5 ડિસેમ્બર, રવિવારે મંગળ રાશિ બદલીને વૃશ્ચિકમાં આવી ગયો છે. હવે આ ગ્રહ પોતાની જ રાશિમાં રહેશે. આ રાશિમાં પહેલાથી જ કેતુ, સૂર્ય અને બુધ રહેવાથી હવે ચતુર્ગ્રહી યોગ બની ગયો છે. મંગળ અને રાહુનો દૃષ્ટિ સંબંધ રહેવાથી અંગારક યોગ બની રહ્યો છે. આ અશુભ ફળ આપનાર યોગ છે. મંગળ 16 જાન્યુઆરી સુધી આ રાશિમાં જ રહેશે. ત્યાં સુધી આ અશુભ યોગ બની રહેશે. નક્ષત્રોની આ સ્થિતિની અસર દેશ-દુનિયા સહિત બધી જ રાશિના લોકો ઉપર રહેશે. જાણો કેવું રહેશે મંગળનું રાશિ પરિવર્તન…
ભવિષ્યવાણીઃ પ્રાકૃતિક આપત્તિઓ અને દુર્ઘટનાઓની શક્યતા
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે મંગળના કારણે દેશમાં આંદોલન, હિંસા, ઉપદ્રવ અને આગની દુર્ઘટનાઓની સ્થિતિ બની શકે છે. હવા કે પાણી સાથે જોડાયેલી દુર્ઘટનાઓ થવાની શક્યતા છે. દેશના થોડા ભાગમાં હવા સાથે વરસાદ પણ થશે. ભૂકંપ કે અન્ય પ્રકારે પ્રાકૃત્તિક આપત્તિઓ થવાની શક્યતા છે. સેના અને પોલીસ વિભાગ સાથે જોડાયેલાં મામલાઓ સામે આવી શકે છે. નેવી સેનાની તાકાત વધશે. દેશની કાનૂની વ્યવસ્થા પણ મજબૂત રહેશે.
મિથુન, કન્યા અને મકર રાશિના લોકો માટે સારો સમય
મંગળના રાશિ બદલવાથી મિથુન, કન્યા અને મકર રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં ઉન્નતિની તક મળી શકે છે. અનેક મામલે કિસ્મતનો સાથ મળશે. આર્થિક સ્થિતિમાં સુધારના યોગ છે. સ્વાસ્થ્યના મામલે પણ સમય સારો રહેશે. મંગળના પ્રભાવથી જૂની પરેશાનીઓ અને વિવાદ દૂર થઈ શકે છે.
તુલા સહિત 6 રાશિના લોકો માટે અશુભ સમય શરૂ
મંગળના નીચ રાશિમાં આવી જવાથી મેષ, વૃષભ, સિંહ, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. આ 6 રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં સાવધાન રહેવું પડશે. તણાવ અને વિવાદની સ્થિતિ બની શકે છે. કામકાજમાં વિઘ્ન આવી શકે છે. ધનહાનિ અને સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ પણ થઈ શકે છે. કામકાજમાં બેદરકારી અને ઉતાવળ કરવાનું ટાળવું
કર્ક, કુંભ અને મીન રાશિના લોકો માટે મિશ્રિત સમય
મંગળના પ્રભાવથી કર્ક, કુંભ અને મીન રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ 2 રાશિના લોકોને થોડા મામલે કિસ્મતનો સાથ મળી શકે છે. ફાયદો પણ થશે. પરંતુ કામકાજમાં વિઘ્ન અને ફેરફારનો પણ સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યના મામલે ઉતાર-ચઢાવાનો સમય રહેશે.
અશુભ પ્રભાવથી બચવા માટે શું કરવું જોઈએ
મંગળના અશુભ પ્રભાવથી બચવા માટે મધ ખાઈને ઘરેથી બહાર જવું. લાલ ચંદનનું તિલક કરવું. લાલ ફૂલથી હનુમાનજીની પૂજા કરો. સિંદૂર લગાવો. મંગળવારના દિવસે તાંબાના વાસણમાં અનાજ ભરીને હનુમાનજીના મંદિરમાં દાન કરવું જોઈએ. માટીના વાસણમાં ભોજન કરો. મસૂરની દાળનું દાન કરો. પાણીમાં થોડું લાલ ચંદન મિક્સ કરીને સ્નાન કરો. આ ઉપાયોની મદદથી મંગળની અશુભ અસરને ઘટાડી શકાય છે.