Rashifal

શનિવારનું રાશિફળ:શનિવારે વૃષભ જાતકોનો દિવસ અધ્યાત્મિક કાર્યોમાં પસાર થશે, થોડા કાર્યોમાં અચાનક વિઘ્ન આવી શકે છે

  • તુલા રાશિના જાતકોને અટકેલા પૈસા મળશે

26 માર્ચ, શનિવારના રોજ પૂર્વાષાઢ નક્ષત્ર હોવાને કારણે માતંગ નામનો શુભ યોગ બની રહ્યો છે. કન્યા રાશિને નસીબનો સાથ મળશે. તુલા રાશિને અટકેલા પૈસા પરત મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. મીન રાશિ માટે દિવસ ફાયદાકારક રહેશે. આ ઉપરાંત કર્ક રાશિના જાતકો રોકાણ ના કરે. છેતરપિંડી થવાની શક્યતા છે. ધન રાશિના જાતકોને નોકરીમાં પરિવર્તનના યોગ છે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

26 માર્ચ, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– તમારા કર્મ અને મહેનત તમને તમારા કાર્યોમાં સફળતા આપશે. ઘરને લગતી ગતિવિધિઓમાં પણ તમારું ધ્યાન કેન્દ્રિત રહેશે. જો કોઈ પોલિસી વગેરેમાં રોકાણ કરવાનું મન હોય તો મનનો અવાજ સાંભળો.

નેગેટિવઃ– ભાઈઓ સાથે સંબંધ મધુર રહેશે. કોઇ બહારની વ્યક્તિની દખલ તમારા ઘરમાં થવા દેશો નહીં, આવું કરવાથી તમારા સંબંધોમા ખટાસ આવી શકે છે. બાળકો સાથે પણ થોડો સમય પસાર કરો.

વ્યવસાયઃ– તમારો મોટાભાગનો સમય માર્કેટિંગને લગતા કાર્યોમાં પસાર કરો

લવઃ– ઘરની કોઇ વાતને લઇને પતિ-પત્નીમાં વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્ત્ય ઉત્તમ રહી શકે છે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– અધ્યાત્મિક કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી તમારી અંદર ભરપૂર પોઝિટિવ એનર્જી અનુભવ કરશો. તમારો શાંતિપ્રિય સ્વભાવ તમારા કાર્યોને યોજનાબદ્ધ રીતે પૂર્ણ કરવામાં તમારી મદદ પણ કરશે.

નેગેટિવઃ– તમારા થોડા કાર્યોમા અનિશ્ચનીય કારણોના કારણે વિઘ્ન આવી શકે છે. સામાજિક અને રાજનૈતિક ગતિવિધિઓમાં વધારે સમય પસાર ન કરો. કોઇ ખરાબ વ્યક્તિ દ્વારા અપયશ મળવાની શક્યતાઓ છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓમાં આજે થોડો સુધાર આવી શકે છે.

લવઃ– લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– તમારા સંતુલિત વ્યવહાર દ્વારા શુભ અને અશુભ પ્રત્યેક પરિસ્થિતિઓમાં યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે. સ્થાન પરિવર્તનને લગતી કોઈ યોજના પણ કાર્યરૂપમાં પરિણિત થવાની શક્યતાઓ છે. કોઈ નજીકના મિત્રની સલાહ પણ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

નેગેટિવઃ– કોઇની ખોટી વાતને સહન ન કરો. નહીંતર અકારણ જ લોકો તમારા ઉપર હાવી થઇ શકે છે. વાદ-વિવાદોથી દૂર રહો તો સારું. ઘરના કોઇ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે. તેમની દેખરેખ કરવી તમારી પ્રાથમિકતા છે.

વ્યવસાયઃ– પ્રભાવશાળી લોકો સાથે સંબંધને મધુર જાળવી રાખો.

લવઃ– લગ્નજીવન સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– ઉધરસ, તાવ જેવી એલર્જી પરેશાન કરી શકે છે.

——————————–

કર્કઃ-

પોઝિટિવઃ– ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વિશ્વાસ રાખો. કર્મથી જ ભાગ્યને બળ મળી શકે છે. ભાવનાઓની જગ્યાએ ચતુરાઈ અને વિવેકથી કામ લેવું પરિસ્થિતિઓને તમારા પક્ષમાં કરી શકે છે. બાળકોની કિલકારીને લગતી કોઇ શુભ સૂચના મળવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહી શકે છે.

