Rashifal

મંગળવારનું રાશિફળ:કર્ક, વૃષભ સહિત 6 રાશિના જાતકો માટે મંગળવારનો દિવસ શુભ રહેશે, નવાં કામ અને નાણાંકીય લાભ માટે સારો દિવસ

10 જાન્યુઆરી, મંગળવારના રોજ પ્રીતિ તથા આનંદ નામના બે શુભ યોગ છે. વૃષભ તથા મિથુન રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સારો રહેશે. કન્યા રાશિના જાતકોને અટકેલા પૈસા પરત મળી શકે છે. વૃશ્ચિક રાશિના જાતકોની આર્થિક પ્રગતિ થશે. આ ઉપરાંત તુલા રાશિને નુકસાન થવાની શક્યતા છે. મકર રાશિના જાતકો આર્થિક બાબતમાં સંભાળીને રહે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

10 જાન્યુઆરી, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– પોતાના દરેક કામને ભાવનાને બદલે વ્યવહારિક રીતે પૂરા કરવા પ્રયત્નો કરવા. સંબંધી અને પડોશીઓ સાથે રિલેશનમાં મધુરતા આવશે.

નેગેટિવઃ– કોઈ નજીકના સંબંધીની મેરિડ લાઈફમાં તકલીફ થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં ઘણી તકલીફો આવશે પણ વધારે સ્ટ્રેસ ના લો. જલ્દી બધું સારું થઈ જશે.

વ્યવસાયઃ– ધંધામાં સતર્ક રહેવું જરૂરી છે. હાલનાં સમયે વધારે મહેનત કરવી પડશે અને લાભ ઓછો મળશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ખટપટ રહેશે. થોડો સમય મનોરંજન માટે પસાર કરવો.

સ્વાસ્થ્યઃ– હાલનાં વાતાવરણને લીધે શરીરમાં થોડો દુખાવો અને તાવ આવશે.

…………………………………………

વૃષભઃ

પોઝિટિવઃ– ધાર્મિક અને આધ્યાત્મિક કામમાં સમય પસાર કરવો. તેનાથી માનસિક અને આત્મિક શાંતિ મળશે. પ્રોપર્ટી સંબંધિત કામ પૂરા થઈ શકે છે.

નેગેટિવઃ– તમારી બેદરકારીને લીધે કામમાં અડચણ આવી શકે છે. કોઈ પણ પ્રકારના પેપરવર્ક કરતી વખતે ધ્યાન રાખવું

વ્યવસાયઃ– વધારે સ્ટ્રેસ ના લેવો અને પ્લાનિંગ પ્રમાણે કામ કરવું. સરકારી નોકરી કરતા લોકોને મહત્ત્વપૂર્ણ ઓથોરિટી મળી શકે છે.

લવઃ– રિલેશનશિપ મેરેજમાં ફેરવાય તેના યોગ છે.

સ્વાસ્થ્યઃ– શરદી, ઉધરસ અને ગળા સંબંધિત તકલીફમાં બેદરકારી ના કરવી.

…………………………………………

મિથુનઃ

પોઝિટિવઃ– આજની દિનચર્યામાં કઈક પરિવર્તન લાવવા પ્રયત્નો કરવા તેનાથી કાર્ય ક્ષમતા વધશે. સંતાનના કરિયર સંબંધિત માહિતી માટે મહત્ત્વની સલાહ મળશે.

નેગેટિવઃ– સંબંધમાં ઝઘડા થશે. ગુસ્સા પર કાબુ મેળવવો. જોખમી કામોથી દૂર રહેવું.

વ્યવસાયઃ– પબ્લિક રિલેશન વધારે મજબૂત બનાવો. કામની ક્વોલિટી પર પણ ધ્યાન આપો. ધંધાની જાહેરાત ચાલુ રાખો.

લવઃ– જીવનસાથી અને પરિવારનો સાથ મળશે. ઘર અને બાળક માટે સમય કાઢવો.

સ્વાસ્થ્યઃ– માનસિક સ્થિરતા માટે મેડિટેશન જરૂરી છે.

