Rashifal

શનિવારનું રાશિફળ:શનિવારે વૃષભ જાતકોની વિચારશૈલીમાં પોઝિટિવ ફેરફાર આવશે, વ્યવસાયમાં નવી જવાબદારી માથે આવશે

29 ઓક્ટોબર, શનિવારના રોજ લાભ પાંચમ છે. મિથુન રાશિના નોકરિયાત વર્ગને પ્રમોશનના સમાચાર મળી શકે છે. સિંહ રાશિની આવકના સોર્સ વધશે. મકર રાશિને અટકેલા પૈસા પરત મળશે. આ ઉપરાંત મેષ તથા કર્ક રાશિના નોકરિયાત તથા બિઝનેસ કરતા જાતકોને મુશ્કેલી પડી શકે છે. ધન રાશિએ લેવડ-દેવડમાં સાવચેતી રાખવી. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

29 ઓક્ટોબર, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો સમય યોગ્ય છે.

નેગેટિવઃ– તમારી વિશેષ યોજનાઓ કોઇ સામે જાહેર કરવી તમારી માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. આ સમયે કોઇપણ પ્રકારના ધનની લેવડ-દેવડ ન કરો. ઝઘડો થવાની શક્યતા છે. ઘરમાં નજીકના સંબંધી આવવાથી તમારી દિનચર્યા અસ્ત-વ્યસ્ત થઇ શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં મન પ્રમાણે પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ– પતિ-પત્નીમાં એકબીજા વચ્ચે સારું તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– સિઝનલ પરેશાનીઓ પરેશાન કરી શકે છે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– આજે તમારી વિચારશૈલીમાં પોઝિટિવ ફેરફાર લાવશો. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાનું પણ સમાધાન મળી શકશે. નજીકના લોકો સાથે મનોરંજનમાં યોગ્ય સમય પસાર થઇ શકે છે.

નેગેટિવઃ– બાળકોના એડમિશનને લઇને થોડી ચિંતા રહેશે. આ સમયે અન્યના મામલે વધારે દખલ ન કરો નહીંતર તમે મુશ્કેલીમાં ફસાઇ શકો છો. અન્ય પાસે વધારે આશા ન રાખીને પોતાના ઉપર જ વિશ્વાસ કરો.

વ્યવસાયઃ– વ્યવસાયમાં થોડી નવી જવાબદારીઓ તમારી ઉપર આવી શકે છે.

લવઃ– જીવનસાથીની અસ્વસ્થતાના કારણે ઘરમાં તમારે યોગ્ય સમય આપવાની જરૂરિયાત છે.

સ્વાસ્થ્યઃ– આજે સ્વાસ્થ્ય ઠીક રહેશે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– છેલ્લાં થોડા સમયથી જે દુવિધા અને બેચેની રહેતી હતી, આજે તેનાથી રાહત મળી શકે છે. તમારા વ્યક્તિત્વને લગતી થોડી પોઝિટિવ વાતો લોકો સામે આવી શકે છે અને તમારી પ્રશંસા પણ થશે. વડીલોનું માર્ગદર્શન તથા સલાહ તમારા માટે ઉન્નતિદાયક રહી શકે છે.

નેગેટિવઃ– આ સમયે ઘરની દેખરેખને લગતા કાર્યોમાં નિરાશા વધી શકે છે. કોઇપણ પ્રકારની યાત્રા કરવાથી ફાયદો થશે નહીં પરંતુ સમસ્યાઓ જ ઊભી થઇ શકે છે. સંબંધોમાં ગેરસમજ આવવા દેશો નહીં.

વ્યવસાયઃ– અટવાયેલું પેમેન્ટ પ્રાપ્ત કરવા માટે સમય અનુકૂળ છે.

લવઃ– બાળકોને કોઇ સફળતા મળવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– તમારી પરેશાનીઓને કોઇ શુભચિંતક સામે જાહેર કરો.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– પારિવારિક અવ્યવસ્થાને દૂર કરવા માટે તમારી મહેનત અને સહયોગ સફળ રહેશે. જો કોઇ વારસાગત સંપત્તિને લગતું કામ અટવાયેલું છે તો આજે તેનો ઉકેલ મળી શેક છે. સંબંધોમાં સુધાર આવી શકે છે.

નેગેટિવઃ– ભાડુઆતને લગતા મામલામાં વિવાદની સ્થિતિ વધી શકે છે. ખર્ચના મામલે વધારે દરિયાદિલી ન રાખો, નહીંતર બજેટ ખરાબ થવાથી પછતાવું પડી શકે છે. આ સમયે ફાલતૂ વાતો ઉપર વધારે ધ્યાન ન આપીને તમે તમારા વ્યક્તિગત કાર્યોને પૂર્ણ કરવામાં તમારી ક્ષમતા લગાવો.