નેગેટિવઃ– કોઈપણ નિર્ણય લેતા પહેલાં પોતાની યોજનાઓ અંગે વિચાર કરી લો. વધારે ભાવુક રહેવા જેવી નબળાઈ ઉપર વિજય પ્રાપ્ત કરવો જરૂરી છે. કેમ કે, થોડા લોકો આ નબળાઈનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયની સ્થિતિ આજે થોડી સારી રહી શકે છે.

લવઃ– પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– ઘૂંટણ અને સાંધાના દુખાવાની સમસ્યા રહેશે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તમારી કોઈ નકારાત્મક વાતને છોડવાનો સંકલ્પ લો. તેનાથી તમારા મનોબળ અને આત્મવિશ્વાસમાં વધારો થશે. ઘરના વડીલોનો આશીર્વાદ અને સ્નેહ પણ જળવાયેલો રહેશે.

નેગેટિવઃ– આ સમયે તમારી ક્ષમતાઓનો ભરપૂર ઉપયોગ કરવાનો છે, એટલે મિત્રો સાથે તથા આળસમાં પોતાનો સમય ખરાબ ન કરો. જો કોઈ પ્રકારનું દેવુ લેવાની યોજના બની રહી છે, તો તેના અંગે એકવાર ફરી વિચાર કરી લો

વ્યવસાયઃ– ઓફિસ કે દુકાનના સ્ટાફ ઉપર નજર રાખો. સંબંધોમા કડવાસ ન આવે તેનું ધ્યાન રાખો.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમા મધુરતા જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ– ઘરના કોઇ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

——————————–

કન્યાઃ-

પોઝિટિવઃ– આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. રોકાણને લગતી ગતિવિધિઓ ઉપર તમારું સંપૂર્ણ ધ્યાન લગાવો. ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. આજે તમને દરેક કામમાં પોઝિટિવ પરિણામ મળી શકે છે. એટલે તમારી સંપૂર્ણ ઊર્જા પોતાના કાર્યોમાં લગાવી દો.

નેગેટિવઃ– મિત્રો કે નજીકના સંબંધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો. પીઠ પાછળ તમને કોઈ નુકસાન પહોંચાડી શકે છે. સમાજમાં બદનામી પણ થવાની શક્યતાઓ છે. તમારી ગતિવિધિઓને કોઈની સામે જાહેર ન કરો.

વ્યવસાયઃ– માર્કેટમાં તમારી યોગ્યતા અને મહેનત દ્વારા તમને થોડી સફળતા મળી શકે છે.

લવઃ– ઘરમાં સુખમય વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઇને પરેશાન રહેશો.

——————————–

તુલાઃ-

પોઝિટિવઃ– આજે કોઈ અટવાયેલું પેમેન્ટ મળી જવાથી આર્થિક સ્થિતિમાં પણ ખૂબ જ સુધાર આવી શકે છે. ધાર્મિક ક્રિયાઓમાં તમારો રસ રહેશે. તમારા સંતુલિત અને પોઝિટિવ વિચાર તમને આગળ વધવામાં મદદ કરી શકે છે.

નેગેટિવઃ– બાળકોની ગતિવિધિઓ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. થોડો સમય તેમની સાથે પણ પસાર કરો. કોઈપણ પ્રકારના રોકાણને હાળ ટાળો. સંપત્તિને લગતા વિવાદના મામલે ધ્યાનમાં રાખો કે ભાઇઓ સાથે સંબંધ ખરાબ ન થાય.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં હાલ વર્તમાન ગતિવિધિઓ ઉપર જ ધ્યાન આપો.

લવઃ– ઘરમાં કોઈ ખાસ વ્યક્તિના આવવાથી સુખમય વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– વર્તમાન સ્થિતિ સામે પોતાનું રક્ષણ કરો.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– આજે ગ્રહ સ્થિતિ ખૂબ જ સંતોષજનક છે. તમારો વિવેક અને આશાવાદી સ્વભાવ તમારા માટે મહત્ત્વપૂર્ણ સફળતા લાવશે. જે લોકો તમારી વિરૂદ્ધ હતા આજે તેઓ જ તમારા પક્ષમાં આવી જશે અને સંબંધોમા પણ સુધાર આવશે.

નેગેટિવઃ– જો કોઈને કોઈ વચન આપ્યું છે તો તેને પૂર્ણ પણ કરો. નહીંતર લોકોની વચ્ચે તમારી છાપ ખરાબ પણ થઈ શકે છે. પરંતુ આ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે તમારા સરળ સ્વભાવનો થોડા લોકો ખોટો ફાયદો પણ ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ– કાર્યસ્થળમા કોઇ પાડોસી સાથે ઝઘડો થવાની સ્થિતિ બની શકે છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ– શારીરિક અને માનસિક થાકના કારણે નબળાઈ અનુભવ થશે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– થોડા રાજનૈતિક લોકો સાથે મુલાકાત તમારી લોકપ્રિયતાને વધારશે. સાથે જ જનસંપર્કની સીમા પણ વિસ્તૃત થશે. કોઈ પ્રોપર્ટીને લગતું અટવાયેલું કામ આજે પૂર્ણ થઈ શકે છે. એટલે કોશિશ કરતા રહો. યુવાઓને કરિયરને લગતી કોઈ શુભ સૂચના મળી શકે છે.

