Rashifal

બુધવારનું રાશિફળ:બુધવારના દિવસે વૃશ્ચિક જાતકોએ ધૈર્ય અને વિવેકથી કામ કરવું, ઉતાવળમાં નુકસાન થઇ શકે છે

12 ઓક્ટોબર, બુધવારનો દિવસ મેષ તથા સિંહ રાશિના બિઝનેસ કરતા જાતકો માટે શુભ છે. વૃષભ તથા કર્ક રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સારો છે. મિથુન રાશિના નોકરિયાત વર્ગને બોનસ અથવા પ્રમોશન મળવાની શક્યતા છે. આ ઉપરાંત કન્યા રાશિને આર્થિક નુકસાન થઈ શકે છે. ધન રાશિના નોકરિયાત વર્ગને મુશ્કેલી આવી શકે છે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

12 ઓક્ટોબર, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– સમય શાંતિદાયક અને ધનદાયક રહેશે. મિત્રોની મદદથી કોઇ ગુંચવાયેલું કામ ઉકેલાઈ જશે. આ સમયે તમારા સ્પર્ધીઓ પણ તમારી તરફ મિત્રતાનો હાથ વધારે. ફોન દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે વાત થશે તથા તમારું કોઇ કાર્ય એક નવા અંદાજમાં સંપન્ન થશે.

નેગેટિવઃ– ઘર અને કામ વચ્ચે તાલમેલ જાળવી રાખવામાં મુશ્કેલી થશે. ખોટા કાર્યોમાં પણ વધારે સમય પસાર થઇ શકે છે. રિસ્ક પ્રવૃત્તિના કાર્યોથી દૂર રહો.

વ્યવસાયઃ– વેપારમાં નવા-નવા લોકો સાથે સંપર્ક બનશે, જેના દ્વારા તમારી ઉન્નતિ થશે.

લવઃ– પારિવારિક જવાબદારીઓને પણ નિભાવવામાં તમે સંપૂર્ણ રીતે સક્ષમ રહેશો.

સ્વાસ્થ્યઃ– માથાનો દુખાવો કે પેટમાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– દિવસની શરૂઆત સુખદ ગતિવિધિઓ દ્વારા થશે. વ્યસ્ત હોવા છતાં ઘર અને પરિવાર તમારી પહેલી પ્રાથમિકતા રહેશે. નૈતિક મૂલ્યો તથા અધ્યાત્મિકતા તરફ તમારો વિશેષ રસ રહેશે. આ સમયે જૂની બાબતોને છોડીને નવા વિચારોને પ્રાથમિકતા આપશો.

નેગેટિવઃ– આ સમયે કોઇપણ પરિવર્તન કરવા માટે સમય અનુકૂળ નથી. જમીનને લગતા મામલાઓને શાંતિ તથા ગંભીરતાથી ઉકેલવાની કોશિશ કરો. ઉતાવળ અને ભાવુકતાના કારણે કોઇ ખોટા નિર્ણય પણ લઇ શકો છો.

વ્યવસાયઃ– આ સમયે રોકાણ તથા બેંકના કાર્યો જેવી ગતિવિધિઓમાં વ્યસ્ત રહી શકો છો.

લવઃ– ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– માનસિક અને શારીરિક તણાવથી મુક્તિ મેળવવા માટે થોડો સમય એકલા વિતાવો.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– ગ્રહ સ્થિતિ તમારા માટે અનુકૂળ રહેશે. કોઇ યાત્રાને લગતો પ્રોગ્રામ બનશે જે આરામદાયક તથા સુખદાયક રહેશે. સામાજિક સીમા વધશે. લોકોની આશા ઉપર તમે ખરા ઉતરશો. ઘરના વડીલો કે અનુભવી લોકો તરફથી યોગ્ય માર્ગદર્શન મળશે.

નેગેટિવઃ– બપોર પછી સમયની ચાલ થોડી વિપરીત રહેશે. કોઇ જગ્યાએ રૂપિયા અટકી શકે છે. સમસ્યાનું નિવારણ ન થવાથી બેચેની રહેશે તથા માનસિક રૂપથી તણાવમાં રહેશો.

