news

પોરબંદર પંથકમાં બે દિવસ સુધી ગુજરાત ગૌરવ યાત્રા ના વિશેષ કાર્યક્રમો યોજાશે આ યાત્રાના પ્રસ્થાન, સ્વાગત, સભા, સમાપન સમારોહ સહિત કાર્યક્રમો

કૃષ્ણભૂમિ દ્વારકાથી શરૂ થયેલી ગુજરાત ગૌરવયાત્રાનું સુદામાજીના પોરબંદર જીલ્લામાં સોમવારે કુતિયાણામાં આગમન થયું હતું અને પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં સભા યોજાઈ હતી તથા આજે સુદ્યમાચોકમાં કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજાય તે પુર્વે યુવા ભાજપ દ્વારા વિશાળ બાઇક-કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

પોરબંદર પંથકમાં બે દિવસ સુધી ગુજરાત ગૌરવ યાત્રા ના વિશેષ કાર્યક્રમો યોજાશે આ યાત્રાના પ્રસ્થાન, સ્વાગત, સભા, સમાપન સમારોહ સહિત કાર્યક્રમો માટે તૈયારીને આખરીઓપ આપી દેવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લા ની જનતા ને ગૌરવ યાત્રામાં જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે. આ ધાત્રામાં ભાજપ ના દિગ્ધ નેતાઓ ઉપસ્થિત રહેશે. ગુજરાતની જનતાએ ભાજપ સરકારને ગત ચૂંટણીમાં વિકાસ લક્ષી ફાર્યો કરવા બદલ આશિર્વાદ આપ્યા હતા. આ તમામ ગૌરવપૂર્ણ વિકાસના કાર્યોની માહિતી ભાજપના કાર્યકરો ગૌરવ યાત્રા સ્વરૂપે જનતાને આપી રહ્યા છે ત્યારે રાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે અનેક વિધ વિકાસલક્ષી કાર્યો કર્યા છે, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, રિવરફ્રન્ટ, ૨૪ કલાક વીજળી, ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ સહિતના વિવિધ પ્રોજેકટોનું કામ ગુજરાતમાં અને પોરબંદરમાં પણ રિવરફ્રન્ટ સહીત અનેક વિકાસ કામો થયા છે ત્યારે આ વિકાસ અદ્દભુત વિકાસ કર્યો નું ગૌરવ લેવા આ યાત્રા સૌરાષ્ટ્ર ના શહેરો માં ફર્યા બાદ સોમવારે પોરબંદર પંથકમાં આ યાત્રા પહોંચી હતી.

પોરબંદર જિલ્લાનો કાર્યક્રમ

ગુજરાત ગૌરવ યાત્રા સૌરાષ્ટ્ર ના જુદા જુદા શહેર-ગામોમાં ફરી ને સોમવારે મહેર સમાજ કુતિયાણા ખાતે જાહેર સભા યોજાઈ હતી. જેમાં પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા.

આજે આયોજન તા. ૧૮-૧૦-૨૦૨૨ ના કૃતિયાણા શહેરમાંથી સવારે ૯:૦૦ કલાકે પ્રસ્થાન થશે. અનેરાણાકંડોરણા સવારે ૯:૩૦ કલાકે પહોંચશે જ્યાં જ્યાં આ યાત્રાનું ગ્રામજનો અને ભાજપના હોદ્દારો કાર્યકરો ભવ્ય સ્વાગત કરશે. ત્યારબાદ આ યાત્રા સવારે ૧૦:૦૦ વાગ્યે રાણાવાવ પહોંચે જ્યાં સ્વાગત સભા યોજાશે. ત્યાબાદ આ યાત્રા સવારે ૧૦:૩૦ ક્લાકે પોરબંદરના કમલાબાગ ખાતે પહોંચે ત્યાં પોરબંદરવાસીઓ અને ભાજપના હોદેદારો કાર્યકરો ભવ્ય સ્વાગત કરશે ત્યારબાદ ૧૧:૦૦ કલાકે સુદામાચોક ખાતે સમાપન જાહેર સભા યોજાશે. આ ગૌરવ યાત્રા મા ઓ બી સી મોરચા ના રાષ્ટ્રીય પ્રમુખ કે. લક્ષમણ, કેન્દ્રીય સરકાર ના જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંગ શેખાવત, કેન્દ્રીય નાણામંત્રી (રાજ્ય કક્ષા) ડો. ભગવત કરાડ હાજર રહેશે, માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગોરધનભાઈ ઝાડફિયા વિગેરે ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published.