…………………………………………

કર્કઃ

પોઝિટિવઃ– તમારા કામ પ્રત્યે સમર્પિત રહો. આજની ગ્રહ સ્થિતિ તમારા માટે સારી છે. અચાનક કોઈ અજાણ્યા વ્યક્તિ સાથેની મુકાલાતથી ફાયદો થશે.

નેગેટિવઃ– કોર્ટ કેસનું સોલ્યુશન આવશે. મનમાં નેગેટિવિટી ના આવવા દો. થોડો સમય એકાંતમાં બેસીને આત્મ ચિંતન કરો.

વ્યવસાયઃ– માર્કેટિંગ અને મીડિયાના કામ સારી રીતે પૂરા થઈ જશે. તમારા પ્લાન વિશે કોઈને ના કહો.

લવઃ– રિલેશનશિપમાં ખુશ રહેશો.

સ્વાસ્થ્યઃ– હેલ્થ સારી રહેશે પણ હાલનાં વાતાવરણમાં ધ્યાન રાખવું.

…………………………………………

સિંહઃ

પોઝિટિવઃ– પારિવારિક સુખ સુવિધાઓ સંબંધી વસ્તુઓની શૉપિંગમાં મધુર સમય પસાર થશે. વધારે ખર્ચો થશે. આવકના સાધન હોવાથી તણાવ નહિ રહે. નજીકના મિત્રના ત્યાં ધાર્મિક સમારોહમાં જવાનો અવસર થશે.

નેગેટિવઃ– કેટલોક સમય સામાજીક તથા સોસાયટીની ગતિવિધિઓમાં પણ પસાર કરો. તેનાથી સંપર્ક વધશે અને નવા અનુભવ મળશે. ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્ય અંગે વ્યસ્તતા રહેશે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં આંતરિક સુધારો અથવા સ્થાનમાં કેટલાક ફેરફારની આવશ્યકતા છે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિના યોગદાનથી પરિસ્થિતિ સારી રહેશે.

લવઃ– જીવનસાથીની અસ્વસ્થતાને કારણે ઘરની વ્યવસ્થા અસ્ત વ્યસ્ત થઈ શકે છે. તમારો સહયોગ સંબંધોમાં વધારે મધુરતા લાવશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે. હાલના વાતાવરણને ધ્યાનમાં રાખી ડાયટ લો.

…………………………………………

કન્યાઃ-

પોઝિટિવઃ– નજીકના કોઈ સંબંધી તમારા ઘરે આવી શકે છે. તમારી પ્રભાવશાળી વાણી દ્વારા તમે પોતાના પ્રભાવ બીજા પર રાખી શકશો. જે કાર્ય પૂરું કરવાના પ્રયાસમાં છો તેને લગતી ગતિવિધિ આગળ વધશે.

નેગેટિવઃ– અજાણી વ્યક્તિ સાથે મહત્ત્વપૂર્ણ વાતચીત અને કાર્ય કરતાં પહેલાં તેના વિશે જાણી લો. નાનકડી બેદરકારી તમને નુક્સાન પહોંચાડી શકે છે.

વ્યવસાયઃ– હાલ વ્યવસાયમાં કોઈ પરિવર્તનની ઈચ્છા ન કરો. હાલની સ્થિતિ પર ધ્યાન આપો. રોકાયેલા પૈસાની ઉઘરાણી માટે સારો સમય છે.

લવઃ– પરિવારના સભ્યો સાથે મનોરંજન અને વાર્તાલાપમાં સમય પસાર થશે. પ્રેમ સંબંધ મર્યાદા પૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ– ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશર સંબંધિત ટેસ્ટ નિયમિત કરાવો. બેદરકારીથી તમને નુક્સાન થઈ શકે છે.

…………………………………………

તુલાઃ

પોઝિટિવઃ– આજે ગ્રહ-ગોચર પૂર્ણ રીતે તમને સહયોગ આપશે. પોતાનાં કર્મ અને પુરુષાર્થ દ્વારા તમે ઉપલબ્ધિઓ હાંસલ કરી શકશો. યુવા વર્ગ આળસ છોડી લક્ષ્ય પર ધ્યાન આપે.

