સુરતમાં ટ્રાફિક જવાનો કામના સમયે કરી રહ્યા છે આરામ જે જોઈને તમે પણ ચોકી જશો…
સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા ખૂબ મોટા પાયે ઉઘરાણા કરતા હોવાની બૂમરાણ મચી હતી અને બેફામ રીતે ટ્રાફિક જવાન તેમજ અન્ય સ્થાનિક લોકોની મદદથી ઉઘરાણા કરતાં હોવાની ફરિયાદો ચારે તરફ ઉઠી છે ત્યારે આજે જો વાત કરીએ તો તાજેતરમાં ટ્રાફિક જવાનની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે આમ તો ઘણી વખત સુરત ટ્રાફિક બ્રિગેડની કામગીરી પર અનેક ફરિયાદો થઈ છે ત્યારે આજે સુરતના અમરોલી માનસરોવર સર્કલ પાસે એક યુવક પોતાના વાહન મારફતે જઈ રહ્યા હતા તે દરમિયાન રોડ પર રોંગ સાઈડમાં એક ઈસમ બેદરકારીથી આવી રહ્યો તે દરમિયાન ટ્રાફિક જવાન દ્વારા કાયદાકીય ભગલા ભરવાના બદલે તે પોતાની મઝામાં મશગુલ થઈને આરામ કરી રહ્યા છે
સુરત સહિત સમગ્ર ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં ખાખી નો રોફ સામે આવી રહ્યો છે. આમ તો ખાખી પહેરનાર લોકોના રક્ષક હોય છે પરંતુ જે ઘટનાઓ સામે આવી રહી છે તે ઘટનાઓ જોતાં સૌ કોઈ કહી ઊઠે છે કે હવે તો રક્ષક ખુદ ભક્ષક બન્યા છે. અમરોલી અંડરબ્રિજ નજીક આજે રોજ ટ્રાફિક વોર્ડન દ્વારા રોંગ સાઈડ પરથી આવતા ઈસમને અટકવાવાને બદલે તેને પ્રોત્સાહિત કરી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક ઈસમ રોંગ સાઈડ પરથી આવી રહ્યો હતો ત્યારે તે અંગે અન્ય એક યુવક દ્વારા ટ્રાફિક પોલીસને ફરિયાદ કરવામાં આવી ત્યારે ફરજ પરના ટ્રાફિક જવાને ગેરવર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે. તેનાથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આમ તો સુરત પોલીસ દ્વારા અનેક વખત મોટી મોટી વાતો કરવામાં આવતી હોઈ છે પરંતુ તેમ છતાં આવી ઘટના સામે આવતા લોકોના મનમાં એક સવાલ અચૂક ઉભો થાય છે કે ક્યાં સુધી ગૃહમંત્રીના શહેરમાં આ બધી બેદરકારીનો ભોગ સામાન્ય જનતાએ બનવું પડશે ?ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ ઘટના પર પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવશે ખરા?