23 ઓક્ટોબર, રવિવારના રોજ ઈન્દ્ર તથા મિત્ર નામના શુભ યોગ બની રહ્યા છે. મેષ રાશિને નસીબનો સાથ મળશે. વૃષભ રાશિને અટકેલા પૈસા પરત મળશે. તુલા રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ શુભ રહેશે. કુંભ રાશિના બિઝનેસ કરતાં જાતકો માટે દિવસ સારો રહેશે. આ ઉપરાંત મિથુન રાશિએ સાવચેતી રાખવી. ધન રાશિના નોકરી અથવા બિઝનેસમાં તણાવ થઈ શકે છે. મકર રાશિએ કામકાજમાં સંભાળવું. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે. 23 ઓક્ટોબરે કાળીચૌદશ છે.
23 ઓક્ટોબર, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.
મેષઃ–
પોઝિટિવઃ– આ સમયે યોગ્ય ગ્રહ સ્થિતિ તથા તમારો પોઝિટિવ વ્યવહાર તમારા માટે મહત્ત્વપૂર્ણ સફળતા લાવી રહ્યો છે. આ સમયનો ભરપૂર ઉપયોગ કરો. સંબંધીઓ સાથે સંબંધ વધારે મજબૂત થશે. ભવિષ્યને લગતી મહત્ત્વપૂર્ણ યોજનાઓ પણ બનશે.
નેગેટિવઃ– પ્રોપર્ટી કે વારસાગત સંબંધી થોડા કાર્યોમાં વિઘ્ન આવવાથી તણાવ રહી શકે છે. ભાઈઓ સાથે સંબંધ ખરાબ થવાની શક્યતા છે, એટલે સાવધાન રહો. સંતાનની કોઈ પરેશાનીમાં તમારા સહયોગથી સમસ્યાનું સમાધાન મળી શકે છે.
વ્યવસાયઃ– તમારી કાર્યશૈલી તથા યોજના તમારા વ્યવસાયને વધારે ગતિ આપી શકે છે.
લવઃ– કોઈપણ સમસ્યાના સમાધાનમાં જીવનસાથીની સલાહ લો
સ્વાસ્થ્યઃ– ગેસ અને કબજિયાતના કારણે સુસ્તી રહી શકે છે.
——————————–
વૃષભઃ–
પોઝિટિવઃ– રાજનૈતિક તથા સામાજિક કાર્યો પ્રત્યે તમારો રસ વધશે. રાજનૈતિક સંપર્ક તમારા માટે થોડા શુભ અવસર પણ પ્રદાન કરશે. નવા વાહનની ખરીદદારીને લગતી યોજના બનશે. કોઈ ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવાથી આર્થિક સમસ્યા ઉકેલાઈ શકે છે.
નેગેટિવઃ– વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. મિત્રો સાથે હરવા-ફરવા તથા મનોરંજનમાં પોતાનો સમય ખરાબ ન કરવો, તેનાથી તમારા મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે.
વ્યવસાયઃ– વ્યવસાયિક કાર્યોમાં તમારી સમજણ તથા ગતિવિધિઓ ખૂબ જ ફાયદો આપી શકે છે.
લવઃ– પતિ-પત્નીના સંબંધ સહયોગાત્મકરીતે પૂર્ણ થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ– આ સમયે એલર્જીના કારણે ગળું ખરાબ રહી શકે છે.
——————————–
મિથુનઃ–
પોઝિટિવઃ– આજે તમે રોજિંદા જીવનથી અલગ દિવસ પસાર કરીને નવીનતા લાવવાની કોશિશ કરશો. તેનાથી તમારો માનસિક અને શારીરિક થાક દૂર થશે. એક નવી ઊર્જાનો પ્રવાહ તમારી અંદર અનુભવ થઈ શકે છે.
