ઓસ્ટ્રેલિયાની એલિસા હીલીએ 170 રનની ઇનિંગ રમી હતી. જેના આધારે ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 5 વિકેટે 356 રન બનાવ્યા હતા.
મહિલા વર્લ્ડ કપ AUSW vs ENGW ફાઈનલ: ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ બેટિંગ કરશે. તમને જણાવી દઈએ કે 34 વર્ષમાં પહેલીવાર ICC વર્લ્ડ કપની ફાઈનલમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા આમને-સામને છે. ઓસ્ટ્રેલિયાની એલિસા હીલીએ 170 રનની ઇનિંગ રમી હતી. જેના આધારે ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 5 વિકેટે 356 રન બનાવ્યા હતા, જેમાં હીલી સિવાય રશેલ હેન્સે 68 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી બેથ મૂનીએ 62 રનની ઇનિંગ રમી હતી, જ્યારે અન્યા શ્રબસોલે 3 વિકેટો લીધી હતી. ઈંગ્લેન્ડને 357 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
ઈંગ્લેન્ડ વિમેન (પ્લેઈંગ ઈલેવન): ટેમી બ્યુમોન્ટ, ડેનિયલ વ્યાટ, હીથર નાઈટ (સી), નતાલી સાયવર, એમી જોન્સ (wk), સોફિયા ડંકલી, કેથરિન બ્રન્ટ, સોફી એક્લેસ્ટોન, કેટ ક્રોસ, ચાર્લોટ ડીન, અન્યા શ્રબસોલ
ઓસ્ટ્રેલિયા વિમેન (પ્લેઇંગ ઇલેવન): રશેલ હેન્સ, એલિસા હીલી (wk), મેગ લેનિંગ (c), એલિસ પેરી, બેથ મૂની, તાહલિયા મેકગ્રા, એશ્લે ગાર્ડનર, જેસ જોનાસન, અલાના કિંગ, મેગન શુટ, ડાર્સી બ્રાઉન
Ready.
📸 @englandcricket #CWC22 Final pic.twitter.com/584MQK3zik
— ICC Cricket World Cup (@cricketworldcup) April 3, 2022
હીલીએ સદીની ઈનિંગની સાથે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા
એલિસા હીલી તેની 170 રનની ઇનિંગ દરમિયાન ઘણા રેકોર્ડ બનાવવામાં સફળ રહી છે. હિલી વિમેન્સ વર્લ્ડ કપ ફાઇનલમાં સદી ફટકારનારી વિશ્વની પ્રથમ મહિલા વિકેટ કીપર બેટર બની છે. આ સાથે જ તે વર્લ્ડ કપ ફાઇનલમાં સદી ફટકારનાર બીજો ઓસ્ટ્રેલિયન ખેલાડી છે. વર્ષ 2005માં કિરન રોલ્ટને વર્લ્ડ કપ ફાઇનલમાં સદી ફટકારી હતી. ODIમાં બાબર આઝમનો મોટો ધમાકો, આ કરીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, હવે કોહલી કે વોર્નર નહીં આપી શકશે પડકાર
એલિસા હીલીએ ફાઇનલમાં 170 રન બનાવ્યા હતા, સેમિફાઇનલમાં પણ હીલીએ સદી ફટકારીને ટીમને ફાઇનલ સુધી પહોંચાડી હતી. આ વર્લ્ડ કપમાં હીલીએ 9 મેચમાં 509 રન બનાવ્યા છે જે એક વર્લ્ડ રેકોર્ડ છે. એક મહિલા વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ હવે હીલીના નામે થઈ ગયો છે.