નેગેટિવઃ– યુવાઓ વધારે મેળવવાના ચક્કરમાં વર્તમાન સફળતાને હાથમાંથી જવા ન દે. આ સમયે જે મળી રહ્યું છે તેમાં જ સંતોષ જાળવે. જૂની વિતેલી નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. તરત નિર્ણય લેવો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં લીધેલાં ઠોસ નિર્ણય સારા સાબિત થઈ શકે છે.

લવઃ– ઘરનું વાતાવરણ અનુશાસિત અને સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– અનિયમિત ખાનપાનના કારણે પેટમા દુખાવો અને ગેસની ફરિયાદ રહેશે.

——————————–

મકરઃ-

પોઝિટિવઃ– તમારી સાથે કોઈ એવી ઘટના બની શકે છે કે જેના અંગે તમે ક્યારે અનુમાન ન કર્યું હોય. તમને કોઈ ઈશ્વરીય શક્તિનો આભાસ થશે. ઘરમાં કોઈ પારિવારિક સભ્યની સફળતા ઉપર ઉત્સવ પણ ઊજવાશે.

નેગેટિવઃ– વારસાગત સંપત્તિને લગતો મામલો ઊભો થવાથી હળવો વિવાદ થઈ શકે છે. વિવેક અને સમજદારીથી કામ લેવું, જમીનને લગતા કાગળિયાઓને યોગ્ય રીતે તપાસી લો. ધનને લગતી લેવડ-દેવડ ન કરો તો યોગ્ય રહેશે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓમા સુધાર આવી શકે છે.

લવઃ– ઘરની નાની-મોટી નકારાત્મક વાતોને ઇગ્નોર કરો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

——————————–

કુંભઃ-

પોઝિટિવઃ– ઘરમાં સગાઈ કે લગ્નને લગતું માંગલિક કાર્ય યોજાઈ શકે છે. પરિવારમાં પ્રસન્નતાનું વાતાવરણ રહેશે. મોબાઈલ કે ઈમેલ દ્વારા કોઈ મહત્ત્વપૂર્ણ સૂચના મળશે, તેને ઇગ્નોર ન કરો.

નેગેટિવઃ– ખર્ચ વધારે રહેશે. તમે તમારું બજેટ જાળવીને રાખો. કોર્ટ કેસને લગતા મામલે કોઈની સાથે ચર્ચા-વિચારણાં કરવી જરૂરી છે. પોતાના ગુસ્સા અને અહંકાર જેવા સ્વભાવ ઉપર કાબૂ મેળવો. નહીંતર બનતા કામ ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ– ગતિવિધિઓને યોગ્ય રીતે ચલાવવા માટે કર્મચારીઓની સલાહ ઉપર પણ ધ્યાન આપો.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે,

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશર, ડાયાબિટિઝ જેવી બીમારીઓ પ્રત્યે બેદરકારી ન કરશો

——————————–

મીનઃ-

પોઝિટિવઃ– સમય પ્રમાણે તમારી કાર્ય પ્રણાલી તથા સ્વભાવમાં ફેરફાર લાવવો જરૂરી છે. આજનો દિવસ અનેક નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પસાર થશે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઈ અટવાયેલું કામ પણ આજે પૂર્ણ થઈ શકે છે.

નેગેટિવઃ– કોઈપણ પરેશાની આવે ત્યારે વડીલો તથા અનુભવી લોકોની સલાહ લેવાનું ટાળશો નહીં. તેમનું માર્ગદર્શન તથા સહયોગ તમારા મનોબળને વધારશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના લક્ષ્ય પ્રત્યે ફોકસ રહે.

વ્યવસાયઃ– સંપર્ક સૂત્રો દ્વારા તમને વ્યવસાયને લગતા યોગ્ય ઓર્ડર મળી શકે છે.

લવઃ– પરિવાર સાથે પણ મનોરંજન તથા સુખમય ગતિવિધિઓમાં સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ– ગરમીના કારણે માથનો દુખાવો અને શરીરમાં દુખાવાની સમસ્યા રહેશે.

Leave a Reply

Your email address will not be published.