નેગેટિવઃ– કોઈ વ્યક્તિ તમારી ભાવુકતા અને ઉદારતાનો ફાયદો ઉઠાવી શકે છે. એટલે કોઈના ઉપર વિશ્વાસ કરતા પહેલાં તેના બધા સ્તર અંગે યોગ્ય વિચાર કરી લો. મિત્રો સાતે વધારે મેલજોલ રાખવો અને હરવા-ફરવામાં સમય ખરાબ થઈ શકે છે.
વ્યવસાયઃ– પાર્ટનરશિપને લગતા વેપારમાં પારદર્શિતા રાખવી જરૂરી છે.
લવઃ– પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.
——————————–
કર્કઃ-
પોઝિટિવઃ– આજે થોડા મહત્ત્વપૂર્ણ તથા ઉચ્ચ પદ ઉપર રહેલાં વ્યક્તિઓ સાથે સમય પસાર થશે. તેનાથી તમારા પણ માન-સન્માનમાં વધારો થશે તથા નવી સફળતાને પ્રાપ્ત કરવાનો રસ્તો પણ બનશે. આ સમયે વિરોધી પણ તમારા વ્યક્તિત્વ સામે હથિયાર મુકી દેશે.
નેગેટિવઃ– કોઈપણ મહત્ત્વપૂર્ણ કામ કરતા પહેલાં તેને લગતી યોજનાઓ ઉપર ફરી વિચાર કરી લો. થોડી પણ ચૂક તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. ઘરની વ્યવસ્થાને વ્યવસ્થિત રાખવા માટે બધાને અનુશાસિત રાખવા જરૂરી છે.
વ્યવસાયઃ– તમે તમારા કારોબારમાં જે ફેરફારને લગતી નીતિઓ બનાવી છે, તેના ઉપર જલ્દી અમલ કરો
લવઃ– પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી સમસ્યાઓનું સમાધાન મળી શકે છે.
સ્વાસ્થ્યઃ– આ સમયે બદલાતા વાતાવરણના કારણે સ્વાસ્થ્ય ઉપર અસર પડી શકે છે.
——————————–
સિંહઃ–
પોઝિટિવઃ– ઘરના ફેરફાર કે રિનોવેશનને લગતી યોજના બનશે. આ યોજનાઓને શરૂ કરતી સમયે વાસ્તુને લગતા નિયમોનું પાલન કરો તો વધારે યોગ્ય રહેશે. આર્થિક સ્થિતિ સારી રાખવા માટે બજેટ જાળવીને રાખવું જરૂરી છે.
નેગેટિવઃ– કોઈ કિંમતી વસ્તુના ખોવાઈ જવાથી કે રાખીને ભૂલી જવાથી ઘરમાં તણાવપૂર્ણ વાતાવરણ રહેશે. આશા છે કે તમારી વસ્તુ ચોક્કસ મળી જશે. પ્રોપર્ટીના ચક્કરમાં ઘરમાં કોઈ નજીકના સંબંધી કે ભાઈ સાથે કોઈ પ્રકારનો વિવાદ થઈ શકે છે.
વ્યવસાયઃ– આજે વેપારમાં વધારે વ્યસ્ત રહી શકો છો.
લવઃ– ઘરનું વાતાવરણ સંતુલિત જાળવી રાખવા માટે તમારે તમારા વ્યવહારમાં વધારે પોઝિટિવ પરિવર્તન લાવવાની જરૂરિયાત છે.
સ્વાસ્થ્યઃ– ખાનપાન પ્રત્યે બેદરકારી તમારી પાચનક્રિયાને ખરાબ કરી શકે છે.
——————————–
કન્યાઃ–
પોઝિટિવઃ– કોઈ કોર્ટ કેસ કે પ્રોપર્ટીને લગતા અટવાયેલા કામનો નિર્ણય તમારા હાથમાં રહી શકે છે. જેથી તમને માનસિક તણાવમાંથી મુક્તિ મળી શકે છે. સંબંધીઓ સાથે વિવાદપૂર્ણ મામલાઓમાં તમારી હાજરી રહેશે.
