ગયા મહિને, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે, સરકારી જાહેરાતોની આડમાં રાજકીય પ્રચારનો આરોપ લગાવતા, દિલ્હીના મુખ્ય સચિવને 2015-2016માં જાહેરાતો પર કરવામાં આવેલ ખર્ચ આમ આદમી પાર્ટી પાસેથી વસૂલવા નિર્દેશ આપ્યો હતો.
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ₹164 કરોડની રિકવરી નોટિસ મળી છે. દિલ્હી સરકારના ડીઆઈપી સચિવે આ રિકવરી નોટિસ મોકલી છે. આ સાથે જ રૂપિયા જમા કરવા માટે કહેવામાં આવ્યું છે.
ગયા મહિને, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે, સરકારી જાહેરાતોની આડમાં રાજકીય પ્રચારનો આરોપ લગાવતા, દિલ્હીના મુખ્ય સચિવને 2015-2016માં જાહેરાતો પર કરવામાં આવેલ ખર્ચ આમ આદમી પાર્ટી પાસેથી વસૂલવા નિર્દેશ આપ્યો હતો.
લેફ્ટનન્ટ ગવર્નરની સૂચના બાદ દિલ્હી સરકારના સૂચના અને પ્રચાર નિર્દેશાલયે આ નોટિસ જાહેર કરી છે.