news

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આવશે ગુજરાત, દિવાળીમાં 26 ઓક્ટોબર સુધીનો પ્રવાસ

કેન્દ્રીય ગૃહમંત્રી અમતિ શાહ આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ આવશે. ગુજરાતના પ્રવાસે તેઓ આજથી 26 ઓક્ટોબર સુધી રહેશે. દિવાળીનું પર્વ આજથી શરુ થઈ રહ્યું છે ત્યારે આજથી તેઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યો છે.

કાર્યકર્તાઓ સાથે નવું વર્ષ ગુજરાતમાં તેઓ મનાવશે. આજથી દિવાળીના તહેવારોની શરુઆત થઈ છે ત્યારે આવતી કાલથી અમિત શાહ ભાજપના પરીવાર સાથે દિવાળીનું નવું વર્ષ મનાવશે.. તેઓ સતત 4 દિવસ સુધી ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાના ચારેય ઝોનમાં તેઓ ભાજપના કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સીઆર પાટીલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ એમ સરકાર, સંગઠન અને કેન્દ્રીય નેતૃત્વ એક સાથે ભાજપના નેતાઓ અને કાર્યકરો સાથે દિવાળીનું સેલિબ્રેશ કરી એક મહત્વની બેઠક પણ કરશે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ દ્વારા તૈયારીઓ દરેક મોરચે તેજ કરાઈ છે. ત્યારે કાર્યકર્તાઓને વોર્મઅપ કરવાના હેતુસર ભાજપે દિવાળી કાર્યકર્તાઓ સાથે મનાવવાનું નક્કી કર્યું છે.

ચાર ઝોનમાં આ બેઠક યોજવામાં આવી રહી છે ત્યારે ઉત્તર ગુજરાતની બેઠક પાલનપુરથી તેમજ સૌરાષ્ટ્રની બેઠક સોમનાથમાં મળશે આ ઉપરાંત મધ્ય ગુજરાતની બેઠક વડોદરાથી બોલવાવમાં આવશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતની બેઠક સુરત ખાતે યોજવામાં આવશે. આચાર સંહીતા લાગુ પડવાની છે ત્યારે આખરે કયા મુદ્દા સાથે આગળ જવું તેને લઈને સલાહ સૂચન પણ આપવામાં આવશે. કાર્યકર્તાઓને વોર્મઅપ કરવા આ બેઠકનું આયોજન કરાયું છે.

Leave a Reply

Your email address will not be published.