નેગેટિવઃ– કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતી સમયે વધારે સાવધાની જાળવો, નાની ભૂલો દ્વારા વધારે ધનહાનિ પણ થઈ શકે છે. આ ગતિવિધિઓને આજે ટાળો તો સારું રહેશે. તમારી યોજનાઓને કોઈ સામે જાહેર ન કરો, કોઈ તેનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે.
વ્યવસાયઃ– વેપાર ક્ષેત્રમાં કોઈપણ ગતિવિધિને ઇગ્નોર ન કરો.
લવઃ– ઘરનું વાતાવરણ યોગ્ય અને સુખદ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– ખાનપાન પ્રત્યે બેદરકારીના કારણે પેટ ખરાબ રહી શકે છે.
——————————–
તુલાઃ–
પોઝિટિવઃ– આજે કોઈપણ કામ શરૂ કરતા પહેલાં તમારી અંતરાત્માનો અવાજ સાંભળો, તમને ચોક્કસ જ સારી સમજણ તથા વિચારની ક્ષમતા પ્રાપ્ત થશે. ઘરમાં કોઈ માંગલિક કાર્યના પૂર્ણ થવાની યોજના બનશે.
નેગેટિવઃ– તમારી બેદરકારીના કારણે કોઈ નજીકના સંબંધી સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. એટલે વધારે સાવધાન રહેવાની જરૂરિયાત છે. ઘરના વડીલોની સલાહને ઇગ્નોર ન કરો. તેમના સહયોગ અને આશીર્વાદથી બધી જ વ્યવસ્થા યોગ્ય બની રહેશે.
વ્યવસાયઃ– મશીન અને લોખંડને લગતા વેપારમાં આ સમયે ફાયદાકારક સફળતા મળી શકે છે.
લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ– તમારા ખાનપાન અને દિનચર્યાને વ્યવસ્થિત રાખો.
——————————–
વૃશ્ચિકઃ–
પોઝિટિવઃ– ધાર્મિક સંસ્થાઓ સાથે સેવાને લગતા કાર્યોમાં રસ લેવો તમને માનસિક સુકૂન આપશે. સાથે જ સમાજમાં તમારું માન-સન્માન તથા વર્ચસ્વ જળવાયેલું રહેશે. આ સમયે તમારા લક્ષ્ય પ્રત્યે સંપૂર્ણ રીતે એકાગ્ર રહો, સફળતા પણ મળી શકે છે.
નેગેટિવઃ– આ સમયે જો વાહન ખરીદદારીની યોજના બની રહી છે તો હાલ ટાળો. કેમ કે હાલ ગ્રહ સ્થિતિ યોગ્ય નથી. આર્થિક મામલાઓ હાલ સામાન્ય રહેશે. બિનજરૂરી ખર્ચ ઉપર કાપ મુકો
વ્યવસાયઃ– વ્યવસાયિક કાર્યોમાં આજે વધારે મહેનતની જરૂરિયાત રહેશે. એક વારમાં અનેક પરેશાનીઓ ઊભી થશે.
લવઃ– પતિ-પત્નીનો એકબીજા સાથે સહયોગ એકબીજાનો આત્મવિશ્વાસ જાળવી રાખશે
સ્વાસ્થ્યઃ– એલર્જીને લગતી પરેશાની અને તાવ રહી શકે છે.
——————————–
ધનઃ-
પોઝિટિવઃ– આ સમયે શારીરિક અને માનસિક સુકૂન મેળવવા માટે ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર થશે. જો પ્રોપર્ટી કે વાહન ખરીદદારીને લગતી કોઈ યોજના બની રહી છે તો તેના ઉપર ગંભીરતાથી વિચાર કરો.
નેગેટિવઃ– કોઈપણ પ્રકારનું પેપર વર્ક કરતી સમયે વધારે સાવધાની જાળવી રાખવી. નાની ભૂલનું મોટું પરિણામ ભોગવવું પડી શકે છે. અનુભવી વ્યક્તિની સલાહ ઉપર અમલ કરવો ફાયદાકારક સાબિત થઈ શકે છે.
વ્યવસાયઃ– જો કોઈ વ્યક્તિ સાથે પાર્ટનરશિપ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારી આ પાર્ટનરશિપ ખૂબ જ ઉત્તમ રહેશે.
