થઇ શકે છે.
——————————–
મીનઃ–
પોઝિટિવઃ– તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થશે. તમે દરેક કાર્યને યોગ્ય અને વ્યવસ્થિત રીતે કરવાથી જલ્દી જ પોતાના લક્ષ્યને પણ પ્રાપ્ત કરી લેશો. યુવા વર્ગ પોતાના કાર્યો પ્રત્યે પોઝિટિવ દૃષ્ટિકોણ રાખશે.
નેગેટિવઃ– જલ્દી સફળતા પ્રાપ્ત કરવાના ચક્કરમાં કોઇ અયોગ્ય કાર્યમમાં રસ ન લેશો. તમારા ગુસ્સા અને ઈગો ઉપર કાબૂ મેળવો. તમારી સફળતાનો કોઇ અન્ય લોકો સામે દેખાડો ન કરો.
વ્યવસાયઃ– વ્યવસાયમાં વિસ્તાર કરવો તથા કોઇ નવા કામને શરૂ કરવા માટે સમય યોગ્ય છે.
લવઃ– પારિવારિક જીવન સુખમય રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– અપચા અને ભૂખ ન લાગવા જેવી સમસ્યા ઊભી થઇ શકે છે.