નેગેટિવઃ– વિપરિત પરિસ્થિતિને કારણે મન વિચલિત અને નિરાશા રહેશે. ધીરજ અને સંયમ રાખો. પૈસાની લેવડ દેવડમાં કોઈના પર ભરોસો ન કરો.

વ્યવસાયઃ– વ્યવસાયમાં પોતાના વિરોધીઓની ગતિવિધિઓ પર નજર રાખો. ધંધામાં કોઈ નવો પ્રયોગ કરવો લાભદાયક રહેશે.

લવઃ– વિપરિત પરિસ્થિતિઓમાં જીવન સાથીને સહયોગ આપો. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ– ઘણા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યામાંથી રાહત મળશે. સ્વસ્થ રહેવા માટે પ્રાકૃતિક રીત અપનાવો.

…………………………………………

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– પૈસાના ઉધાર પરત લેવા માટે સારો સમય છે. જૂના સંબંધી સાથે મતભેદ દૂર થઈ શકે છે.

નેગેટિવઃ– સારા સંબંધ જળવાઈ રહે તે માટે જૂની નકારાત્મક વાતોને વર્તમાન પર હાવી ન થવા દો. વિપરિત જાતિના વ્યક્તિ સાથે વાતચીત દરમિયાન મહિલાઓ ધ્યાન રાખે નહિ તો બદનામી થઈ શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં આજે કોઈ મુશ્કેલી આવી શકે છે. અજાણી વ્યક્તિ સાથે ડીલ કરતાં પહેલાં ધ્યાન રાખો. ઓફિશિયલ યાત્રા લાભદાયક સાબિત થઈ શકે છે.

લવઃ– પરિવારના લોકો સાથે સારો વ્યવહાર રહેશે. પ્રેમ સંબંધમાં કેટલાક મતભેદ હોવાથી અંતર આવી શકે છે.

સ્વાસ્થ્યઃ– એસિડિટીની સમસ્યા થઈ શકે છે. આયુર્વેદિક વસ્તુનું સેવન તમને સ્વસ્થ રાખશે.

…………………………………………

ધનઃ

પોઝિટિવ – છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી કોઈપણ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે અને તમે પૂર્ણ ઉર્જા સાથે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. તમારું સકારાત્મક વલણ અને વિચારસરણી તમને ઘર અને વ્યવસાયમાં સુમેળતા જાળવવામાં મદદ કરશે.

નેગેટિવ – બીજાની બાબતોમાં દખલ ન કરવી. નહીંતર તમારી છબી કોઈ કારણ વગર લોકોમાં ખરાબ થઈ શકે છે. પરિસ્થિતિને મજબૂત બનાવવા માટે કોઈ અયોગ્ય કૃત્યનો આશરો ન લો. તેના બદલે તમારા કાર્યોને સરળ રીતે કરો.

વ્યવસાય – આજે વેપારમાં ઘણી મહેનત કરવી પડશે. પરંતુ તેના સકારાત્મક પરિણામો પણ આવશે. વિસ્તરણ યોજનાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. વ્યવસાયને આગળ વધારવા માટે કેટલાક નવા સાહસો અને યોજનાઓ બનાવવાની પણ જરૂર છે.

લવ – પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજો દૂર થશે. વિપરીત લિંગના મિત્ર સાથે મુલાકાત દિવસને વધુ સુખદ બનાવશે.

સ્વાસ્થ્ય – ઉધરસ, શરદી જેવી હળવી મોસમી સમસ્યાઓ રહી શકે છે. તેને કોઈપણ રીતે અવગણશો નહીં.

…………………………………………

મકરઃ

પોઝિટિવ – રાજકીય અને મહત્ત્વના લોકો તરફથી લાભ મળશે. જે કામ લાંબા સમયથી અટકેલું અથવા અટવાયેલું હતું આજે એ થોડા પ્રયત્નોથી પૂર્ણ થઈ શકે છે. ભાઈઓ સાથે ચાલી રહેલા કોઈપણ વિવાદને શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરો.

નેગેટિવ – વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. નકામા ખર્ચમાં પણ ઘટાડો થશે. લાગણીશીલતા અને ઉદારતા જેવી તમારી નબળાઈઓને દૂર કરવી જરૂરી છે કારણ કે, આ કારણે કેટલાક લોકો તમારો ફાયદો પણ ઉઠાવે છે.

