news

ચરોતરમાં દિવાળી નિમિતે ST વિભાગ આણંદ અને ડાકોર બસ ડેપોથી એકસ્ટ્રા બસો દોડાવશે દિવાળી વેકેશનના ટ્રાફિકને પહોંચી વળવા એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે

ચરોતરમાં દિવાળી નિમિતે ST વિભાગ આણંદ અને ડાકોર બસ ડેપોથી એકસ્ટ્રા બસો દોડાવશે દિવાળી વેકેશનના ટ્રાફિકને પહોંચી વળવા એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે 21 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી વધારાના ટ્રાફિકને પહોચી વળવા એસટી વિભાગનું આયોજન દિવાળી પર્વ ટાણે રજાના માહોલમાં નડિયાદ એસટી ડિવિઝને વધારાના ટ્રાફિકને પહોંચી વળવા સુચારુ આયોજન કર્યું છે‌. જેમાં ચરોતરના ત્રણ મહત્વના ડેપો નડિયાદ, આણંદ અને ડાકોર ખાતેથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે. નડિયાદ એસટી વિભાગીય કચેરીએ આગવું આયોજન કર્યું બૃહદ ખેડા જિલ્લામાં દિવાળી તહેવાર નિમિત્તે એસટી મુસાફરોને બસની સવલત વધુ સરળતાથી મળી રહે તે માટે નડિયાદ એસટી વિભાગીય કચેરીએ આગવું આયોજન કર્યું છે. ખેડા અને આણંદ જિલ્લાના મહત્વના બસ સ્ટોપ ગણાતા આણંદ, નડિયાદ અને ડાકોર ખાતેથી 21 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર દરમિયાન વધારાની બસો દોડાવવામાં આવશે. રૂટ પર બસનું ગ્રુપ બુકીંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે નડીયાદ બસ-સ્ટેશન ખાતેથી દાહેાદ,પંચમહાલ, ગોધરા, ઝાલોદ, સંતરામપુર, લીમડી, છોટાઉદેપુર, ફતેપુરા, અમદાવાદ, વડોદરા, વગેરે સ્થળો તરફ જવા માટે એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવી છે. તો આણંદ બસ-સ્ટેશન ખાતેથી દાહોદ,પંચમહાલ, ગોધરા, ઝાલોદ, સંતરામપુર, લીમડી, છોટાઉદેપુર, ફતેપુરા, અમદાવાદ, વડોદરા, વગેરે સ્થળો તરફ જવા માટે અને ડાકોર બસ-સ્ટેશનખાતેથી અમદાવાદ, વડોદરા, ગોધરા, પંચમહાલ, દાહોદ ટ્રાફિક પ્રમાણને અનુલક્ષીને જે તે ડેપો ખાતેથી એકસ્ટ્રા સંચાલન કરવામાં આવનાર છે. તેમ નડિયાદ એસટી વિભાગીય નિયામકે જણાવ્યું છે. આ રૂટ પર બસનું ગ્રુપ બુકીંગની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેનો લાભ લેવા નજીકનાં ડેપો ખાતે ડેપો મેનેજરનો સંપર્ક કરવા જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.