ગુજરાતના વિકાસનો હિસાબ ગૌરવ સાથે આપવાનું આયોજન એટલે ગુજરાત ગૌરવ યાત્રા વલભીપુર ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાનું ઉદબોધન – કેન્દ્રીય મંત્રી શ્રી રામપાલ મેઘવાળ અને મહાનુભાવો જોડાયા ભાવનગર જિલ્લામાં આજે ગુજરાત ગૌરવ યાત્રાના પ્રવેશ સાથે વલભીપુર ખાતે યોજાયેલ સભામાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ કરેલા ઉદબોધનમાં જણાવ્યું કે આ યાત્રા એ ગુજરાતે કરેલા વિકાસનો હિસાબ ગૌરવ સાથે આપવાં ભારતીય જનતા પક્ષ દ્વારા આ આયોજન થયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના શાસનના શુભ ફળ સમગ્ર દેશ સાથે ગુજરાતને ખૂબ મળ્યાનું જણાવી શ્રી માંડવિયાએ કોરોના મહાબિમારીમાં ભારતે મેળવેલ અંકુશ સમગ્ર વિશ્વએ નોંધ લીધી છે. આ સમયમાં ગુજરાતમાં વીજળી, પાણી સહિત વિકાસ યોજના ઉપક્રમોનો મળેલો લાભ વર્ણવી, ધોલેરા, સૌની યોજના વગેરે સાથે ભરોસાની સરકાર એટલે ભાજપ સરકાર દ્વારા નવું ગુજરાત નિર્માણ થઈ રહ્યાનો ભાવ જણાવ્યો. કેન્દ્રીય મંત્રી શ્રી રામપાલ મેઘવાળે ગુજરાત અને રાજસ્થાનના સાંસ્કૃતિક સંબંધ સાથે રામદેવપીર મહારાજ અને મીરાબાઈનો ઉલ્લેખ કરી ગુજરાત સમગ્ર રાષ્ટ્રમાં વિકાસ માટે નમૂનારૂપ કામ કરી રહ્યાનું અને ભાજપ સરકાર સાથે પ્રજાનો નાતો મજબૂત હોવાનું કહ્યું. તેઓએ લોકજીવન અને લોક સાહિત્યની વાતો સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની કાર્યશૈલીની વાતો કરી. ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી મૂકેશ લંગાળિયાએ જણાવ્યું કે આ યાત્રા દ્વારા પ્રજાજનોને ભાજપના કામોનો હિસાબ આપવામાં આવી રહ્યો છે. ભાજપ દ્વારા થયેલા નવસર્જનમાં સૌનો સાથ કાયમ રહેશે તેમ ઉમેર્યું. ગુજરાત પ્રદેશ ભાજપ ગૌરવ યાત્રામાં સાંસદ અને ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ભારતીબેન શિયાળ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલ, ધારાસભ્ય શ્રી આત્મારામ પરમાર, પ્રભારી શ્રી ભરતભાઈ કાનાબાર, પ્રભારી શ્રી રેખાબેન ડુંગરાણી વગેરે હોદેદારો જોડાયા હતા. ગૌરવ યાત્રાનું મુલધરાઈ ખાતે સ્વાગત બાદ કાનપર, વલભીપુર, રામપર,ઉમરાળા, ટીંબી, ધોળા, પરવાળા, રંઘોળા, ગઢુલા, સણોસરા, નોંઘણવદર, પરવડી, ગારિયાધાર, માનગઢ, ચોંડા, હડમતિયા થઈ પાલિતાણા પહોંચી હતી જે દરમિયાન ભારે ઉત્સાહ સાથે સ્વાગત સન્માન સાથે સભાઓ યોજાઈ હતી.