વ્યવસાયઃ– જો વ્યવસાય વધારવા માટે કોઇ સાથે પાર્ટનરશિપ કરવાની યોજના બનાવી રહ્યા છો તો તેના ઉપર તરત અમલ કરો.

લવઃ– પરિવારમાં બધા સભ્યોનો એકબીજા પ્રત્યે સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– તમે જે લક્ષ્યને પ્રાપ્ત કરવાનું નક્કી કરી રાખ્યું છે, તેને પૂર્ણ કરીને જ રહેશો. કોઇ રાજનૈતિક વ્યક્તિની પણ મદદ મળી શકે છે. યુવાઓને ઇન્ટરવ્યુમાં સફળતા મળવાની શક્યતા છે.

નેગેટિવઃ– અન્ય લોકોની મદદ તમારી ક્ષમતા પ્રમાણે જ કરો. ભાવનાઓમાં વહીને તમે તમારું જ નુકસાન કરી શકો છો. કોઇપણ ગેરકાયદેસર કામથી દૂર રહો. નહીંતર તમારી છાપ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારા દ્વારા લેવામાં આવેલાં નિર્ણય યોગ્ય સાબિત થશે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– આ સમયે કોઇપણ પ્રકારનું ઇન્ફેક્શન થવાની શક્યતા છે.

——————————–

કન્યાઃ-

પોઝિટિવઃ– સમય અનુકૂળ છે. તમારી યોગ્યતા અને આવડતનો ભરપૂર ઉપયોગ કરો. કોઇ વડીલ વ્યક્તિનું માર્ગદર્શન અને સલાહ તમારા માટે વરદાન સાબિત થશે. મીડિયા તથા ઇન્ટરનેટના માધ્યમથી કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે.

નેગેટિવઃ– આ સમયે વિરોધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો. તમારું કામ કઢાવવા માટે પણ તમારા સ્વભાવમાં થોડો સ્વાર્થ લાવવો જરૂરી છે. તમારી ઉદારતા તમારા માટે જ નુકસાનદાયક રહેશે.

વ્યવસાયઃ– ભવિષ્યને લગતી કોઇપણ યોજનાને હાલ આગળ માટે ટાળી દો તો સારું રહેશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે કોઇ સમસ્યાને લઇને મતભેદ રહેશે.

સ્વાસ્થ્યઃ– કાર્યોમાં વ્યસ્તતાના કારણે તમારા સ્વાસ્થ્યને ઇગ્નોર ન કરો.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– આજે કોઇ સમસ્યાનો ઉકેલ મળવાથી ઘરનું વાતાવરણ પોઝિટિવ રહેશે. તથા મોટાભાગનો સમય પરિવાર સાથે આરામ અને મનોરંજનમાં જ પસાર થશે. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસને લગતી કોઇ સારા સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ– તમારા સ્વભાવમાં ઈગો કે ચીડિયાપણું આવવા દેશો નહીં. કેમ કે, કોઇ નજીકના સંબંધી સાથે કોઇ વાતને લઇને ગેરસમજ ઊભી થઇ શકે છે. બેદરકારીના કારણે તમારા કાર્યોને અધૂરા છોડશો નહીં.

વ્યવસાયઃ– આજે કોઇ નવા કામની શરૂઆત કરવા માટે સમય યોગ્ય છે.

લવઃ– લગ્ન સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– વર્તમાન વાતાવરણ સામે પોતાની રક્ષા કરો.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– તમારી જવાબદારી પ્રત્યે જાગરૂત રહો. યોજનાબદ્ધ અને ડિસિપ્લિનથી દિનચર્યાને વ્યવસ્થિત રાખો. સમય અનુકૂળ છે તેનો ભરપૂર લાભ ઉઠાવો. ઘનિષ્ઠ મિત્રનો સહયોગ પણ તમારા માટે મદદગાર સાબિત થશે.

નેગેટિવઃ– ઘરના વડીલ સભ્યોના સન્માનમાં ઘટાડો આવવા દેશો નહીં. જૂની વિતેલી વાતો વર્તમાન ઉપર હાવી થઈને પરેશાનીઓ વધારી શકે છે. બાળકોને લગતી કોઇ આશા પૂર્ણ ન થવાથી મન નિરાશ રહી શકે છે.

