6 ડિસેમ્બર, મંગળવારના રોજ મેષ રાશિના સરકારી નોકરિયાતને ટ્રાન્સફર સંબંધિત સારા સમાચાર મળી શકે છે. કર્ક રાશિને બિઝનેસમાં સફળતા મળશે. કન્યા રાશિના જાતકો બિઝનેસમાં રોકાણ કરવા ઈચ્છતા હોય તો દિવસ સારો છે. ધન રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સાનુકૂળ છે. આ ઉપરાંત સિંહ રાશિને બિઝનેસમાં અડચણો આવી શકે છે. આ રાશિના નોકરિયાત વર્ગને મુશ્કેલી આવે તેવી સંભાવના છે. મીન રાશિના નોકરિયાત વર્ગ તથા બિઝનેસ કરતા જાતકો માટે દિવસ યોગ્ય નથી. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય છે.
6 ડિસેમ્બર, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.
મેષઃ–
પોઝિટિવઃ– આજે બાળકોની કિલકારીને લગતી કોઈ શુભ સૂચના મળવાથી ઘરમાં સુખમય વાતાવરણ રહેશે. જો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હોય તો તેમાં સમજણ અને વિવેકથી કામ લેવું. કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિના સહયોગ દ્વારા નિર્ણય તમારા પક્ષમાં જ રહેશે.
નેગેટિવઃ– ભાવનાઓમાં આવીને કોઈપણ નિર્ણય ન લેશો. તેનાથી તમે તમારું જ નુકસાન કરી શકો છો. જમીન-જાયદાદને લગતી કાર્યવાહીને પણ ખૂબ જ ધ્યાનથી કરવાની જરૂરિયાત છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે.
વ્યવસાયઃ– પ્રોપર્ટીને લગતા વ્યવસાયમાં કોઈ મહત્ત્વપૂર્ણ ડીલ ફાઇનલ થઈ શકે છે.
લવઃ– તમારા કામકાજી સમયમાંથી થોડો સમય પરિવાર માટે પણ કાઢો.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
——————————–
વૃષભઃ–
પોઝિટિવઃ– વિદેશ જવા માટે કોશિશ કરી રહેલાં લોકોને આજે કોઈ શુભ સમાચાર મળી શકે છે. કોઈ નજીકના સંબંધીની પરેશાનીમાં તેમની આર્થિક મદદ કરવાથી આત્મિક સુકૂન મળશે. ખર્ચ વધારે થશે પણ દુઃખ થશે નહીં.
નેગેટિવઃ– આવકના સાધન હાલ સામાન્ય જ રહેશે. પાડોસીઓ સાથે પણ કોઈ નાની વાતને લઇને વિવાદની સ્થિતિ બની શકે છે. આ સમયે તમારો દૃષ્ટિકોણ પોઝિટિવ જાળવી રાખો. પોતાના ગુસ્સા ઉપર કાબૂ રાખો.
વ્યવસાયઃ– વ્યવસાયિક પરિસ્થિતિઓ પહેલાની જેમ ચાલતી રહેશે.
લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.
——————————–
મિથુનઃ–
પોઝિટિવઃ– થોડો સમય સામાજિક ગતિવિધિઓમા પણ પસાર થશે. તેનાથી સંપર્કોની સીમા વધશે. નવી-નવી જાણકારીઓ પણ પ્રાપ્ત થશે. કોઈ અટવાયેલું પેમેન્ટ મળવાથી આર્થિક સમસ્યાઓનું અનેક રીતે સમાધાન મળશે.
નેગેટિવઃ– કોઈપણ પ્રકારની અવરજવર કરવાનું ટાળો. તેનાથી કશો ફાયદો થવાનો નથી. ખોટી ગતિવિધિઓમાં થોડો સમય પસાર થવાથી તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોમાં પણ વિઘ્ન આવી શકે છે.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કોઈ કાર્ય અટકવાને લીધે ધ્યાન લાગશે નહીં.
લવઃ– કોઇ વિપરીત લિંગના વ્યક્તિ પ્રત્યે આકર્ષણ વધવાથી પર્સનલ લાઇફ ડિસ્ટર્બ થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.
——————————–
કર્કઃ–
પોઝિટિવઃ– યુવાઓને નોકરીને લગતા કોઈ ઇન્ટરવ્યૂમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે. એટલે સંપૂર્ણ મહેનતથી તમારા કાર્યો પ્રત્યે કોશિશ કરતા રહો. પ્રભાવશાળી તથા પ્રતિભાવાન લોકોના સાનિધ્યમાં રહેવાથી તમારા વ્યક્તિત્વમાં પણ નિખાર આવી શકે છે.
