dhrm darshan

મંગળવારનું રાશિફળ:મંગળવારે મેષ, મીન સહિત 5 રાશિના જાતકો માટે સારો દિવસ રહેશે, અણધાર્યો ફાયદો થશે, કામ પૂરાં થશે

13 ડિસેમ્બર, મંગળવારના રોજ આનંદ યોગને કારણે મેષ રાશિના બિઝનેસ કરતા જાતકોને સારા ઓર્ડર મળી શકે છે. નવા એગ્રીમેન્ટ થવાની સંભાવના છે. વૃશ્ચિક રાશિને અટકેલા પૈસા પરત મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ધન રાશિને મુશ્કેલીમાંથી રાહત મળી શકે છે. કુંભ તથા મીન રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ શુભ છે. આ ઉપરાંત કર્ક રાશિના નોકરિયાત વર્ગને મુશ્કેલી પડી શકે છે. મકર રાશિના બિઝનેસ કરતા જાતકોએ સાવચેતી રાખવી. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય છે.

13 ડિસેમ્બર, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– તમારું કોઈ સપનું સાકાર કરવા માટે મહેનત અને આત્મવિશ્વાસની જરૂરિયાત છે. આ ગુણ તમારી અંદર વિદ્યમાન છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાને લગતી પરીક્ષામાં સારું પરિણામ મળશે. મોટાભાગના કામ વ્યવસ્થિત રીતે સંપન્ન થતાં જશે.

નેગેટિવઃ– ક્યારેક આળસના કારણે તમારા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. તમારી બોલચાલની રીત નરમ રાખો. ખરાબ શબ્દોનો પ્રયોગ કરવાથી સંબંધ ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ– બિઝનેસ પાર્ટીઓ સાથે સંપર્કમાં રહો.

લવઃ– પતિ-પત્નીના એકબીજા સાથે સંબંધ સારા જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ– કોઈ-કોઈ સમયે થાક અને નબળાઈ અનુભવ થઈ શકે છે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– આ સમયે ગ્રહ ગોચર ખૂબ જ અનુકૂળ છે. તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર તમને યોજનાબદ્ધ રીતે કાર્ય સંપન્ન કરવામાં મદદ કરશે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું યોગદાન જળવાયેલું રહેશે.

નેગેટિવઃ– ઈગો અને અતિ આત્મવિશ્વાસની ભાવના તમારી નબળી છે. તેના ઉપર કાબૂ રાખો. અજાણ્યા વ્યક્તિઓ સાથે ધનને લગતી લેવડ-દેવડ કરતી સમયે સાવધાની જાળવો.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ યથાવત ચાલતી રહેશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ વધારે ગાઢ બની શકે છે.

સ્વાસ્થ્યઃ– ગરમીના કારણે માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યા વધી શકે છે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– કોઈ અટવાયેલું સરકારી કામ આજે પૂર્ણ થઈ શકે છે. એટલે સંપૂર્ણ ધ્યાન તેના ઉપર કેન્દ્રિત રાખો. આજનો દિવસ તમારા સપના અને મહત્ત્વકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ખૂબ જ અનુકૂળ છે.

નેગેટિવઃ– ઘરના વડીલોનું સન્માન જાળવી રાખો. કોઇ બહારના વ્યક્તિના કારણે ઘરમાં થોડો તણાવ રહી શકે છે. રૂપિયા-પૈસાના મામલે કોઈના ઉપર પણ વિશ્વાસ ન કરીને બધા નિર્ણય જાતે જ લેવાં.

વ્યવસાયઃ– મીડિયા તથા માર્કેટિંગને લગતા વ્યવસાયમાં યોગ્ય સફળતા મળી શકે છે

લવઃ– પરિવારમાં સારું વાતાવરણ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– વાહન દ્વારા કે કોઇ જગ્યાએ પડી જવાથી ઈજાની સ્થિતિ બની શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– થોડા સમયથી ચાલી રહેલી કોઈ પરેશાનીથી આજે થોડી રાહત મળી શકે છે. પોઝિટિવ વિચાર રાખવાથી પરિસ્થિતિઓ આપમેળે જ સામાન્ય થઈ જશે. બાળકોનું ધ્યાન પણ અભ્યાસમાં રહેશે.

નેગેટિવઃ– બાળકોની કોઈ ભૂલને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો. કોઇ વડીલના સ્વાસ્થ્યને લગતી સમસ્યા આવવાથી તમારી દિનચર્યા થોડી અસ્ત-વ્યસ્ત થઈ શકે છે. આ સમયે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે વધારે ધ્યાન આપો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારી દૃષ્ટિ અતિ જરૂરી છે.

