Rashifal

શનિવારનું રાશિફળ:શનિવારે કન્યા રાશિના જાતકોએ તેમના ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું, બદલાતા વાતાવરણમાં સ્વાસ્થ્ય સાચવવું

20 ઓગસ્ટ, શનિવારના રોજ રોહિણી નક્ષત્ર હોવાથી શ્રીવત્સ નામનો શુભ યોગ બની રહ્યો છે. મેષ રાશિ માટે દિવસ શુભ રહેશે. કર્ક રાશિને અટકેલા પૈસા મળી શકે છે. બિઝનેસમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે. વૃશ્ચિક રાશિને નસીબનો સાથ મળશે. ધન રાશિને નોકરી તથા બિઝનેસમાં ફાયદો થશે. તુલા રાશિએ ડોક્યુમેન્ટ્સમાં સાવચેતી રાખવી. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

20 ઓગસ્ટ, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– સમયની ગતિ તમારા પક્ષમાં છે. સામાજિક સીમા વધશે. કાર્યકુશળતાના બળે તમે તે સફળતા પ્રાપ્ત કરી લેશો જેની તમને ઇચ્છા હતી. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ– બપોર પછી પરિસ્થિતિ થોડી પ્રતિકૂળ થઇ શકે છે. બેદરકારીના કારણે કોઇ ભારે નુકસાન પણ થઇ શકે છે. સરકારી મામલાઓ ટાળો, કોઇ પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે.

વ્યવસાયઃ– કાર્ય વિસ્તારને લગતી કોઇ યોજનાને શરૂ કરતા પહેલાં યોગ્ય ચર્ચા-વિચારણાં કરી લો.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– કબજિયાત, વાયુ વગેરે જેવી સમસ્યાઓ પરેશાન કરી શકે છે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– આજે પરિસ્થિતિઓમાં પોઝિટિવ ફેરફાર આવશે તથા અનેક નવા અવસર પણ પ્રાપ્ત થશે. સ્ત્રી વર્ગ વિશેષ રૂપથી પોતાના વ્યક્તિત્વને નિખારવામાં ધ્યાન આપશે. જમીન કે વાહનની ખરીદદારીને લગતા કોઇપણ કામ પૂર્ણ થઇ શકે છે.

નેગેટિવઃ– ભાવુકતા અને ઉદારતા તમારી સૌથી મોટી નબળાઇ છે. ધ્યાન રાખો કે થોડા લોકો તમારી આ વાતનો ખોટો ફાયદો પણ ઉઠાવી શકે છે. આ સમયે તમારા ખર્ચ ઉપર નિયંત્રણ કરવું જરૂરી છે.

વ્યવસાયઃ– વેપારમાં નવી પાર્ટીઓ તથા નવા લોકો સાથે મહત્ત્વપૂર્ણ વ્યવસાયિક સંબંધ બનશે.

લવઃ– પરિવારમાં એકબીજા સાથે પ્રેમ જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે મહેનત અને પરિશ્રમના કારણે નબળાઇ અને થાક રહેશે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધાનું સમાધાન મળવાથી માનસિક સુકૂન મળશે. તમે યોગ્ય રીતે તમારા કામને પૂર્ણ કરી લેશો. જો કોઇ સરકારી કામ અટવાયેલું છે તો તેને આજે પર્ણ કરવાનો યોગ્ય સમય છે.

નેગેટિવઃ– બાળકોએ પોતાના અભ્યાસ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. રૂપિયાના મામલે કોઇના ઉપર વધારે વિશ્વાસ ન કરો. ઘરમાં મહેમાનોના આગમનથી થોડા મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે.

વ્યવસાયઃ– નવા વ્યવસાયિક કરાર પ્રાપ્ત થશે.

