ગોવા એરપોર્ટઃ ઓથોરિટીએ ગોવાના ડાબોલિમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વ્હીલચેર, PRM સહાય અને ટ્રોલી માટે કોઈ પૈસા ચૂકવવાના નથી. અહીં એક વિકલાંગ વિદેશી મહિલા પાસેથી બળજબરીથી પૈસા વસૂલવામાં આવ્યા હતા.
એરપોર્ટ કર્મચારી સામે પેસેન્જરની ફરિયાદઃ ગોવા ઈન્ટરનેશનલ એરપોર્ટથી લંડન જઈ રહેલી એક બ્રિટિશ નાગરિકે આરોપ લગાવ્યો હતો કે ત્રણ કર્મચારીઓએ તેની પાસેથી 4,000 રૂપિયા લીધા હતા. આ આરોપની તપાસ બાદ ગોવાના ડાબોલિમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કામ કરતા ત્રણ કર્મચારીઓની ઓળખ કરવામાં આવી છે. આ સાથે આ આરોપીઓ સામે કાર્યવાહી કરવાનું પણ કહેવામાં આવ્યું છે.
આ મામલે વિકલાંગ વ્યક્તિઓના કમિશનરને 13 ફેબ્રુઆરી સુધીમાં રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે 4 ફેબ્રુઆરીના રોજ 62 વર્ષીય દિવ્યાંગ કેથરીન ફ્રાન્સિસ વોલ્ફી TUI એરલાઈન્સ સાથે ગોવાથી લંડન ગેટવિક એરપોર્ટ જઈ રહી હતી. તે દરમિયાન ખાનગી એજન્સીના બે કર્મચારીઓએ તેને મદદ કરવાના નામે ધમકી આપી હતી અને રૂપિયા 4 હજારની માંગણી કરી હતી. કર્મચારીઓએ વિકલાંગો પાસેથી વિદેશી ચલણની પણ માંગણી કરી હતી.
બંને કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા
આ મામલે ફરિયાદ મળતાં તપાસ હાથ ધરી હતી. જેમાં એક સ્ટાફ લોડર અને ટ્રોલી રીટ્રીવિંગ એજન્સીના બે કર્મચારીઓએ નિયમોની વિરુદ્ધ જઈને વિકલાંગ મુસાફર સાથે બોલાચાલી કરી હોવાનું બહાર આવ્યું હતું. આ મામલાની તપાસ બાદ એજન્સીએ બંને કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
ઘટનાની સખત નિંદા કરીએ છીએ
મીડિયા રિપોર્ટ્સમાં પ્રાપ્ત માહિતી અનુસાર, ગોવાના ડાબોલિમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વ્હીલચેર, PRM સહાય અને ટ્રોલી માટે એરપોર્ટ ઓથોરિટીને કોઈ પૈસા ચૂકવવાના નથી. એરપોર્ટે આ ઘટનાની સખત નિંદા કરી છે. આ ઉપરાંત ભવિષ્યમાં અન્ય કોઈ મુસાફર સાથે આવી ઘટના ન બને તે માટે મુસાફરોને જાગૃત કરવા માટે કહેવામાં આવ્યું છે.