PM Modi Spain PM Pedro Sanchez Talk: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝે બુધવારે (15 ફેબ્રુઆરી) ના રોજ યોજાયેલી વાતચીતમાં બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા વિશે ચર્ચા કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝ સાથે વાત કરી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (15 ફેબ્રુઆરી) તેમના સ્પેનિશ સમકક્ષ પેડ્રો સાંચેઝ સાથે વાત કરી. વડાપ્રધાન સાંચેઝે ભારતના G-20 અધ્યક્ષ પદને સંપૂર્ણ સમર્થન આપવાની વાત કરી છે.
પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની વાત કરી છે. બંને નેતાઓએ તેમના સત્તાવાર હેન્ડલ્સ પરથી ટ્વિટ કરીને આ વાતચીતની માહિતી પણ આપી હતી.