સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ તળાવની અંદર મગર સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.
મગર એટલા ખતરનાક છે કે લોકો તેમના નામથી જ ધ્રૂજી જાય છે અને તેમનાથી દૂર રહેવાનું પસંદ કરે છે. મગરો માણસો અને મોટા પ્રાણીઓને પણ પોતાનો શિકાર બનાવે છે. પરંતુ, શું તમે ક્યારેય મગર અને મનુષ્ય વચ્ચે મિત્રતા જોઈ છે? તે પણ એટલી ઊંડી મિત્રતા, જેને જોઈને તમારા હોશ ઉડી જશે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ તળાવની અંદર મગર સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઈને કોઈપણના હોશ ઉડી જશે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પાણીમાં મગરના સંગની એટલી મજા માણી રહ્યો છે કે તે તેની સાથે ડાન્સ કરી રહ્યો છે. વીડિયોમાં તે વ્યક્તિ મગરને ગળે લગાવતો જોવા મળે છે અને તેની સાથે તળાવની વચ્ચે ‘રોમેન્ટિક’ સ્ટાઈલમાં ડાન્સ કરી રહ્યો છે. આ બંનેને જોઈને લાગે છે કે તેઓ તેમાં ખૂબ જ મસ્તી કરી રહ્યાં છે.
Florida man strikes again pic.twitter.com/MAgGnFkymk
— Lance🇱🇨 (@BornAKang) October 18, 2022
18 ઓક્ટોબરના રોજ @BornAKang નામના યુઝરે ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું- ફ્લોરિડાના માણસે ફરી હુમલો કર્યો. આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 12 મિલિયન વખત જોવામાં આવ્યો છે. 4 લાખથી વધુ લાઈક્સ મળી છે. આ આશ્ચર્યજનક નજારો જોઈને સેંકડો યુઝર્સે પોતાનો પ્રતિભાવ આપ્યો છે. કેટલાક યુઝર્સે લખ્યું કે અમે વિચારી રહ્યા છીએ કે મગરના મગજમાં શું ચાલી રહ્યું હશે, જ્યારે અન્ય લોકોએ લખ્યું કે ગરીબ માણસની કોઈ ગર્લફ્રેન્ડ નથી.
વેલ, આ પહેલીવાર નથી જ્યારે કોઈ વીડિયોએ ઈન્ટરનેટ યુઝર્સને ચોંકાવી દીધા હોય. આ પહેલા પણ આ ચોંકાવનારી ક્લિપ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર જોવા મળી છે. થોડા સમય પહેલા IFS ઓફિસર સુશાંત નંદાએ આ વીડિયો શેર કર્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું કે, કેટલાક લોકો પાગલપનની કોઈપણ હદ સુધી જઈ શકે છે.