લવઃ– પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ– એસિડિટી તથા પેટમાં દુખાવાની પરેશાની રહેશે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– રૂપિયા-પૈસાની આવકની દૃષ્ટિએ આજનો દિવસ શ્રેષ્ઠ છે. ઘરમાં સુધાર કરતી સમયે વાસ્તુ નિયમોનું પાલન કરવું લાભદાયક રહેશે. રોચક તથા જ્ઞાનવર્ધક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નવી જાણકારીઓ પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ– કોઇની સાથે વધારે વાદ-વિવાદમાં પડશો નહીં. વાહનનો પ્રયોગ પણ સાવધાની પૂર્વક કરો. વધારે ગુસ્સો અને ઉતાવળના કારણે થોડા બનતા કાર્યો ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ સાથે ચાલી રહેલો વિવાદ દૂર થશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે થોડા સમયથી ચાલી રહેલી ગેરસમજ દૂર થશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે,

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિના સાનિધ્ય હેઠળ થોડો સમય પસાર કરવાથી તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન આવશે. વાહન ખરીદવાને લગતી કોઇ યોજના બનશે. પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળમાં જવાનો પ્રોગ્રામ બની શકે છે.

નેગેટિવઃ– અજાણ વ્યક્તિ સાથે કોઇપણ વિવાદ કરશો નહીં. તેના કારણે તમે તણાવ અનુભવી શકો છો. યુવા વર્ગ મોજ-મસ્તીમાં સમય પસાર ન કરીને ભવિષ્યની યોજના ઉપર ધ્યાન આપે.

વ્યવસાયઃ– ઓફિસમાં વાતાવરણ સુકૂનભર્યું રહી શકે છે.

લવઃ– જીવનસાથી તથા પારિવારિક સભ્યોનો તમને સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ– નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. પરિવારના લોકોની જરૂરિયાતોનું ધ્યાન રાખવું તમને સુખ આપશે. તમને કોઇ વિશેષ કોશિશમાં સફળતા મળી શકે છે.

નેગેટિવઃ– કોઇ નજીકના સંબંધી સાથે ગેરસમજના કારણે સંબંધોમાં તિરાડ પડી શકે છે. તમારા ગુસ્સા અને ઉતાવળ જેવા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો. યુવા વર્ગ કોઇ અસફળતાના કારણે તણાવની સ્થિતિથી પસાર થઇ શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયને લગતી થોડી નવી વાતોની જાણકારી મળી શકે છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– બદલાતા વાતાવરણની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– ઘણાં સમયથી કોઇ અટવાયેલું કામ આજે પૂર્ણ થવાથી મન પ્રસન્ન રહેશે. તમારી યોગ્યતા અને ક્ષમતાના લોકો વખાણ કરશે. ઘરમા મહેમાનોની અવર-જવર રહેશે. એકબીજાને હળવા-મળવાથી સુખ અને સુકૂન મળશે.

નેગેટિવઃ– થોડા મામલે વધારે ચર્ચા-વિચારણાં અને સમજીને નિર્ણય લો, આ સમયે કોઇ પ્રકારનો વિશ્વાસઘાત કે દગાબાજી થવાની સ્થિતિ બની રહી છે. કોઇપણ સમસ્યાને ગુસ્સાની જગ્યાએ શાંતિથી ઉકેલવાની કોશિશ કરો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમે તમારી ગતિવિધિઓ તથા કાર્ય પ્રણાલીમાં વધારે સુધાર લાવવાની કોશિશ કરશો.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારી ઉત્તમ દિનચર્યા અને ખાનપાનના કારણે સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– આજે ઉત્તમ ગ્રહ સ્થિતિ બની રહી છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું યોગ્ય ફળ મળશે. ફોન કોલના માધ્યમથી કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના પણ મળી શકે છે. વિદ્યાર્થીઓ તથા યુવા વર્ગને શિક્ષણ અને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત રહેશે.

નેગેટિવઃ– કોઇપણ યોજના બનાવતી સમયે તમારા નિર્ણયને જ પ્રાથમિકતા આપો. કોઇની ખોટી સલાહ તમારા માટે નુકસાનદાયી સાબિત થઇ શકે છે. વાતચીત કરતી સમયે નકારાત્મક શબ્દોનો ઉપયોગ ન કરો.

વ્યવસાયઃ– વ્યવસાયિક ક્ષેત્રમાં તમને તમારી આવડત દર્શાવવાનો અવસર મળી શકે છે.

લવઃ– પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરશે.