વ્યવસાય – અત્યંત ગંભીરતાસાથે ધંધાકીય કાર્ય હાથ ધરો. બેદરકારીને કારણે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. પૈસા સંબંધિત નુકસાન પણ થઈ શકે છે. અત્યારે વ્યવસાયમાં નવું રોકાણ કરવા માટે સમય અનુકૂળ નથી.

લવ – વૈવાહિક જીવન સુખમય રહેશે. પ્રેમ સંબંધો રચાઈ શકે છે.

સ્વાસ્થ્ય – શારીરિક નબળાઈ અને શરીરમાં દુખાવો જેવી સમસ્યાઓ રહેશે. તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખો.

…………………………………………

કુંભઃ

પોઝિટિવ – બાળકોને તેમના અભ્યાસ કે કરિયર સાથે જોડાયેલી સમસ્યાઓનો કોઇ ઉકેલ મળવાથી રાહત મળશે. કોઈ મહત્ત્વપૂર્ણ માહિતી કોઈ સંબંધી અથવા મિત્ર દ્વારા પ્રાપ્ત થશે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

નેગેટિવ – આર્થિક દૃષ્ટિકોણથી સમય અનુકૂળ નથી. તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો. નહીંતર કોઈ તમારો લાભ લઈ શકે છે. નકામી પ્રવૃત્તિઓમાં નાણાંનો વ્યય થવાની સંભાવના છે. જમીન અથવા વાહન સંબંધિત લોન લેતાં પહેલાં કોઈની સલાહ લો.

વ્યવસાય – જો વ્યાપારમાં વિસ્તરણ માટે કેટલીક નવી યોજનાઓની ચર્ચા કરવામાં આવે તો વધુ સારા પરિણામો પણ બહાર આવશે. સેલ્સ ટેક્સ, જીએસટી વગેરે સંબંધિત કામ ઝડપથી પૂર્ણ કરો. કોઈ મોટા અધિકારી કે રાજકારણી સાથે તમારી મુલાકાત લાભદાયી સાબિત થશે.

લવ – પતિ-પત્ની વચ્ચે પરસ્પર તાલમેલનો થોડો અભાવ રહેશે. સમસ્યાઓ શાંતિથી હલ કરવાનો પ્રયાસ કરો.

સ્વાસ્થ્ય – ગેસ અને પેટ સંબંધિત સમસ્યાઓ રહેશે. તેલયુક્ત ખોરાક ખાવાનું ટાળો.

…………………………………………

મીનઃ

પોઝિટિવ – નસીબ અને ગ્રહોની સંક્રાંતિ આ સમયે તમારા માટે શુભ તકો સર્જી રહી છે. સમયનો સારો ઉપયોગ કરો. જે કામ ઘણા સમયથી પેન્ડીંગ હતું તે પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. તમને પરિવારની જરૂરિયાતો પૂરી કરવામાં પણ આનંદ થશે.

નેગેટિવ – કેટલાક લોકો ઈર્ષ્યાથી તમારી ટીકા કરી શકે છે. નકારાત્મક વલણ ધરાવતા લોકોથી દૂર રહો. કેટલીકવાર ઉતાવળમાં અને વધારે ઉત્સાહમાં કરેલું કામ બગડી શકે છે. બાળકો સાથે પણ થોડો સમય વિતાવો.

વ્યવસાય – ધંધામાં વધુ મહેનત અને ખંતની જરૂર છે. કામ વધારવાની યોજનાથી કાર્ય સમાપ્ત થશે. પરંતુ હજુ વધુ ચર્ચા કરવાની જરૂર છે. નાણાકીય સ્થિતિ સામાન્ય રહેશે.

લવ – પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. પ્રેમ સંબંધોમાં પડવાથી તમારી કારકિર્દી સાથે કોઈપણ રીતે સમાધાન ન કરો.

સ્વાસ્થ્ય – મોસમી રોગોથી સાવધ રહો અને તમારી આદતો અને દિનચર્યાને ખૂબ જ વ્યવસ્થિત રાખો.

Leave a Reply

Your email address will not be published.