વ્યવસાયઃ– વ્યવસાયને લગતો કોઇ લાભકારી પ્રત્સાવ આવી શકે છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલો કોઇ વિવાદ દૂર થશે તથા એકબીજા સાથે સંબંધો મજબૂત થશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– આજે તમે ઈશ્વર આરાધના, યોગ જેવી ગતિવિધિઓમાં વ્યસ્ત રહી શકો છો અને માનસિક રૂપથી સુકૂન પણ અનુભવ કરશો. કોઇ પ્રિય વ્યક્તિ પાસેથી સુંદર ભેટ મળી શકે છે. આ સમયે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું સારું પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– આ સમયે તમારા ગુપ્ત દુશ્મનોથી સાવધાન રહો તથા તમારા મનની વાત દરેક સામે જાહેર ન કરો. પારિવારિક લોકો તરફથી સહયોગાત્મક વ્યવહારમાં થોડી ખામી આવી શકે છે. કોઇ સભ્યના સ્વાસ્થ્યને લગતી પરેશાનીના કારણે ડોક્ટર પાસે જવું પડી શકે છે.

વ્યવસાયઃ– પાર્ટનરશિપની દૃષ્ટિએ સમય ખૂબ જ ઉત્તમ છે.

લવઃ– પારિવારિક તથા વ્યવસાયિક ગતિવિધિઓ વચ્ચે યોગ્ય તાલમેલ જાળવી રાખો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓને હળવામાં લેશો નહીં.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– આજે લાંબા ગાળાથી ચાલી રહેલા કોઇ મુદ્દા કે કામને ખૂબ જ કુશળતા અને શાંતિથી ઉકેલવામાં તમે સક્ષમ રહેશો. બાળકો તમારી આજ્ઞાનું પાલન કરશે. સમાજસેવી ગતિવિધિઓમાં પણ તમારો યોગ્ય સમય પસાર થશે. યુવાઓ ઇન્ટરવ્યૂમાં સારું પ્રદર્શન કરી શકશે.

નેગેટિવઃ– આ વાતનું ધ્યાન રાખો કે તમારી જ વાણીના કાણે મુશ્કેલીમાં ફસાઇ શકો છો. કોઇપણ કાર્યમાં વધારે જોખમ ન ઉઠાવશો. કોઇ સંબંધીના ઈર્ષ્યાળુ વ્યવહારના કારણે તમારું મન અશાંત રહેશે.

વ્યવસાયઃ– રાજકીય કાર્ય હવે ગતિ પકડશે.

લવઃ– પરિવાર સાથે વસ્ત્ર, ઘરેણાને લગતી ખરીદદારીમાં સુખ-શાંતિથી સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ– જોખમી કાર્યોથી દૂર રહેવું.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– આ સમયે તમે તમારા નજીકના સંબંધોને મજબૂત કરવામાં તમારું વિશેષ ધ્યાન રાખશો. અભ્યાસ કરી રહેલાં લોકોનું ધ્યાન પોતાના લક્ષ્ય ઉપર રહેશે અને લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સક્ષમ પણ રહેશો. થોડા કઠોર તથા સાહસી નિર્ણયોના કારણે તમને સફળતા મળશે.

નેગેટિવઃ– રોકાણને લગતી ગતિવિધિઓમાં વધારે સાવધાની રાખવાની જરૂર છે. તમે કોઇ ષડયંત્ર કે વિરોધાભાસની સ્થિતિમાં ફસાઇ શકો છો. આ સમયે કરવામાં આવેલી યાત્રા પરેશાની આપશે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.

લવઃ– ઘરને નવો લૂક આપવા માટે પરિવારના લોકો એકબીજા સાથે ચર્ચા-વિચારણાં કરશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

તુલાઃ-

પોઝિટિવઃ– જો તમે કોઇ ઇન્ટરવ્યુમા સામેલ થઇ રહ્યા છો તો સફળતા મળી શકશે. સુકૂન અને શાંતિથી પરિપૂર્ણ દિવસ પસાર થઇ શકે છે. આ દરમિયાન કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય તો થશે નહીં પરંતુ કોઇ કાર્ય વિશેષની રૂપરેખા બનશે.

નેગેટિવઃ– કોઇ પરિસ્થિતિમાં તમારો આત્મવિશ્વાસ ડગમગાઈ શકે છે તથા બેદરકારીના કારણે કોઇ કામ પણ ખરાબ થવાની શક્યતા છે. અન્ય સાથે ઝઘડામાં કોઇપણ પ્રકારની દખલ ન કરો.

વ્યવસાયઃ– વ્યવસાય તથા કરિયરમાં સ્થાયિત્વ રહેશે. લાંબી દૂરની યાત્રા સાર્થક અને ધનદાયક રહેશે.

લવઃ– પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– સમય અનુકૂળ છે. એકબીજા સાથે વાતચીત દ્વારા અનેક પરિસ્થિતિઓ સામાન્ય થઇ જશે. આ સમયે લોકો સાથે સંબંધ જાળવી રાખવાની દૃષ્ટિએ સમય મહત્ત્વપૂર્ણ છે. તમને કોઇ આદર્શ વ્યક્તિની પ્રેરણાથી નિપુણતા તથા ઊર્જા અનુભવ થશે.

