Rashifal

ગુરુવારનું રાશિફળ:ગુરુવારે ધન જાતકો રૂપિયાની અપેક્ષાએ તેમના માન-સન્માન તથા આદર્શો ઉપર વધારે વિશ્વાસ રાખશે

29 સપ્ટેમ્બર, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– થોડાં સમયથી ચાલી રહેલાં તણાવથી આજે રાહત મળશે. તમે ફરી તમારી અંદર ભરપૂર આત્મવિશ્વાસ અને ઊર્જા અનુભવ કરશો. ઘરની સુખ-સુવિધાઓ સંબંધિત જરૂરિયાતો પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો.

નેગેટિવઃ– વધારે વ્યસ્તતાના કારણે તમે ઘરે આરામ કરી શકશો નહીં. સંતાનના કારણે કોઇ ચિંતા રહી શકે છે. ગુસ્સાની જગ્યાએ શાંતિપૂર્ણ રીતે સમસ્યાનો ઉકેલ શોધો.

વ્યવસાયઃ– વ્યવસાયિક કાર્યોમાં કોઇપણ પ્રકારની મુશ્કેલી આવશે નહીં.

લવઃ– ભાવનાત્મક પૂર્ણ વ્યવહાર રાખવાથી ઘરનું વાતાવરણ સુમધુર થઇ જશે.

સ્વાસ્થ્યઃ– અસંયમિત ખાનપાનના કારણે પેટ ખરાબ થવાની આશંકા છે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– આજે તમે તમારી દિનચર્યામં થોડો પરિવર્તન લાવશે. મિત્રો સાથે તથા બહારની ગતિવિધિઓમાં વધારે સમય વ્યતીત થશે. વિદ્યાર્થીઓને પણ પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળવાના પૂર્ણ યોગ છે.

નેગેટિવઃ– આજે કોઇ પ્રકારનો વિવાદ ઊભો થઇ શકે છે. કોર્ટ કેસ સંબંધિત મામલાઓ ચાલી રહ્યાં હોય તો તેમાં એકબીજાની સહમતિથી ઉકેલ લાવવાની કોશિશ કરો.

વ્યવસાયઃ– મોટાભાગનો સમય માર્કેટિંગ અને પેમેન્ટ કલેક્ટ કરવામાં વ્યતીત થશે.

લવઃ– પતિ-પત્ની પોત-પોતાની વ્યસ્તતાના કારણે એકબીજાને સમય આપી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ– પગમાં દુખાવો થઇ શકે છે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– સામાજિક અને રાજનૈતિક ગતિવિધિઓમાં તમારો મોટાભાગનો સમય વ્યતીત થશે. સાથે જ, મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક મજબૂત થશે. વિદ્યાર્થી ગણ પોતાની કાર્યક્ષમતા ઉપર પૂર્ણ વિશ્વાસ રાખે.

નેગેટિવઃ– આજે તમારું ધ્યાન થોડી નકારાત્મક ગતિવિધિઓ તરફ આકર્ષિત થશે. કોઇને ઉધાર આપશો નહીં, કેમ કે પાછા મળવાની સંભાવના નથી.

વ્યવસાયઃ– વ્યવસાયિક ક્ષેત્રે તમારી યોજનાઓ સફળ રહેશે

લવઃ– તમારી કોઇ યોજનાને ગતિ આપવા માટે જીવનસાથીની સલાહ અવશ્ય લો.

સ્વાસ્થ્યઃ– પગનો દુખાવો થઇ શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– ઘરની સજાવટ માટે પરિજનો સાથે વિચાર-વિમર્શ થઇ શકે છે. ખરીદારીમાં પણ સમય વ્યતીત થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.

નેગેટિવઃ– રોકાણ સંબંધિત કોઇપણ પોલિસીને લેતાં પહેલાં તેના અંગે સંપૂર્ણ જાણકારી અવશ્ય લો. ખોટાં નિર્ણયના કારણે પછતાવું પડી શકે છે.

વ્યવસાયઃ– આ સમયે કાર્યને લઇને અનુભવી વ્યક્તિની સલાહ લો.

લવઃ– જીવનસાથી સાથે સંબંધો મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– આ સમયે વિચારો પોઝિટિવ જાળવી રાખો.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– દિવસના બીજા પક્ષમાં થોડી સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે. તમે તમારા આત્મવિશ્વાસ અને આત્મબળ દ્વારા તેનું સમાધાન સરળતાથી શોધી શકશો. ધાર્મિક ગતિવિધિઓ પ્રત્યે આસ્થા વધશે.

નેગેટિવઃ– બિનજરૂરી ખર્ચની સ્થિતિ રહેશે. બીમારી વગેરેમાં પણ વધારે ખર્ચ થવાની આશંકા રહેશે.

વ્યવસાયઃ– ગ્લેમર, કળા, સૌંદર્ય પ્રસાધન વગેરે સાથે જોડાયેલાં વ્યવસાયમાં મન પ્રમાણે ઉપલબ્ધિ પ્રાપ્ત થશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મજબૂત થશે.

સ્વાસ્થ્યઃ– એસિડિટીની સમસ્યા રહેશે.

——————————–

કન્યાઃ-

પોઝિટિવઃ– આવક અને વ્યયમાં સમાનતા રહેશે. વિદ્યાર્થીઓએ પોતાનું ધ્યાન અભ્યાસ પ્રત્યે એકાગ્રચિત્ત રાખવું પડશે. કોઇ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મેલ-મિલાપ થઇ શકે છે.

નેગેટિવઃ– સાસરિયા પક્ષ સાથે સંબંધોને મધુર જાળવી રાખવા જરૂરી છે. સંબંધ ખરાબ થવાથી તમારી છાપ ઉપર ધબ્બો લાગી શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં અચાનક જ સ્થિતિ સારી જળવાઇ રહેવાથી મન પ્રસન્ન રહેશે.

