Rashifal

મંગળવારનું રાશિફળ:મંગળવારનો દિવસ વૃષભ જાતકો માટે શ્રેષ્ઠ રહેશે, સ્વાસ્થ્યની દૃષ્ટિએ ડિપ્રેશન જેવી સ્થિતિ રહી શકે છે

1 નવેમ્બર, મંગળવારના રોજ મિથુન રાશિના જાતકો બિઝનેસમાં મોટી ડીલ કરી શકે છે. કન્યા રાશિને આવકના નવા સોર્સ ઊભા થશે. વૃશ્ચિક રાશિના અટકેલા કામો પૂરા થશે. ધન રાશિના નોકરિયાત વર્ગને મહત્ત્વની જવાબદારી મળી શકે છે. મીન રાશિના જાતકો માટે દિવસ શુભ રહેશે. આ ઉપરાંત મેષ રાશિ સાથે વિશ્વાસઘાત થવાની શક્યતા છે. કર્ક રાશિનો કોઈ સાથે વિવાદ થાય તેવી આશંકા છે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

1 નવેમ્બર, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– આજે તમારી કોઇ ઇચ્છા પૂર્ણ થશે. જેના કારણે મન પ્રસન્ન રહેશે. નવા કાર્યો માટે યોજનાઓને કાર્ય રૂપ આપવા માટે પરિવારનો સહયગ પણ પ્રાપ્ત થશે. આ સમયે આત્મ વિશ્લેષણ દ્વારા પોતાના વ્યક્તિત્વમાં વધારે નિખાર લાવવાની કોશિશ કરો.

નેગેટિવઃ– હાલ પોતાને સાબિત કરવા માટે વધારે મહેનતની જરૂરિયાત છે. જો વાહનને લગતી કોઇ લોન લેવાની યોજના બની રહી છે તો પહેલાં તેના ઉપર યોગ્ય વિચાર કરી લો. આ સમયે તમારી ગતિવિધિઓની ગોપનીયતા જાળવી રાખવી જરૂરી છે.

વ્યવસાયઃ– નવા કામની શરૂઆત થશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે સારું તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– ઉધરસ, તાવ જેવી પરેશાનીઓ વધી શકે છે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– આર્થિક દૃષ્ટિએ સમય શ્રેષ્ઠ છે. કોઇ અધ્યાત્મિક પ્રવૃત્તિના વ્યક્તિના સાનિધ્યમાં રહેવું તમને માનસિક શાંતિ આપશે. બાળકોના કરિયરને લગતી કોઇ સૂચના મળવાથી ઘરમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ– તમારી ઉપર જવાબદારીઓ વધારે રહેશે. આજે કોઇપણ જગ્યાએ રૂપિયાનું રોકાણ કરશો નહીં. તેના માટે સમય અનુકૂળ નથી. કોઇ સાથે વાદ-વિવાદમાં ગુંચવાશો નહીં. સમાજમાં તમારી છાપ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ તથા કર્મચારીઓનો પૂર્ણ સહયોગ રહેશે.

લવઃ– તમને કોઇને કોઇ પારિવારિક જીવનમાં તાલમેલ જાળવી રાખવામાં મુશ્કેલી આવી શકે છે.

સ્વાસ્થ્યઃ– નકારાત્મક વિચાર ઊભા થવાથી તણાવ અને ડિપ્રેશન જેવી સ્થિતિ રહેશે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– તમે તમારી ઉપર કર્મ અને પુરૂષાર્થ ઉપર વિશ્વાસ રાખીને મહત્ત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમને આત્મિક શાંતિ અનુભવ થશે. યુવા વર્ગ પોતાના કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે એકાગ્ર રહેશે અને સફળ પણ થશે.

નેગેટિવઃ– ક્યારેક ગુસ્સા અને જિદ્દ જેવી નકારાત્મક વાતોના કારણે દિનચર્યા ખરાબ થઇ શકે છે. બેદરકારીના કાણે ખર્ચમાં વધારો થઇ શકે છે. કોર્ટ કેસને લગતા મામલે કોઇપણ પ્રકારનું સમાધાન મળવાની આશા નથી.

વ્યવસાયઃ– વ્યવસાયમાં કોઇ નવો પ્રયોગ કરવો લાભદાયક રહેશે.

લવઃ– વિપરીત પરિસ્થિતિઓમાં જીવનસાથી તથા પરિવારજનોનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– વર્તમાન વાતાવરણમાં ફેરફારના કારણે શરીરમાં દુખાવાની સ્થિતિ રહી શકે છે.