લવઃ– જીવનસાથીનો ભાવનાત્મક સહયોગ તમારા આત્મબળ અને આત્મવિશ્વાસને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ– એસિડિટી અને ગેસની સમસ્યાથી રાહત મેળવવા માટે તમારી દિનચર્યા અને ખાનપાનને સંતુલિત જાળવી રાખો.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– આજનો દિવસ ખૂબ જ પોઝિટિવ પસાર થશે. તમે કશુંક નવું કરવાનું વિચારશો. નવી ઊર્જાનો પ્રભાવ તમારી અંદર અનુભવ કરશો. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે આજનો દિવસ અનુકૂળ છે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે કોઈપણ નિર્ણય લેવામા તમે વધારે સમય લગાવશો તો યોગ્ય તક હાથમાંથી સરકી શકે છે. અન્ય લોકોની સલાહ ઉપર અમલ કરતી સમયે હાલ દરેક સ્તરે વિચાર કરી લેવો.

વ્યવસાયઃ– પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં પાર્ટનર સાથે ચાલી રહેલી ગતિવિધિઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલો.

લવઃ– પતિ-પત્નીનો એકબીજા સાથે સારો તાલમેલ જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– ગરમીના કારણે થાક અને નબળાઈ અનુભવ થઈ શકે છે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– હ્રદયની જગ્યાએ દિમાગથી નિર્ણય લેવા. ભાવનાઓમાં વહીને તમે તમારું જ નુકસાન કરી શકો છો. જોકે, તમારી કાર્યક્ષમતાના બળે કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય યોગ્ય રીતે કરી લેશો. કોઇ સંબંધી ઘરમાં આવવાથી અને વાર્તાલાપ દ્વારા સુખમય વાતાવરણ બની રહેશે.

નેગેટિવઃ– તમારા વિરોધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો. તેના કારણે તમારા નજીકના લોકો સાથે પણ સંબંધ ખરાબ થઈ શકે છે. આ સમયે કોઈપણ પ્રકારની યાત્રા કરવી નુકસાનદાયી રહેશે. આ સમય વ્યક્તિગત કાર્યોને પૂર્ણ કરવાનો છે.

વ્યવસાયઃ– માર્કેટિંગ તથા ઓનલાઇન કાર્યોમાં વધારે ધ્યાન આપો. કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ સાથે ચાલી રહેલ કોઈ જૂનો મતભેદ પણ આજે ઉકેલાઈ શકે છે. સાવધાન રહેવું પણ જરૂરી છે. ઓફિસમાં કોઇ સહયોગીની મદદથી તમે તમારો ટાર્ગેટ પૂર્ણ કરવામાં સફળ રહેશો.

લવઃ– ઘરનું વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ– એલર્જી તથા ઉધરસની મુશ્કેલી રહી શકે છે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– દિવસની શરૂઆતમાં જ તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોને લગતી રૂપરેખા બનાવી લો. કેમ કે બપોર પછી પરિસ્થિતિ તમારા પક્ષમા ખૂબ જ અનુકૂળ રહેશે. યુવાઓ કોઈ મન પ્રમાણે કાર્ય પૂર્ણ થવાથી સુકૂન પ્રાપ્ત કરશે.

નેગેટિવઃ– ઘરના વડીલોની વિશેષ દેખરેખ અને આદર-માન જાળવી રાખો. જેથી તેઓ પોતાને સુરક્ષિત અનુભવ કરે. કોઇ-કોઇ સમયે ભાવુકતા અને આળસના કારણે બનતા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે.

વ્યવસાયઃ– વેપારને લગતી દરેક ગતિવિધિઓ ઉપર નજર રાખો.

લવઃ– મિત્રો સાથે ફેમિલી ગેટ-ટુ-ગેધર થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– થાક અને નબળાઈ પણ રહી શકે છે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– આજે કોઈ કામમાં લાભ પ્રાપ્ત થવાની શક્યતા છે. તમારા કાર્યો પ્રત્યે ફોકસ રહો. તમારી પ્રતિભા અને નોલેજને ઓળખો. આ સમયે મહેનત કરશો તો નજીકના સમયમાં તમને યોગ્ય પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.

