news

પોરબંદર પાલિકાએ ૧.૯૦ કરોડના ખર્ચે બે ફાયર ફાઇટર નું લોકાપર્ણ

પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકા દ્વારા ૧.૯૦ કરોડના ખર્ચે અતી આધુનીક બે ફાયર ફાઇટરનું લોકાપર્ણ કરવામાં આવ્યું છે. પોરબંદર ફાયર વિભાગમાં નવી મશીનરોની ખાસ આવશ્યકતા છે. કારણ કે જૂના વાહનો હવે જોઇ એટલો ઉપયોગ કરી શકાય તેમ નથી. ત્યારે પાલિકાએ આ પરિસ્થિતીને જોતા બે ફાયર ફાઇટરનું લોકાપર્ણ કરવામાં આવ્યું છે જેમાં એક વોટર બાઉઝર અને બીજું મીની ફાયર ટેન્કર એમ બે વાહનોને લીલી ઝંડી આપવામાં આવી છે. પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયા તેમજ મહિલા કાઉન્સિલર ચેતનાબેન તિવારી, સરોજબેન કક્કડ સહિતના કાર્યકરો અને હોદ્દેદારોની ઉપસ્થિતીમાં નગરપાલિકા ખાતે લોકાપર્ણ કરાયું હતું. બે ફાયરના વાહનોમાં અનેક વિશેષતાઓ છે. પોરબંદરના કોઇપણ સ્થળ અથવા બિલ્ડીંગમાં આગ લાગે તો પાણીનો મારો ચલાવી તેમજ સમય મર્યાદામાં આગને કાબુમાં લઇ શકાય તે પ્રકારના નવા વાહનોની ફાળવણી કરવામાં આવી છે. રાજ્ય સરકારના અગ્નિ નિવારણ સેવા કચેરી દ્વારા બે ફાયરના વાહનો ફાળવવામાં આવ્યા છે. પોરબંદર ફાયર વિભાગમાં નવી મશીનરોની ખાસ આવશ્યકતા છે. કારણ કે જૂના વાહનો હવે જોઇ એટલો ઉપયોગ કરી શકાય તેમ નથી. ત્યારે પાલિકાએ આ પરિસ્થિતીને જોતા બે ફાયર ફાઇટરનું લોકાપર્ણ કરવામાં આવ્યું છે જેમાં એક વોટર બાઉઝર અને બીજું મીની ફાયર ટેન્કર એમ બે વાહનોને લીલી ઝંડી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.