નેગેટિવઃ– તમારા મહત્ત્વપૂર્ણ કાગળિયાઓને સાચવીને રાખો. આ સમયે તેમના ખોવાઇ જવાથી કે ભૂલી જવાની સ્થિતિ બની શકે છે. સામાજિક ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન ન આપવાથી નજીકના લોકોથી નિરાશા પણ રહી શકે છે.
વ્યવસાયઃ– વ્યવસાયિક ક્ષેત્રમાં તમારી કાર્યક્ષમતા અને આવડતના કારણે સફળતા પણ મળશે.
લવઃ– જીવનસાથીની ભાવનાઓનું સન્માન કરો.
સ્વાસ્થ્યઃ– શારીરિક અને માનસિક થાક રહી શકે છે.
——————————–
સિંહઃ–
પોઝિટિવઃ– છેલ્લાં થોડા સમયથી સંબંધીઓ વચ્ચે જે વિવાદો ચાલી રહ્યા હતાં, તે તમારી મધ્યસ્થતા અને સમજણથી દૂર થઈ જશે. ધાર્મિક ગતિવિધિઓમાં પણ સમય પસાર થશે. જેથી ખૂબ જ સુકૂન અને શાંતિ મળી શકે છે.
નેગેટિવઃ– તમારે પણ તમારા સ્વભાવમાંથી ઈગો દૂર કરવાની જરૂરિયાત છે. કોઈ દુઃખદ સમાચાર મળવાથી થોડા સમય માટે મનમાં નિરાશા અને નકારાત્મક વિચાર આવી શકે છે. અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી પોઝિટિવિટી આવશે.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં વ્યક્તિગત કાર્યોના કારણે વધારે સમય આપી શકશો નહીં.
લવઃ– પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– આજે વાહન ચલાવવામા વધારે સાવધાની જાળવવી પડશે.
——————————–
કન્યાઃ–
પોઝિટિવઃ– નાણાકીય સ્થિતિમા સુધાર આવી શકે છે. કોઈપણ નવી શરૂઆત કરવા માટે સમય ખૂબ જ અનુકૂળ છે. સમય થોડો મિશ્રિત પ્રભાવ લઇને આવી રહ્યો છે. તેને સારો બનાવવો તમારા હાથમાં છે.
નેગેટિવઃ– કોઇ પારિવારિક મામલાને લઇને ભાઈ-બહેન વચ્ચે થોડો વિવાદ થઈ શકે છે. ઘરના વડીલ સભ્યોના માર્ગદર્શનમા સંબંધોને ખરાબ થવાથી બચવો. કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઇને પણ ચિંતા રહી શકે છે.
વ્યવસાયઃ– વેપારમાં બધા વર્તમાન પરિસ્થિતિઓનો પ્રભાવ બની રહેશે.
લવઃ– પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા સુખ-શાંતિ જાળવી રાખશે.
સ્વાસ્થ્યઃ– ચામડીને લગતી સમસ્યા વધી શકે છે.
——————————–
તુલાઃ-
પોઝિટિવઃ– ગ્રહ ગોચર ખૂબ જ અનુકૂળ છે. મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટમા રૂપિયાનું રોકાણ કરવું ભવિષ્યમાં વધારે ફાયદો આપી શકે છે. એટલે કાર્યો ઉપર ગંભીરતાથી વિચાર કરો. ઘરની દેખરેખ તથા ફેરફારને લગતી યોજના પણ બની શકે છે.
નેગેટિવઃ– ક્યારેક તમારો દેખાડો કરવાની આદત તમને જ નુકસાન આપી શકે છે. બધાને ખુશ રાખવાની જગ્યાએ પોતાના કામ ઉપર ધ્યાન આપો. ઘરના સભ્યોની સલાહ અને માર્ગદર્શનને ઇગ્નોર કરવું નુકસાન આપી શકે છે.
વ્યવસાયઃ– છેલ્લાં થોડા સમયથી તમે વ્યવસાયમાં જે ફેરફાર કર્યાં છે, તેનું યોગ્ય પરિણામ મળી શકે છે.
લવઃ– લગ્ન સંબંધ સારા જળવાયેલા રહેશે.
સ્વાસ્થ્યઃ– વર્તમાન નકારાત્મક પરિસ્થિતિઓની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.
——————————–
વૃશ્ચિકઃ–
પોઝિટિવઃ– બધા કાર્યોને યોજનાબદ્ધ રીતે કરો, સફળતા મળી શકે છે. કોઇ સામાજિક સંસ્થા સાથે કામ કરવાથી તમને સન્માન મળી શકે છે. કોઈપણ ભવિષ્યને લગતી યોજના ઉપર કામ કરવું યોગ્ય રહેશે નહીં.
નેગેટિવઃ– વડીલો સાથે હળતી-મળતી વખતે તમારા વ્યવહારમાં સૌમ્યતા અને શાલીનતા જાળવી રાખો. તમારી વસ્તુઓને સાચવવી ખૂબ જ જરૂરી છે. કેમ કે નુકસાન થવાની સ્થિતિ બની શકે છે.