નેગેટિવઃ– આવકની સાથે-સાથે ખર્ચ પણ રહેશે. ક્યારેક તમારા વહેમ અને જિદ્દીપણાના કારણે સંબંધ પણ ખરાબ થઈ શકે છે. તમારી આ ખામીઓમા સુધાર લાવો. બહારના વ્યક્તિઓની ગતિવિધિઓનું અનુસરણ ન કરો.

વ્યવસાયઃ– આજનો દિવસ પેમેન્ટ કલેક્ટ કરવા તથા માર્કેટિંગને લગતા કાર્યો માટે અનુકૂળ છે.

લવઃ– પતિ-પત્નીમાં ઘરની વ્યવસ્થાને લઇને વૈચારિક મતભેદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– નસમાં દુખાવો અને માથાના દુખાવાની સમસ્યા રહેશે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– ઘર કે પ્રોપર્ટીની ખરીદદારી કે વેચાણને લગતી યોજના બની રહી છે તો આજે તેને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. છેલ્લાં થોડા સમયથી આવી રહેલાં વિઘ્નોમા પણ આજે ઘટશે.

નેગેટિવઃ– મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત કરવા માટે આજે કર્મ પ્રધાન હોવું જરૂરી છે. ક્યારેક તમારો શંકાવાળો સ્વભાવ અન્ય લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. તમારા વિચારોને પોઝિટિવ રાખવા જરૂરી છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક તથા વિશ્વાસપૂર્ણ સંબંધ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– ઘરની દેખરેખને લગતી ઓનલાઇન શોપિંગ થઈ શકે છે. આજકાલ તમે તમારી દિનચર્યામા જે પોઝિટિવ પરિવર્તન લાવી રહ્યા છો, તેનો તમારા સ્વાસ્થ્ય અને પર્સનાલિટી ઉપર ખૂબ જ વધારે પ્રભાવ પડશે.

નેગેટિવઃ– ક્યારેક તમારી બેદરકારીના કારણે થોડી સફળતા હાથમાંથી સરકી શકે છે. વિદ્યાર્થીઓનું ધ્યાન પણ અભ્યાસથી હટી શકે છે. તેની અસર તમારા પરિણામ ઉપર પડશે. નકારાત્મક વાતોથી પોતાને દૂર રાખવાની કોશિશ કરો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં આજે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં પરેશાની આવી શકે છે.

લવઃ– પ્રેમ સંબંધોમા ભાવનાત્મક રૂપથી થોડો તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– નકારાત્મક વિચારોના કારણે આત્મબળમાં ઘટાડો આવી શકે છે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– ઘરમાં રિનોવેશન કે સુધાર જેવી યોજના બની શકે છે. કોઇ વાસ્તુ નિષ્ણાત સાથે ચર્ચા-વિચારણાં કરો. બાળકો તરફથી ચાલી રહેલી સમસ્યાનો આજે ઉકેલ મળવાથી રાહત અને સુકૂન મળી શકે છે.

નેગેટિવઃ– તમારા સામાનની દેખરેખ જાતે જ કરો. ચોરી થવાનો કે ખોવાઇ જવાની શક્યતા છે. કોઈ સફળતા મળવાથી તરત તેના ઉપર કામ શરૂ કરો. વધારે ચર્ચા-વિચારણા કરવાથી સમય હાથમાંથી સરકી શકે છે.

વ્યવસાયઃ– ઘરની સાથે-સાથે કાર્યક્ષેત્રમાં પણ વ્યસ્ત રહી શકો છો.

લવઃ– લગ્નજીવન સુખમય પસાર થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– ખરાબ ખાનપાનના કારણે પાચનક્રિયા ડિસ્ટર્બ થઈ શકે છે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– વડીલોના માન-સન્માન અને આદરમાં ઘટાડો આવવા દેશો નહીં. તેમના આશીર્વાદ અને સહયોગ તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. ઘરમાં કોઈ ધાર્મિક ગતિવિધિ પણ રહેશે, જેથી પોઝિટિવ ઊર્જા બની રહેશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે કોઈ પાડોસી સાથે નાની વાતને લઇને વિવાદ થઈ શકે છે. તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખો તથા સહજ રહો. ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેશો નહીં.

વ્યવસાયઃ– વર્તમાન સમયમાં ચાલી રહેલાં કાર્યોમાં ક્વોલિટી ઉપર વધારે ધ્યાન આપો.

લવઃ– કામ વધારે હોવા છતાં પરિવાર સાથે સમય પસાર કરી શકો છો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

Leave a Reply

Your email address will not be published.