——————————–

કર્કઃ-

પોઝિટિવઃ– આજે તમે થોડા રોજિંદા કાર્યોથી રાહત મેળવવા માટે એકાંત કે કોઇ અધ્યાત્મિક સ્થળ ઉપર સમય પસાર કરવાની કોશિશ કરશો. જેથી તમને સુકૂન મળશે. તમારા નાણાકીય કાર્યો ઉપર ધ્યાન આપો. તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરશે.

નેગેટિવઃ– કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય આજે લેશો નહીં. આ સમયે તમે તમારા રોજિંદા કાર્યો પ્રત્યે ધ્યાન આપી શકશો નહીં. તમારા બજેટથી વધારે ખર્ચ કરવાનું ટાળો.

વ્યવસાયઃ– વ્યવસાયમાં પરિસ્થિતિઓ સામાન્ય જ રહેશે.

લવઃ– ઘરનું વાતાવરણ સુખ-શાંતિ પૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ– તમે માનસિક અને શારીરિકરૂપથી પૂર્ણ સ્વસ્થ અનુભવ કરશો.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– છેલ્લાં થોડા સમયથી જે યોજના બનાવી હતી, તે લક્ષ્યને પ્રાપ્ત કરવાનો યોગ્ય સમય છે. તમે ભાવનાત્મક રૂપથી પોતાને સશક્ત અનુભવ કરશો. બધી જ પરેશાનીઓનો ઉકેલ તમે તમારી બુદ્ધિમત્તા તથા વિવેક દ્વારા શોધી લેશો.

નેગેટિવઃ– ઉતાવળમાં લીધેલા થોડા નિર્ણયો બદલવા પડી શકે છે. સમજી-વિચારીને જ કોઇ કામ કરો અથવા કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લો. આ સમયે આર્થિક સ્થિતિને ઠીક રાખવા માટે ખર્ચ ઉપર અંકુશ રાખવો જરૂરી છે.

વ્યવસાયઃ– કારોબારમાં મનોવાંછિત પરિણામ પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– સમય માન પ્રતિષ્ઠા વર્ધક છે. મુશ્કેલીઓ તથા વિઘ્નો સિવાય તમે તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવામાં સફળ રહેશો. કોઇ વિશેષ રસના કાર્યોમાં પણ સુખદ સમય પસાર થઇ શકે છે.

નેગેટિવઃ– ખોટા વાદ-વિવાદમાં પડશો નહીં. તમારી વ્યક્તિગત ગતિવિધિઓમાં જ ધ્યાન આપો. બજેટને પોતાની જરૂરિયાત પ્રમાણે સીમિત અને સંતુલિત રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં અન્ય ઉપર નિર્ભર રહેવાની જગ્યાએ પોતાની જ મહેનત દ્વારા કાર્યોને પૂર્ણ કરવાની કોશિશ કરો.

લવઃ– પતિ-પત્ની વચ્ચે કોઇ અન્ય વ્યક્તિના કાણે ગેરસમજ ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– ગેસ, વાયુ વગેરેના કારણે સાંધામાં દુખાવો અને બેચેની જેવી સમસ્યા રહેશે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– પારિવારિક જવાબદારીઓને ઘરના સભ્યોમાં વહેંચીને થોડો સમય પોતાના માટે પણ પસાર કરો. કોઇ વિશિષ્ટ વ્યક્તિ સાથે મુલાકાત તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન લાવશે. થોડો સમય ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં પસાર કરો.

નેગેટિવઃ– તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. બાળકોને લગતી કોઇ ઇચ્છા પૂર્ણ ન થવાથી મન નિરાશ રહી શકે છે. આજે રોકાણ કે બેંકને લગતા કાર્યોને ખૂબ જ સાવધાની પૂર્વક કરો.

વ્યવસાયઃ– જો તમે કોઇ કામને લઇને યોજના બનાવી છે, તો આજે તેના ઉપર કોઇપણ પ્રકારની કાર્યવાહી ન કરો.

લવઃ– પારિવારિક જીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ– ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

——————————–

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ– કોઇપણ કામને કરતા પહેલાં દિમાગની જગ્યાએ દિલના અવાજને વધારે મહત્ત્વ આપો. તમારી અંતરાત્મા તમને યોગ્ય માર્ગમાં આગળ વધવાની ઉત્તમ પ્રેરણા આપશે. તમે તમારી દિનચર્યાને ખૂબ જ અનુશાસિત વ્યવસ્થિત જાળવી રાખશો.

નેગેટિવઃ– યુવા વર્ગ પોતાની કોઇ સફળતાને લઇને અસંતુષ્ટ રહેશે, હાલ તેમણે વધારે મહેનત કરવાની જરૂરિયાત રહેશે. ક્યારેક તમારું વધારે અનુશાસન જાળવી રાખવું અન્ય માટે પરેશાનીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ– આવકના નવા સ્ત્રોત બનશે.

