news

NHAIએ 105.33 કલાકમાં 75 KM બિટ્યુમિનસ લેન બનાવી ‘ગિનીસ’ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ મહારાષ્ટ્રમાં અમરાવતી અને અકોલા જિલ્લાઓ વચ્ચે નેશનલ હાઈવે પર 105 કલાક 33 મિનિટમાં 75 કિમી ‘બિટ્યુમિનસ લેન’ બનાવીને ‘ગિનીસ’ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

મુંબઈ: નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ મહારાષ્ટ્રના અમરાવતી અને અકોલા જિલ્લા વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર 105 કલાક 33 મિનિટમાં 75 કિમી ‘બિટ્યુમિનસ લેન’ બનાવીને ‘ગિનીસ’ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ સિદ્ધિનું વર્ણન કરતાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ બુધવારે જણાવ્યું હતું કે 720 મજૂરો અને સ્વતંત્ર સલાહકારોની ટીમે આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે સતત દિવસ-રાત કામ કર્યું હતું. ગડકરીએ એક વિડિયો સંદેશમાં જણાવ્યું હતું કે સિંગલ લેન બિટ્યુમિનસ કોંક્રીટ રોડની કુલ લંબાઈ 75 કિમી ટુ-લેન પાકા રોડના 37.5 કિમી જેટલી છે.

તેને બનાવવાનું કામ 3 જૂને સવારે 7.27 કલાકે શરૂ કરવામાં આવ્યું હતું. 7 જૂને સાંજે પાંચ વાગ્યે પૂર્ણ થયું હતું. વાહનવ્યવહાર મંત્રીએ જણાવ્યું હતું કે સૌથી લાંબા સમય સુધી સતત બિટ્યુમિનસ બાંધકામ માટે અગાઉનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ 25.275 કિમી રોડ બાંધકામ માટે હતો, જે ફેબ્રુઆરી, 2019 માં કતારના દોહામાં પ્રાપ્ત થયો હતો. તે કામ 10 દિવસમાં પૂર્ણ થયું હતું.

અમરાવતીથી અકોલા સેક્શન નેશનલ હાઈવે (NH) 53 નો ભાગ છે. તે એક મહત્વપૂર્ણ કોરિડોર છે, જે કોલકાતા, રાયપુર, નાગપુર અને સુરત જેવા મોટા શહેરોને જોડે છે.

Leave a Reply

Your email address will not be published.