વ્યવસાયઃ– આ સમયે વ્યક્તિગત કારણોના કારણે વ્યવસાય ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ– પતિ-પત્નીના સંબંધ સામાન્ય જ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– આજે આધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં તમારો વિશેષ રસ રહેશે. તમારા વ્યક્તિત્વમાં પણ પોઝિટિવ ફેરફાર આવશે. તમે તમારી બુદ્ધિમત્તા અને વ્યાપારિક વિચારથી મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં પણ સક્ષમ રહેશો.

નેગેટિવઃ– ગેરસમજના કારણે ભાઈ-બહેનો સાથે સંબંધમાં અંતર વધી શકે છે. પારિવારિક અંતર રોકવા માટે દરેક શક્ય કોશિશ કરવી યોગ્ય રહેશે. પ્રોપર્ટીને લગતા કાર્યોમાં પણ કોઇ રોકાણ ન કરો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા આવી શકે છે.

સ્વાસ્થ્યઃ– તમારી ભાવનાઓ ઉપર કાબૂ રાખવો જરૂરી છે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– આ સમયે ગ્રહ ગોચર તમારી પ્રતિભા અને ક્ષમતાને બળ આપી રહ્યું છે. ઘરના ફેરફારને લગતી કોઇ યોજના બની રહી છે તો સમય અનુકૂળ છે. કોઇ ધાર્મિક સ્થળે થોડો સમય પસાર કરવો તમને માનસિક રૂપથી વધારે પોઝિટિવ બનાવશે.

નેગેટિવઃ– અજાણ્યા વ્યક્તિઓ સાથે કોઇપણ પ્રકારનો સંપર્ક રાખવો તમને નુકસાન પહોંચાડી શકે છે. પોતાના તથા પરિવારના લોકોને લગતી સુખ-સુવિધા ઉપર ખર્ચ કરતી સમયે તમારા બજેટનું ધ્યાન રાખો. નાની વાતો ઉપર નિરાશ થવું નહીં.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કોઇપણ નિર્ણ લેતા પહેલાં તેના અંગે યોગ્ય ચર્ચા-વિચારણાં કરવી જરૂરી છે.

લવઃ– ઘરમાં કોઇ નજીકના સંબંધીના આવવાથી સુખ મળી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી વ્યસ્ત દિનચર્યાથી આરામ મેળવવા માટે રસના કાર્યોમાં થોડો સમય પસાર કરો. તેનાથી તમને સુખ મળશે અને મન પ્રસન્ન રહેશે. કોઇ નજીકના સંબંધીને ત્યાં ધાર્મિક આયોજનમાં જવાનું આમંત્રણ મળી શકે છે.

નેગેટિવઃ– કોઇ નજીકના સંબંધીના લગ્નજીવનમાં અલગ થવાની સમસ્યા ઊભી થવાથી મન પરેશાન રહેશે. આ સમયે અન્યના મામલે વધારે દખલ ન કરો અને કોઇની વાતોને સમજ્યા વિના નિર્ણય લેશો નહીં.

વ્યવસાયઃ– વ્યવસાયમાં તમારી મહેતન પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ– પારિવારિક મામલે વધારે દખલ ન કરો તો સારું રહેશે.

સ્વાસ્થ્યઃ– તણાવને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– બાળકો તરફથી ચાલી રહેલી કોઇ ગંભીર ચિંતા દૂર થશે. તમારી યોગ્યતા પ્રમાણે થોડા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. ક્યાંક ફસાયેલું કે અટવાયેલું ધન પણ પાછુ મળવાની શક્યતા છે.

નેગેટિવઃ– ક્યારેક તમારું વધારે ડિસિપ્લિન થઇ જવું અન્ય માટે પરેશાનીનું કારણ બની શકે છે, આ વાતનું વિશેષ ધ્યાન રાખો. બાળકોની ગતિવિધિઓ ઉપર નજર રાખવી જરૂરી છે. કોઇપણ પ્રકારના કાયદાકીય મામલાઓમાં પડવું નહીં.

વ્યવસાયઃ– વ્યવસાયિક કાર્યોમાં સ્ટાફ તથા ઘરના અનુભવી વ્યક્તિઓના નિર્ણયોને પ્રાથમિકતા આપો.

લવઃ– પતિ-પત્ની બંને મળીને ઘરની સમસ્યાઓનું નિવારણ લાવવામાં સક્ષમ રહેશે.

સ્વાસ્થ્યઃ– ચિંતા કરવાના કારણે તમારી અંદર આત્મબળ ઘટી શકે છે.

Leave a Reply

Your email address will not be published.