બજેટ 2022 લાઇવ અપડેટ્સ: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે બજેટ 2022-23 રજૂ કર્યું. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ ચોથું બજેટ છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે સંસદમાં કેન્દ્રીય બજેટ 2022-23 રજૂ કર્યું. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ ચોથું બજેટ છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ડિજિટલ બજેટ રજૂ કરતાં કહ્યું કે, 2014થી સરકાર નાગરિકોને, ખાસ કરીને ગરીબોને સશક્તિકરણ પર ભાર આપી રહી છે. ગરીબોની ક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે આગામી 3 વર્ષ દરમિયાન વધુ સારી કાર્યક્ષમતા સાથે 400 નવી પેઢીની વંદે ભારત ટ્રેનો રજૂ કરવામાં આવશે.
ટેક્સ મોરચે મહત્વની જાહેરાત
બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરવાની દરખાસ્તની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે લોંગ ટર્મ કેપિટલ ગેઈન પર 15 ટકા ટેક્સ લાગશે. સરચાર્જ 12 ટકાથી ઘટાડીને 7 ટકા કરવાનો પ્રસ્તાવ છે. ક્રિપ્ટોકરન્સીની આવક પર હવે 30 ટકા ટેક્સ લાગશે જ્યારે તમામ કેપિટલ ગેઈન પર હવે 15 ટકા ટેક્સ લાગશે. વર્ચ્યુઅલ એસેટ પેમેન્ટ પર 1 ટકા TDS પ્રસ્તાવિત.
બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રી સીતારમણે કહ્યું હતું કે હવે સરકારનું ધ્યાન ટેક્નોલોજી સંબંધિત વિકાસ પર છે. અમે પડકારનો સામનો કરવા માટે મજબૂત સ્થિતિમાં છીએ. નાણામંત્રીએ કહ્યું કે આ આગામી 25 વર્ષનું બજેટ છે. આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રોકાણનું આયોજન કરવામાં આવ્યું છે. આ બજેટમાં સામાન્ય રોકાણને પ્રોત્સાહન આપવામાં આવશે.
બજેટ વચ્ચે શેરબજારમાં ભારે તેજી જોવા મળી રહી છે. સરકારનો ભાર રોગચાળા અને તેના પહેલાથી અસ્તિત્વમાં રહેલા પડકારોથી પ્રભાવિત આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા પર રહેશે.