રનવેનું સમારકામ થશે
એરપોર્ટ ઑપરેટર અદાણી જૂથ અનુસાર, 18 ઓક્ટોબર, 2022ના રોજ મુંબઇ એરપોર્ટના બંને ઇંટરસેક્ટિંગ રનવેનું સમારકામ હાથ ધરાશે. તેના મુખ્ય રનવે 9/27 અને બીજા રનવે 14/32થી દૈનિક અંદાજે 800 ફ્લાઇટ્સ સંચાલિત કરી શકાય છે. મોટી સંખ્યામાં ફ્લાઇટ્સની અવરજવર મામલે મુંબઇ એરપોર્ટ દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બીજા ક્રમાંકે આવે છે.
જાણો ક્યારે એરપોર્ટ બંધ રહેશે
અદાણી જૂથ અનુસાર 18 ઓક્ટોબરના રોજ રનવેનું સમારકામ ચાલુ થવાથી સવારે 11 કલાકથી લઇને સાંજે 5 વાગ્યા સુધી રનવે બંધ રાખવામાં આવશે. એ દર વર્ષે ચોમાસા બાદ રનવેના સમારકામનો ભાગ છે, જેથી કરીને ચોમાસામાં રનવે ખરાબ થતા તેને ફરીથી ઠીક કરી શકાય. સમારકામ દરમિયાન રનવે 14/32ની એજ લાઇટને પણ ઠીક કરવામાં આવશે અને એરોનોટિકલ ગ્રાઉન્ડ લાઇટને પણ અપગ્રેડ કરાશે.
એરપોર્ટ સંચાલકે શું કહ્યું
છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટનું કહેવું છે કે રનવે બંધ થવા દરમિયાન યાત્રિઓની સહુલિયત માટે પહેલા જ દરેક ફ્લાઇટ્સને રિ-શેડ્યુલ કરવામાં આવી છે. તેને કારણે મેનટેનન્સ દરમિયાન ફ્લાઇટ્સ પ્રભાવિત થવા છતાં યાત્રીઓને કોઇપણ અગવડ નહીં પડે. 18 ઓક્ટોબરે સવારે 11 વાગ્યાથી લઇને સાંજે 5 કલાક વચ્ચેની દરેક ફ્લાઇટ્સને તેની પહેલા અથવા પછીના સમયે રિ-શેડ્યૂલ કરવામાં આવી છે.