ગયા મહિને બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટીએ ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. આ દરમિયાન આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ફોટોશૂટની તસવીર સામે આવી છે.
નવી દિલ્હીઃ ગયા મહિને બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટીએ ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. આ દરમિયાન આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ફોટોશૂટની તસવીર સામે આવી છે. આ બંનેનું આ ફોટોશૂટ લગ્ન પહેલાનું કહેવામાં આવી રહ્યું છે. જેમાં આથિયા શેટ્ટી અને કેએલ રાહુલની શાનદાર સ્ટાઈલ જોવા મળી રહી છે. બોલિવૂડના આ સ્ટાર કપલે ફેશન મેગેઝીન વોગ ઈન્ડિયા માટે આ ફોટોશૂટ કરાવ્યું છે.
ફોટોશૂટની તસવીરો વોગ ઈન્ડિયાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે બાથરોબ અને પાયજામા પહેરીને આ ફોટોશૂટ કરાવ્યું છે. તસવીરોમાં, અભિનેત્રીએ સફેદ બાથરોબ સાથે ગ્રીન ચેકર્ડ પાયજામા પહેર્યો છે. તે જ સમયે, આ ફોટોશૂટમાં કેએલ રાહુલનો લૂક પત્ની આથિયા જેવો છે. તેણે ગ્રે બાથરોબ સાથે કાળો અને લાલ પેન્ટ પહેર્યો છે અને તેની પત્ની આથિયાને તેના હાથમાં પકડી છે.
View this post on Instagram
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે આ ફોટોશૂટ વોગ ઇન્ડિયાના ફેબ્રુઆરીના ડિજિટલ કવર શૂટ માટે કરાવ્યું છે. કપલના ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ફેન્સને આ તસવીર ખૂબ જ પસંદ આવી રહી છે. તમને જણાવી દઈએ કે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે 23 જાન્યુઆરીએ લગ્ન કર્યા હતા. બંનેએ સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મ હાઉસમાં લગ્ન કર્યા હતા, જેનો ફોટો સુનીલ શેટ્ટી અને પુત્ર અભિનેતા અહાન શેટ્ટીએ તેમના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.