રાજસ્થાનના યુવાઓ માટે આનંદના સમાચાર છે. રાજસ્થાનમાં 40,000 લોકોને રોજગારી મળશે. વાસ્તવમાં, ગૌતમ અદાણીએ રાજસ્થાનમાં 65,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ આગામી 5 થી 7 વર્ષમાં રાજસ્થાનમાં 10,000 મેગાવોટ સૌર ઉર્જાનું ઉત્પાદન કરવા, સીમેન્ટ પ્લાન્ટનું વિસ્તરણ કરવા તેમજ જયપુર એરપોર્ટના મોડિફિકેશન માટે 65,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે.
પોર્ટ-ટૂ-એનર્જીમાં વિસ્તારમાં કારોબાર કરતું અદાણી જૂથ ઘરો તેમજ ઉદ્યોગો સુધી CNG પાઇપ ગેસ પહોંચાડવાની સાથે સાથે અક્ષય ઉર્જાના ક્ષેત્રમાં કામ કરી રહ્યું છે. તે વીજ ટ્રાન્સનિશન લાઇન ફેલાવવા ઉપરાંત સિટી ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ કામ કરે છે.
અદાણી જૂથ ક્યાં ક્યાં રોકાણ કરશે
રાજસ્થાન 2022ના સંમેલનને સંબોધિત કરતા ગૌતમ અદાણીએ કહ્યું હતું કે અદાણી જૂથ પહેલાથી રાજસ્થાનમાં મજબૂત હાજરી ધરાવે છે. જૂથ રાજસ્થાનમાં એક થર્મલ પાવર પ્લાન્ટને સંચાલિત કરવા ઉપરાંત સોલર પાર્કની સ્થાપના તેમજ રાજ્યના વીજ ઉત્પાદન એકમોને કોલસાની સપ્લાય કરે છે. તે ઉપરાંત અદાણી જૂથ 10,000 મેગાવોટ અક્ષય ઉર્જાનું ઉત્પાદન ક્ષમતા માટે 50,000કરોડ રૂપિયાનું રોકાણ કરી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તે તબક્કાવાર આગામી 5 વર્ષમાં કાર્યરત થશે. જૂથે માત્ર એક સપ્તાહ પહેલા રાજસ્થાનમાં દુનિયાના સૌથી મોટા વિન્ડ, સોલર અને સૌર હાઇબ્રિડ પાવર પ્લાન્ટનું કોમર્શિયલ સંચાલન ચાલુ કર્યું છે.
અંબુજા સીમેન્ટ્સ અને એસીસીના હસ્તાંતરણ બાદ અદાણી જૂથ પોતાની સીમેન્ટ ઉત્પાદન ક્ષણતાને બમણી કરવાનું વિચારી રહી છે. ગૌતમ અદાણીએ કહ્યું કે અમે રાજ્યમાં પોતાની નિર્માણ ઉત્પાદન ક્ષમતાને બમણી કરવા માટે વધુ 7,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઇ રહ્યા છે. જણાવી દઇએ કે અદાણી જૂથ જયપુર એરપોર્ટનું પણ સંચાલક છે.