શ્રાવણ માસમાં બુધવારને પણ ખુબ જ ખાસ માનવામાં આવે છે,રૂદ્રાક્ષ અને દીપદાનથી મળે છે પુણ્ય આ શુભ સંયોગમાં ભગવાન શિવ સાથે વિષ્ણુની પૂજા કઈ રીતે કરવી.
શ્રાવણ માસએ ભગવાન શિવનો પ્રિય મહિનો છે. શિવપુરાણ અનુસાર આ દિવસોમાં ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે અને શ્રાવણ મહિનો 16 સપ્ટેમ્બર સુધી ચાલશે બીજી તરફ, ભવિષ્ય અને વિષ્ણુધર્મોત્તર પુરાણ અનુસાર, શ્રાવણ મહિનામાં ભગવાન વિષ્ણુનો અભિષેક અને પૂજા કરવાથી તમામ પ્રકારના દોષ દૂર થાય છે. આ દિવસે વ્રત રાખીને દાન આપવામાં આવે છે. આ સાથે તુલસીની પૂજા કરવાની રીત પણ જણાવવામાં આવી છે. ભગવાન હરિ એટલે કે વિષ્ણુજી અને હર એટલે કે શિવજીની પૂજાના કારણે આ દિવસને ઉત્સવ પણ કહેવામાં આવે છે.
શ્રાવણના બુધવારે ભગવાન વિષ્ણુ-લક્ષ્મીની પૂજા કરવી
શ્રાવણ મહિનાના બુધવારે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીનો અભિષેક કરવો જોઈએ. પૂજા સમયે દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરીને અભિષેક કરો. એ જ રીતે બાલ ગોપાલનો અભિષેક. શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપને માખણ-સાકરનો નૈવૈદ્ય ધરાવો.
તુલસી પૂજાઃ આ દિવસે સૂર્યોદય પહેલા જાગીને તીર્થ સ્નાન કરવું જોઈએ. આ પછી, તાંબાના પાત્રમાં સ્વચ્છ પાણી ભરો, તેમાં ગંગા જળના થોડા ટીપાં નાખો, પછી તુલસીના છોડને જળ ચઢાવો. ત્યારબાદ કુમકુમ, ચંદન, અક્ષત, હળદર, મહેંદી અને ફૂલ અર્પણ કર્યા પછી ઘીનો દીવો કરવો. સાંજે સૂર્યાસ્ત સમયે પણ દીવો પ્રગટાવવો જોઈએ.
શિવ પૂજાઃ શ્રાવણ માસ હોવાથી આ દિવસે શિવલિંગને તાંબાના પાત્રમાં જળ અર્પિત કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. મંત્ર જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઈએ. ભગવાનને બિલ્વપત્ર અને ધતુરા પણ અર્પણ કરો. દીવો અને કપૂર પ્રગટાવીને આરતી કરો.
શું દાન કરવું
શ્રાવણ મહિનાના બુધવારે જરૂરિયાતમંદ લોકોને કપડાં, ભોજન, ફળોનો રસ, મીઠું, ચંપલ અને છત્રી દાન કરવાનો નિયમ છે. આ દિવસે ઘી, ગોળ, કાળા તલ, રૂદ્રાક્ષ અને દીવો પણ દાન કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓના દાનથી મળતું પુણ્ય લાંબા સમય સુધી શુભ ફળ આપે છે. આ સાથે જાણ્યે-અજાણ્યે કરેલા તમામ પ્રકારના પાપોનો પણ અંત આવે છે.