લવઃ– ઘરનું વાતાવરણ યોગ્ય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય સારો રહેશે નહીં.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– તમારું કોઇ મહત્ત્વપૂર્ણ કામ યોજનાબદ્ધ રીતે સંપન્ન થવાથી માનસિક સુકૂન મળશે. કોઇ ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવાની સંપૂર્ણ સંભાવના છે. વિદ્યાર્થીઓને પ્રોફેશનલ અભ્યાસમાં સફળતા મળશે.

નેગેટિવઃ– કોઇપણ બહારની ગતિવિધિઓને ટાળો. હાલ કોઇ લાભ થશે નહીં. નકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે સમય પસાર કરવો તમારા માન-સન્માનને હાનિ પહોંચાડી શકે છે. મહિલા વર્ગ પોતાના માન-સન્માન પ્રત્યે વધારે સજાગ રહે.

વ્યવસાયઃ– વ્યવસાયને લગતી તમારી કોશિશ અને પરિશ્રમને યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. આ સમયે વિરોધાભાસી પ્રવૃત્તિના લોકોથી દૂર રહેવું. નોકરિયાત લોકોને પોતાના કાર્યસ્થળ ઉપર કોઇ મહત્ત્વપૂર્ણ અથોરિટી મળી શકે છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ– તણાવ, અવસાદ તથા સિઝનલ બીમારીઓથી બચીને રહેવું.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– થોડા સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યા નજીકના સંબંધીઓ તથા પરિવારના સહયોગથી ઉકેલાઇ જશે. સામાજિક ગતિવિધિઓમાં તમારો સહયોગ તમને તમારી ઓળખ અને માન-સન્માન જાળવી રાખવામાં મદદ કરશે.

નેગેટિવઃ– આ સમયે તમારા વધતા ખર્ચ ઉપર કાપ મુકવો જરૂરી છે. કોઇપણ રોકાણ કરવા માટે સમય અનુકૂળ નથી. આ સમયે નાના-મોટા નિર્ણય લેતી સમયે કોઇનું માર્ગદર્શન અને સહયોગ જરૂરી લો.

વ્યવસાયઃ– આજે વ્યવસાયમાં વધારે સાદગી અને ગંભીરતાથી કામ કરવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ યોગ્ય જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ– શારીરિક રૂપથી થોડો થાક અને નબળાઇ રહેશે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– આજે કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા રાહ જોઇ રહી છે. ખાસ કરીને મહિલાઓ માટે સમય અનુકૂળ છે. પોતાના કાર્યો પ્રત્યે સજાગતા તેમને સફળતા અપાવશે. વિદ્યાર્થીઓને કોઇ ઇન્ટરવ્યુ કે સ્પર્ધામાં સફળતા મળવાના યોગ છે.

નેગેટિવઃ– ક્યારેક તમારું નાની-નાની વાતો ઉપર ખીજાઇ જવું ઘરના વાતાવરણને અવ્યવસ્થિત રાખશે. ફાલતૂ ગતિવિધિઓમાં તમારું ધ્યાન લગાવશો નહીં. બિનજરૂરી ખર્ચની અસર તમારી ઊંઘ ઉપર પડી શકે છે.

વ્યવસાયઃ– આસપાસના વેપારીઓ સાથે ચાલી રહેલી સ્પર્ધામાં કોઇ સફળતા મળી શકે છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે.

સ્વાસ્થ્યઃ– ગેસ, એસિડિટીની સમસ્યા વધી શકે છે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– ઘરના કોઇ સભ્યના લગ્નને લગતો યોગ્ય સંબંધ આવવાથી સુખમય વાતાવરણ રહેશે. લોકો સાથે હળવા-મળવાથી સુખદ અનુભવ મળી શકે છે. યુવાઓને કોઇ ઇન્ટરવ્યુમાં સફળતા મળવાથી આત્મવિશ્વાસ વધશે.

નેગેટિવઃ– ઉતાવળ તથા આવેશમાં કોઇ કામ ખરાબ થઇ શકે છે. તમારી ઊર્જાને પોઝિટિવ કાર્યોમાં લગાવો. ખાસ વાત એ ધ્યાનમાં રાખવી કે કોઇના ઉપર વિશ્વાસ ન કરો. કોઇ અજાણ્યો ભય કે બેચેની રહેશે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં બનાવેલી નવી નીતિઓ અને યોજનાઓ ઉપર અમલ કરવા માટે સમય યોગ્ય છે.

લવઃ– કોઇપણ પરેશાનીમાં મિત્રો તથા પારિવારિક લોકોને ભરપૂર સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– તમારો આહાર તથા વ્યવહાર ખૂબ જ ઉત્તમ રાખો.

Leave a Reply

Your email address will not be published.