news

PM મોદી ગુજરાતમાં 7710 કરોડના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે

19 અને 20 ઓક્ટોબરનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ રહેશે. આ દરમિયાન PM મોદી ગુજરાતમાં સૌરાષ્ટ્ર ખાતે 7710 કરોડના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે
પીએમ ફરીથી કાઠીયાવાડના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે રાજકોટ, જુનાગઢ, મોરબી અને અન્ય જિલ્લાઓમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ખાતમૂહુર્ત તેઓ કરશે.

જેમાં રાજકોટ જિલ્લામાં  મળતી વિગતો અનુસાર 4309 કરોડના અમૂલ પ્લાન્ટ સહિત વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે જ્યારે મોરબી જિલ્લામાં વડાપ્રધાન 2,738 કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમૂહુર્ત કરશે. આ સાથે અન્ય જિલ્લાઓમાં 663 કરોડના વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત કરશે.

મોરબી ખાતે મેડિકલ કોલેજની ભેટ આપશે
મોરબી ખાતે મેડિકલ કોલેજની ભેટ આપશે. આ ઉપરાંત મોરબી, હળવદ રોડ અને મોરબી-જેતપર રોડને ચાર માર્ગીય કરવામાં આવશે, નવા જિલ્લા કોર્ટ બિલ્ડીંગનું બાંધકામ, તેમજ ટંકારામાં નવી કોર્ટ બિલ્ડિંગનું નિર્માણ કરવાના કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત વાંકાનેર-નવલખી રેલવે લાઇન પર ઓવરબ્રિજ બનાવવાનું ખાતમૂહુર્ત કરશે.

19 ઓક્ટોબરના કાર્યક્રમો

– 9.30 કલાકે મહાત્મા મંદિરના કાર્યક્રમમાં હાજરી આપશે,
ગાંધીનગરમાં ડીફેન્સ એક્સપોની શરૂઆત કરાવશે.
– અમદાવાદ ગાંધીનગર વચ્ચેની મિશનલ એક્સલન્સ ઓફ સ્કૂલમાં હાજરી આપશે.
– બપોરે જુનાગઢમાં લોકાર્પણના કાર્યોનું ખાતમૂહુર્ત અને શિલાન્યાસ કરશે ત્યાં સભાને સંબોધશે
– રાજકોટમાં રોડ શો કરી જંગી સભાને સંબોધશે 5000 કરોડના શિલાન્યાસ, લોકાર્પણ કરશે.

20 તારીખનો પ્રવાસ

– કેવડીયામાં વિદેશ મંત્રાલયની કોન્ફરન્સમાં આપશે હાજરી.
– તાપી વ્યારામાં જઈ વિવિધ લોકાર્પણ કરશે.
– સુરતના સરકારી વિવિધ કાર્યક્રમની અંદર હાજરી આપશે ત્યાંથી સિધા દિલ્હી જવા રવાના થશે.

Leave a Reply

Your email address will not be published.