લવઃ– પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– ખરાબ ખાનપાનના કારણે પેટ ખરાબ રહી શકે છે.
——————————–
મકરઃ–
પોઝિટિવઃ– આજે કોઈ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવી પડી શકે છે અને આવું કરીને તમને હાર્દિક તથા માનસિક શાંતિનો અનુભવ થશે. અભ્યાસ કરી રહેલાં બાળકોને તેમની મહેનતનું યોગ્ય પરિણામ મળી શકે છે. જેથી તેમનો આત્મવિશ્વાસ વધશે.
નેગેટિવઃ– આ સમયે જો ઉધાર કે લોન લેવાનું વિચારી રહ્યા છો તો પહેલાં એકવાર ફરી વિચાર કરી લો અથવા કોઈ વડીલ વ્યક્તિની સલાહ લો. સાથે જ પોતાની કિંમતી વસ્તુઓની સંભાળ સારી રીતે કરો.
વ્યવસાયઃ– કારોબારના વિસ્તારને લગતી જે ગતિવિધિઓ ચાલી રહી છે, આજે તેમાં થોડા વિઘ્ન આવી શકે છે.
લવઃ– જીવનસાથી તથા પરિવારનો સહયોગ તમને મુશ્કેલ સમયમાંથી બહાર આવવામાં તમારો આત્મવિશ્વાસ વધારશે.
સ્વાસ્થ્યઃ– શરીરમાં દુખાવો તથા નબળાઈ અનુભવ થઈ શકે છે.
——————————–
કુંભઃ–
પોઝિટિવઃ– આ સમયે ગ્રહ ગોચર તમારી અંદર ભરપૂર મનોબળ અને આત્મવિશ્વાસ જાળવી રાખશે. સામાજિક રૂપથી પણ તમારું માન-સન્માન અને પ્રતિષ્ઠા વધશે. તમારી આ સફળતાને કાયમ રાખવા માટે તમારે સ્વભાવમાં સોમ્યતા અને આદર્શ જાળવી રાખવો અતિ જરૂરી છે.
નેગેટિવઃ– આર્થિક રૂપથી થોડી પરેશાનીઓ ઊભી થવાથી ચિંતા રહેશે. આ સમસ્યા થોડા સમય માટે રહેશે જેથી પરેશાન થવાની જરૂરિયાત નથી. આ સમયે ઘરના વડીલોની સલાહ લો.
વ્યવસાયઃ– જો તમે તમારા કારોબારમાં કોઈ નવા કામને શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો શરૂ કરવા માટે યોગ્ય સમય છે. હવે ગ્રહ સ્થિતિ પૂર્ણ તમારા પક્ષમાં છે.
લવઃ– પતિ-પત્ની ઘરની કોઈ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે સક્ષમ રહેશે.
સ્વાસ્થ્યઃ– તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
——————————–
મીનઃ–
પોઝિટિવઃ– આજે દિનચર્યામાં થોડા પરિવર્તન લાવવા માટે તમારા રસના કાર્યોમાં પણ સમય પસાર કરો. તેનાથી તમને સુખ અનુભવ થઈ શકે છે. પારિવારિક વાતાવરણમાં પણ પોઝિટિવ પરિવર્તન આવી શકે છે.
નેગેટિવઃ– આજે કોઈપણ જગ્યાએ રૂપિયાની લેવડ-દેવડની વાત ન કરો, તમારા રૂપિયા ફસાઈ શકે છે. યુવાઓને કોઈ ઇન્ટરવ્યૂ વગેરેમાં સફળતા ન મળવાથી નિરાશાની સ્થિતિ રહી શકે છે.
વ્યવસાયઃ– વેપારને લગતા કોઈપણ કાર્ય કે ધનની લેવડદેવડ કરતી સમયે યોગ્ય પેપર વર્ક કરો.
લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મનમુટાવ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– પેટનો દુખાવો અને ગેસના કારણે પરેશાન રહી શકો છો.