news

CM ગેહલોતે ગુજરાતમાં આવીને રાજસ્થાન મોડેલની પ્રજા સમક્ષ મૂકીને જુઠ્ઠાણા ચલાવ્યા – રાજસ્થાન પ્રદેશ પ્રમુખ

આજે પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે ભારતીય જનતા પાર્ટી રાજસ્થાનના પ્રદેશ પ્રમુખ સતીશ પુનિયાજીએ એક પત્રકાર પરિષદને સંબોધી હતી જેમાં તેમણે આ વાત કહી હતી.

   પુનિયાજીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતના ચૂંટણી પ્રભારી અશોક ગહેલોત પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે ગુજરાતમાં આવીને રાજસ્થાન મોડેલની પ્રજા સમક્ષ મૂકીને તેમણે જુઠ્ઠાણા ચલાવ્યા છે. રાજસ્થાનમાં ક્રાઇમરેટમાં ગેહલોત સરકારમાં ખૂબ વધારો થયો છે. રાજ્યમાં 7લાખ 97 હજાર જેટલી એફઆઇઆર નોંધવામાં આવી છે, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ રાજસ્થાનની કાનુન વ્યવસ્થાની પોલ ખોલી નાખતા આંકડા જારી કર્યા છે કે 6337 રેપ કેસ રાજસ્થાનમાં થયા છે તે દેશમાં સર્વાધિક છે, આમ જોવા જઈએ તો રોજના 17 બળાત્કારની એવરેજ આવે છે અને આટલાથી ન અટકતા દરરોજ 7 નાગરિકોના મર્ડર રાજસ્થાનમાં થઈ રહ્યા છે, અને હાલમાં જ આવેલ આંકડા મુજબ દર 12 કિલોમીટરે રાજસ્થાન સરકારના એક અધિકારીની ટ્રેપ થઈ રહી છે, રાજસ્થાનમાં 32% જેટલો સૌથી ઊંચો બેરોજગારી દર છે અને વિધાનસભાના ફ્લોર પર સ્વીકાર્યું કે 70 લાખ બાળકોએ વિવિધ પરીક્ષાઓ આપી તેમાંથી માત્ર એક લાખ બાળકોને રોજગારી તેઓ આપી શક્યા છે બાકી બચેલ 69 લાખ બાળકોને તે રોજગારી આપી શક્યા નથી.રાજસ્થાનમાં હોસ્પિટલો બીમાર છે,નિશાળો લાચાર છે અને જનતા બેરોજગાર છે. અશોક ગેહલોતે અગર આ મોડેલ ગુજરાતમાં લાગુ કરવા માંગતા હોય તો ગુજરાતની જનતાને ચેતવાની જરૂર છે.
પુનીયાજીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કરતા રાજસ્થાન કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈતી હતી. રાજસ્થાનના રાજભવન બહાર સમગ્ર 4 વર્ષ દરમ્યાન બે-બે મુખ્યમંત્રીઓના નારા લાગે છે અને રાજસ્થાનના ધારાસભ્યોએ રાજીનામાના પત્રો મીડિયામાં વહેતા કરવા પડે છે.
અશોક ગેહલોત સરકાર કોરોનામાં પણ ખૂબ નિષ્ફળ રહી અને 50-50 દિવસ સુધી કોઈપણ કોંગ્રેસના મંત્રી જાહેરમાં ન દેખાયા. કોંગ્રેસનો આંતરિક કલહ, આંતરિક વિરોધ, ઘરના ઝઘડાના કારણે રાજસ્થાનની જનતાને ખૂબ મોટું નુકસાન થયું છે તે નજીકના ભવિષ્યમાં ભરપાઈ થાય તેવું લાગતું નથી. જે રીતે એક ગીત બહુ પ્રચલિત થયું હતું કે દિલ કે ટુકડે હજાર તેવી રીતે કોંગ્રેસ ટુકડા ટુકડામાં તૂટી ગઈ છે અપરાધમાં નંબર વન, બળાત્કારમાં નંબર વન, ભ્રષ્ટાચારમાં નંબર વન રાજસ્થાન મોડલથી સૌએ ચેતવું જોઈએ. આવનારી 2023ની રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાફ થઈ જવાની છે અને ભાજપાની પૂર્ણ બહુમત વાળી સરકાર રચાશે તેવો વિશ્વાસ પુનિયાજી એ વ્યક્ત કર્યો હતો.
આજની આ પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રવક્તા યમલભાઈ વ્યાસ,પ્રદેશ મીડિયા કન્વીનર ડૉ.યજ્ઞેશભાઈ દવે,સહ કન્વીનર ઝુબીનભાઈ આસરા અને રાજસ્થાન ભાજપા સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.