વ્યવસાયઃ– વેપારમાં હાલ વર્તમાન ગતિવિધિઓ ઉપર જ ધ્યાન આપો.
લવઃ– પરિવારના લોકો સાથે સમય પસાર કરવાથી તાજગી અને સ્ફૂર્તિ બની રહેશે.
સ્વાસ્થ્યઃ– છાતિને લગતી કોઈ તકલીફ થઈ શકે છે.
——————————–
ધનઃ–
પોઝિટિવઃ– કોઈ નજીકના સંબંધી સાથે કોઈ મનમુટાવ ચાલી રહ્યો છે તો આજે પોઝિટિવ રીતે તેનો ઉકેલ લાવવાની કોશિશ કરો. ચોક્કસ જ તમને સફળતા મળશે તથા તમારું માન-સન્માન પણ વધશે. તમારા કાર્યોને લગતી નીતિઓ ઉપર ફરી વિચાર કરો.
નેગેટિવઃ– માતા-પિતા કે તેમના સમાન કોઈપણ સભ્યના માન-સન્માનમાં ઘટાડો આવવા દેશો નહીં. તેમના આશીર્વાદ અને સહયોગ તમારા ભાગ્યને બળ આપી શકે છે. અન્ય પાસેથી વધારે આશાની જગ્યાએ તમારી કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ રાખો.
વ્યવસાયઃ– વ્યવસાયિક વિકાસ માટે કોઇ પ્રભાવશાળી વ્યક્તિ સાથે અને માર્ગદર્શન તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે.
લવઃ– પારિવારિક જીવનને સુખમય જાળવી રાખો.
સ્વાસ્થ્યઃ- તણાવથી બચવા માટે મેડિટેશન કરો.
——————————–
મકરઃ–
પોઝિટિવઃ– કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં તમારા આત્મવિશ્વાસને જાળવી રાખવો તમારા વિઘ્નોને દૂર કરશે. ભાગ્ય કરતા વધારે કર્મ ઉપર વિશ્વાસ રાખો. ભાગ્ય આપમેળે તમારો સહયોગ કરશે. અન્યની સલાહ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે.
નેગેટિવઃ– સંતાનને લઇને કોઇ પ્રકારની ચિંતા રહી શકે છે. તેમની સાથે થોડો સમય પસાર કરો. જોકે ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવામા તમારા વ્યક્તિગત કાર્યોમાં થોડા વિઘ્નો આવી શકે છે.
વ્યવસાયઃ– વેપારમાં કર્મચારીઓ તથા સ્ટાફનો પૂર્ણ સહયોગ મળી શકે છે.
લવઃ– પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ– વધારે પોલ્યૂશન અને ભીડભાડના સ્થાને જવાનું ટાળો.
——————————–
કુંભઃ–
પોઝિટિવઃ– અન્યની મદદ લેવાની જગ્યાએ પોતાની કાર્યક્ષમતા અને યોગ્યતા ઉપર જ વિશ્વાસ રાખો. કોઈપણ પોલિસીમા રૂપિયાનું રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે. ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક રહેશે. ઘરના વડીલ સભ્યોનો આશીર્વાદ અને સલાહ લો.
નેગેટિવઃ– કામ વધારે રહેવાથી તમે શારીરિક રીતે થાકી શકો છો. થોડો સમય તમારા આરામ માટે પણ કાઢવો જરૂરી છે. ભાઈ-બહેનો સાથે આર્થિક સમસ્યાને લઇને કોઈ મતભેદ થઈ શકે છે.
વ્યવસાયઃ– વેપારમાં મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળવાનું શરૂ થઈ જશે.
લવઃ– પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઇને તણાવ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– વધારે મહેનત અને કામની વચ્ચે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.
——————————–
મીનઃ–
પોઝિટિવઃ– આજનું ગ્રહ ગોચર તમારા માટે કોઈ લાભદાયક પરિસ્થિતિ બનાવી રહ્યું છે. આજે પોતાને તણાવમુક્ત અને ઊર્જાથી પૂર્ણ અનુભવ કરશો. નજીકના સંબંધી અને મિત્રો સાથે સુખદ સમય પસાર થઈ શકે છે.
નેગેટિવઃ– ઘરમાં બાળકોની સંગત અને તેમની ગતિવિધિઓ ઉપર નજર રાખવી જરૂરી છે. આ સમયે કોઈ ખોટા રસ્તા ઉપર જવાની શક્યતાઓ જોવા મળી રહી છે.
વ્યવસાયઃ– વ્યવસાયમાં કામ વધારે રહી શકે છે.
લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.
સ્વાસ્થ્યઃ– ગરમીના કારણે થાક અને બ્લડ પ્રેશરની સમસ્યા રહેશે.