news

Video: કોંગોમાં ભારે વરસાદ, પૂરના કારણે 141ના મોત, તૂટેલા રસ્તા, જનજીવન મુશ્કેલીમાં

કિન્શાસા પ્રાંતીય જાહેર આરોગ્ય મંત્રાલયના નિવેદન અનુસાર ભારે વરસાદમાં 141 લોકોના મોત થયા હતા, જ્યારે 38,787 ઘરો પાણીમાં ડૂબી ગયા હતા.

કિંશાસા: આફ્રિકન દેશ કોંગોની રાજધાની કિંશાસાના બાહ્ય જિલ્લાઓમાં સોમવારે મોડી રાતથી મંગળવારની વહેલી સવાર સુધી ભારે વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 141 લોકોના મોત થયા છે. મંગળવારે મોડી રાત્રે સ્થાનિક અધિકારીઓ દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. કિન્શાસા પ્રાંતીય જાહેર આરોગ્ય મંત્રાલયના નિવેદન અનુસાર ભારે વરસાદમાં 141 લોકોના મોત થયા હતા, જ્યારે 38,787 ઘરો પાણીમાં ડૂબી ગયા હતા. ત્યાં લગભગ 280 મકાનો ધરાશાયી થયા.

અધિકારીઓએ NH-1ને પણ નુકસાનની જાણ કરી હતી, જે કિન્શાસાને બંદર શહેર મટાડી સાથે જોડે છે. આ એક વ્યસ્ત માર્ગ છે અને તેના કારણે મોન્ટ-નગાફુલા જિલ્લાનો સંપર્ક તૂટી ગયો છે.

Leave a Reply

Your email address will not be published.