અમદાવાદ શહેરની 8 બેઠકો માટે આજે અલગ-અલગ 2 જગ્યાએ ભાજપના ઉમેદવારોના સેન્સ લેશે.
અમદાવાદ શહેરની વેજલપુર, સાબરમતી, ઘાટલોડિયા અને નારણપુરા સહિત અસારવા, નરોડા, દરિયાપુર અને દાણીલીમડા બેઠકોને સંવેદનશીલ માનવામાં આવે છે. બીજી તરફ અન્ય બેઠકો પર ભાજપે ઉમેદવારોની સંજ્ઞાન લઈને નિરીક્ષકોના નામોની યાદી બહાર પાડશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ભાજપે નિરીક્ષકોના નામ જાહેર કર્યા છે.
અમદાવાદ બેઠકની જવાબદારી હર્ષ સંઘવી અને ગણપત વસાવાને આપવામાં આવી છે.
જિલ્લાવાર 3-3 નિરીક્ષકોના નામ જાહેર કરવામાં આવ્યા છે. સુરત અને અમદાવાદ શહેર માટે 6-6 સુપરવાઈઝરની નિમણૂંક કરવામાં આવી છે. સુરત ઋષિકેશ પટેલ, દાહોદ જીતુ વાઘાણી, વડોદરા શંકર ચૌધરીને અને પંચમહાલ પૂર્ણેશ મોદીને આપવામાં આવ્યું છે. જેમાં ગોરધન ઝડફિયાને પાટણ, શંકર ચૌધરીને વડોદરા અને પૂર્ણેશ મોદીને પંચમહાલની જવાબદારી સોંપવામાં આવી છે. હર્ષ સંઘવી અને ગણપત વસાવાને અમદાવાદની જવાબદારી સોંપવામાં આવી છે.
દાહોદની જવાબદારી રૂષિકેશ પટેલ અને જીતુ વાઘાણીને અને આરસી ફળદુ અને ઉદય કાંગરને ગાંધીનગરની જ્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને નિમિષા સુથારને ભરૂચની જવાબદારી સોંપવામાં આવી છે. રાજેન્દ્ર ત્રિવેદીને વલસાડ અને નરહરિ અમીનને નર્મદા જિલ્લાનો હવાલો સોંપવામાં આવ્યો છે. પૂનમ માડમ અને આઈ.કે.જાડેજાને ભાવનગરની જવાબદારી સોંપવામાં આવી છે.