news

બખ્ખા / મોદી સરકારની આ યોજનાથી દર મહિને થશે 15 હજારની કમાણી, ફટાફટ કરો અરજી

Ayushman Bharat Yojana : મોદી સરકારની સૌથી મહત્વકાંક્ષી ‘આયુષ્માન ભારત યોજના’ ની માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે. આ યોજના ગરીબોને સારી સારવારમાં મદદ કરી રહી છે. આરોગ્ય યોજના હોવા ઉપરાંત તેનાથી લોકોને રોજગારી પણ મળી રહી છે. કેન્દ્રની મોદી સરકારે આયુષ્માન યોજના હેઠળ પાંચ વર્ષમાં 10 લાખ નોકરીઓનું સર્જન કરવાનું લક્ષ્ય રાખ્યું હતું.

એક લાખથી વધારે આયુષ્માન મિત્ર તૈનાત કરાયા

આ યોજના હેઠળ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં એક લાખથી વધુ આયુષ્માન મિત્ર તૈનાત કરવામાં આવ્યા છે. આયુષ્માન મિત્રને પગારની સાથે અન્ય સુવિધાઓ પણ આપવામાં આવે છે. જો તમે પણ સરકારની આ યોજનામાં જોડાવા માંગો છો, તો તમે આયુષ્માન મિત્ર બનીને દર મહિને 15 હજાર રૂપિયા સુધીનો લાભ મેળવી શકો છો. આયુષ્માન મિત્રની ભરતી માટે આરોગ્ય મંત્રાલય અને કૌશલ્ય વિકાસ મંત્રાલય મળીને કામ કરે છે.

આયુષ્માન મિત્રનું કામ

આયુષ્માન મિત્રનું મુખ્ય કામ યોજના સાથે સંબંધિત દરેક લાભ લાભાર્થીને માર્ગદર્શન આપવાનો રહેશે. તેઓ સરકારની યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલોમાં પોસ્ટેડ હોય છે. કોઈને અરજી કરાવવા અને તેનું આયુષ્માન કાર્ડ બનાવવાની જવાબદારી આયુષ્માન મિત્રની હોય છે. તેમની પસંદગી 12 મહિનાના કોન્ટ્રાક્ટના આધારે કરવામાં આવે છે. 12 મહિના પૂરા થવા પર તેને વધારી શકાય છે.

પગાર અને ઈન્સેન્ટિવ

દર મહિને 15 હજાર રૂપિયા આયુષ્માન મિત્રોને મળે છે. આ સિવાય દરેક દર્દી પર 50 રૂપિયાનું ઈન્સેન્ટિવ પણ મળે છે. દરેક જિલ્લામાં આયુષ્માન મિત્રની નિમણૂક કરવામાં આવી છે. તેમની નિમણૂકની જવાબદારી જિલ્લા કક્ષાની એજન્સી દ્વારા કરવામાં આવે છે. પસંદગી પછી તાલીમની જવાબદારી કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયની રહે છે.

આયુષ્માન મિત્ર બનવાની યોગ્યતા

અરજદાર 12મું પાસ હોવો જોઈએ. કમ્પ્યુટર અને ઈન્ટરનેટનું પણ જ્ઞાન હોવું જોઈએ. અરજદારે આયુષ્માન મિત્ર ટ્રેનિંગ કોર્સ પૂર્ણ કર્યો હોવો જોઈએ અને સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. અરજદારોની ઉંમર 32 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તેની નિમણૂકમાં મહિલા ઉમેદવારોને પ્રાધાન્ય મળે છે.

Leave a Reply

Your email address will not be published.