લવઃ– પારિવારિક તથા આર્થિક મામલે જીવનસાથીનો સહયોગ તમને રાહત આપશે.

સ્વાસ્થ્યઃ– ઉધરસની સમસ્યા રહેશે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– ફાલતૂ ગતિવિધિઓથી ધ્યાન ભટકાવીને તમે તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કાર્યો ઉપર કેન્દ્રિત રાખશો. જેનાથી અટવાયેલાં કાર્યો યોગ્ય રીતે સંપન્ન થવા લાગશે.

નેગેટિવઃ– કોઇ-કોઇ સમયે તમારું મન નાની-નાની વાતોને લઇને વિચલિત રહી શકે છે. ભાઇઓ સાથે સંબંધ મધુર જાળવી રાખવા જરૂરી છે.

વ્યવસાયઃ– સ્ત્રીવર્ગ સાથે જોડાયેલાં વ્યવસાય સફળ રહેશે.

લવઃ– જીવનસાથી સાથે સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– લીવરને આરામ આપવાની જરૂરિયાત છે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– અન્યની મદદ કરવી તથા તેમની સમસ્યાનું સમાધાન કરવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. સામાજિક પ્રતિષ્ઠામાં પણ નફો થશે. ઘરનું વાતાવરણ અનુશાસિત રહેશે.

નેગેટિવઃ– અન્યના મામલે વધારે સમય વ્યતીત કરવામાં તમારા અનેક કામ અટકી જશે. નુકસાન થઇ શકશે. કોઇને રૂપિયા ઉધાર આપશો નહીં.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારા અટવાયેલાં કાર્યો કોઇ અનુભવી તથા વરિષ્ઠ વ્યક્તિની મદદથી સંપન્ન થશે.

લવઃ– જીવનસાથીનો સહયોગ તમારા માટે ભાગ્યોદય કારક રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે તણાવ અને મહેનત કરવાની જગ્યાએ બ્લડ પ્રેશર વધી શકે છે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– તમે રૂપિયાની અપેક્ષા તમારા માન-સન્માન તથા આદર્શો ઉપર વધારે વિશ્વાસ રાખો છો. આ સમયે તેમાં તમે સફળ પણ રહેશો. તમારું કર્મ પ્રધાન રહેવું તમારા ભાગ્યનું નિર્માણ પણ કરશે.

નેગેટિવઃ– ખોટા હરવા-ફરવા તથા મિત્રો સાથે સમય વ્યતીત કરવાથી ધન તથા સમયન બરબાદી થશે. આ સમયે બાળકો ઉપર અંકુશ રાખશો નહીં.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારું ધ્યાન સંપૂર્ણ રીતે કેન્દ્રિત રાખો.

લવઃ– પારિવારિક જીવન ઠીક રહેશે.

સ્વાસ્થ્યઃ– યૂરિન સંબંધિત ઇન્ફેક્શન અને સોજા જેવી સ્થિતિ ઉત્પન્ન થવાની આશંકા છે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– તમારું સંપૂર્ણ ધ્યાન આર્થિક ગતિવિધિઓ તરફ વધારે મજબૂત કરવામાં રહેશે. તેની સાથે સંબંધિત તમારી મહત્ત્વપૂર્ણ યોજનાઓ પણ બનશે. સામાજિક ધાર્મિક આયોજનની જવાબદારી તમારા ઉપર રહેશે.

નેગેટિવઃ– સામાજિક કાર્યોમાં વધારે વ્યસ્તતા રહેવાના કારણે તમે તમારા પરિવાર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં. બજેટ કરતાં વધારે ધન ખર્ચ થઇ શકે છે.

વ્યવસાયઃ– પાર્ટનરશિપ સંબંધિત વ્યવસાયમાં સફળ રહેશો.

લવઃ– કોઇ વિપરિત લિંગના વ્યક્તિના કારણે પતિ-પત્નીના સંબંધોમાં તિરાડ ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– સિઝનલ બીમારીઓ થઇ શકે છે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– આજે તમારા સ્વભાવમાં ઉદારતા અને કોમળતાની ભાવના વધારે રહેશે. જેનાથી તમારી આસપાસનું વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

નેગેટિવઃ– તમારી વધારે ઉદારતા નુકસાનદાયક રહેશે. ક્યારેક-ક્યારેક નિર્ણય લેવામાં મુશ્કેલી રહેશે. મોટા ભાઇ અથવા કોઇ વરિષ્ઠ વ્યક્તિની મદદથી તમે સફળ થઇ જશો.

વ્યવસાયઃ– કારખાનામાં મશીન સાથે સંબંધિત વેપારમાં ઉન્નતિના યોગ બની રહ્યા છે.

લવઃ– લગ્ન સંબંધો મધુર જાળવી રાખવામાં તમારો વિશેષ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– તમારું ધ્યાન ખોટી ગતિવિધિઓથી અલગ સંપૂર્ણ રીતે તમારા વ્યક્તિગત કાર્યો ઉપર કેન્દ્રિત રહેશે. તમે તમારી બૌદ્ધિક ક્ષમતાના બળે અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ– ક્યારેક તમારી ગુસ્સાવાળી વાણી તમારા સ્વયં માટે સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે. તણાવના કારણે તમને ભરપૂર ઊંઘ આવશે.

વ્યવસાયઃ– વ્યવસાય તથા નોકરી બંને કાર્યક્ષેત્રોમાં કોઇ પ્રકારની રાજનીતિ થઇ શકે છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ– યોગ અને મેડિટેશનની મદદ લો.

Leave a Reply

Your email address will not be published.