સ્વાસ્થ્યઃ– સર્વાઇકલ કે ખભાનો દુખાવો પરેશાન કરી શકે છે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– આજે ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં વ્યસ્ત રહી શકો છો. જો કોઇ પ્રોપર્ટીને લગતો મામલો ચાલી રહ્યો છે તો તેને ઉકેલવાનો યોગ્ય સમય છે. આજે કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે.

નેગેટિવઃ– આર્થિક મામલે વધારે સમજી-વિચારીને નિર્ણય લો. અતિ આત્મવિશ્વાસ પણ તમારા માટે નુકસાનદાયી રહેશે. તમારા ગુસ્સા અને આવેશ જેવી નકારાત્મક આદતો ઉપર કાબૂ રાખો.

વ્યવસાયઃ– કોઇપણ સારો વ્યવસાયિક કરાર પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ– લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– વાતાવરણના કારણે ઇન્ફેક્શન થઇ શકે છે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– કામકાજ તથા પરિવારની વચ્ચે સારો તાલમેલ જળવાયેલો રહેશે. ઉન્નતિને લગતા કોઇ શુભ સમાચાર પણ મળી શકે છે. સામાજિક કાર્યોમાં તમારા યોગદાનના વખાણ થશે. યુવા વર્ગ પણ તમારા લક્ષ્ય પ્રત્યે એકાગ્ર રહેશે.

નેગેટિવઃ– ઘર કે વાહનની દેખરેખના કાર્યોમાં ખર્ચ વધારે રહેશે. રોકાણ કરતા પહેલાં કોઇ નિષ્ણાતની સલાહ લેવી. કોઇ પારિવારિક અવ્યવસ્થાને લઇને મન ચિંતિત રહેશે.

વ્યવસાયઃ– કામકાજમાં આજે તમારી કાર્યકુશળતા તથા કાર્ય ક્ષમતામાં થોડો ઘટાડો આવી શકે છે.

લવઃ– ઘરમાં નાના મહેમાનની કિલકારીને લગતી શુભ સૂચના મળી શકે છે.

સ્વાસ્થ્યઃ– હાર્ડને લગતી તકલીફ અંગે સાવધાન રહેવું.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– જૂના મતભેદ અને ગેરસમજને ઉકેલવાથી માનસિક અને આત્મિક સુકૂન પ્રાપ્ત થશે. બાળકોને પણ અભ્યાસમાં સારું પરિણામ પ્રાપ્ત થશે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શનનું અનુસરણ કરો. નિશ્ચિત જ તમારા માટે લાભદાયક રહેશે.

નેગેટિવઃ– ક્યારેક પરિવારને લઇને મનમાં થોડી અસુરક્ષા જેવી ભાવના રહી શકે છે, જોકે આ તમારો માત્ર વહેમ છે. આવકની સ્થિતિ ઉત્તમ રહેશે પરંતુ સાથે જ ખર્ચ વધશે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે.

લવઃ– પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે મહેનત અને પરિશ્રમની તમારા સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક અસર પડી શકે છે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– આ સમયે ભાગ્ય ઉન્નતિના શુભ અવસર બનાવી રહ્યું છે. જે કામ છેલ્લાં ઘણા દિવસોથી અટવાયેલું હતું તને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. વિદ્યાર્થીઓને પરીક્ષાનું પરિણામ તેમના પક્ષમાં મળશે.

નેગેટિવઃ– આ સમયે આર્થિક સ્થિતિ સામાન્ય જ રહેશે. કોઇ પ્રકારના રોકાણ કે લેવડ-દેવડને લગતા કાર્યો ટાળો. ભાવુકતાની જગ્યાએ પ્રેક્ટિકલ થઇને તમે કામ પૂર્ણ કરવાની કોશિશ કરો.

વ્યવસાયઃ– વ્યવસાયમાં વિસ્તારને લગતી યોજના છેલ્લાં ઘણાં સમયથી બનાવી રહ્યા હતાં, આજે તેને શરૂ કરવાનો સમય છે.

લવઃ– પતિ-પત્નીની વચ્ચે ચાલી રહેલાં વિવાદનો ઉકેલ મળી શકશે.

સ્વાસ્થ્યઃ– વાસી અને તેલવાળું ભોજન કરવાનું ટાળો.

Leave a Reply

Your email address will not be published.