નેગેટિવઃ– કોઇપણ કામ ઉતાવળના કારણે ખરાબ થઇ શકે છે. આ સમયે ધૈર્ય અને વિવેકથી કામ લેવું જરૂરી છે. તમારી ઉપર કોઇ નવું કાર્ય કે જવાબદારી આવી શકે છે. જેના કારણે તમે થોડા ચિંતામાં રહી શકો છો.

વ્યવસાયઃ– તમારી કોઇપણ વ્યવસાયિક યોજના અને ગતિવિધિઓ અંગે કોઇ સાથે ચર્ચા ન કરો.

લવઃ– ઘરમાં કોઇ સભ્યની સગાઈને લઇને પાર્ટી અને ઉત્સવનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– તમારું ઉત્તમ ખાનપાન તથા વ્યવસ્થિત દિનચર્યા તમને ઊર્જાવાન રાખશે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– આજે કોઇ ધાર્મિક ક્રિયાઓ અથવા આયોજનમાં વ્યસ્ત રહેશો. પરિજનો તથા મિત્રો સાથે સારો સમય પસાર થશે તથા તમે તમારા જીવન સ્તરને સુધારવા માટે થોડા સિદ્ધાંત અને વ્યાપક દૃષ્ટિકોણ રાખશો.

નેગેટિવઃ– બપોર પછી કોઇ અપ્રિય સમાચાર કે અશુભ સંદેશ મળી શકે છે. જેના કારણે મન નિરાશ રહેશે. ઘરના વડીલોની યોગ્ય દેખરેખ ન થવાના કારણે આત્મગ્લાનિ અનુભવ થઇ શકે છે. એટલા માટે તેમના માટે પણ સમય કાઢવો જરૂરી છે.

વ્યવસાયઃ– આજે વેપારમાં કોઇ કઠોર અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાની સ્થિતિ બનશે.

લવઃ– જીવનસાથીનો ભરપૂર સહયોગ તમને તમારા વ્યક્તિગત કાર્યોને પૂર્ણ કરવામાં મદદગાર રહેશે.

સ્વાસ્થ્યઃ– માનસિક તણાવની અસર તમારી કાર્યક્ષમતા ઉપર પડી શકે છે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– આજનો દિવસ થોડા મિશ્રિત પ્રભાવવાળો રહેશે. થોડા લોકો તમારા પ્રતિ વિપરીત પરિસ્થિતિઓ ઊભી કરી શકે છે પરંતુ તમે તમારી યોગ્યતા અને ક્ષમતા દ્વારા તેમને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં. લક્ષ્યની પ્રાપ્તિ માટે કરેલી કોશિશમાં સફળતા મળશે.

નેગેટિવઃ– તમારા અહંકારભર્યા વ્યવહાર ઉપર રોક લગાવો. અજાણ્યા લોકો ઉપર વિશ્વાસ કરવો તમારા માટે મુશ્કેલી બની શકે છે. તમારી આ નકારાત્મક વાતો ઉપર કંટ્રોલ કરવો તમે પરિસ્થિતિઓને પોતાના અનુકૂળ બનાવવામાં સફળ થઇ શકો છો.

વ્યવસાયઃ– રોજિંદા કાર્યોમાં કોઇ નવી શક્યતાઓ હાથમાં આવી શકે છે.

લવઃ– આ સમયે કામકાજ તથા પારિવારિક જવાબદારીઓ વચ્ચે તાલમેલ બેસાડવાનો પડકાર રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

કુંભઃ-

પોઝિટિવઃ– રૂપિયા-પૈસાની આવકની દૃષ્ટિએ સમયની ગતિ તમારા પક્ષમાં છે. ગુરુજનો તથા વડીલોનો સ્નેહ તથા આશીર્વાદ બની રહેશે. પૂર્વ સમયમાં કરેલી મહેનત રંગ લાવશે. અધ્યાત્મ, સમાજ તથા નૈતિકતા સાથે જોડાયેલાં મામલાઓ ઉપર તમે ધ્યાન આપશો.

નેગેટિવઃ– વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિઘ્ન આવી શકે છે. એટલે ખોટી ગતિવિધિઓમાં તમારું ધ્યાન ન આપો. ઘરના કોઇ સભ્યના લગ્નજીવનમાં થોડી સમસ્યાઓ ઊભી થઇ શકે છે. અન્યની આલોચના કરવાથી તમે પોતાને જ કોઇ મુશ્કેલીમાં મુકી શકો છો.

વ્યવસાયઃ– આ સમયે વ્યવસાયમાં નવી યોજનાઓ ઉપર અમલ કરવાનો સમય ઉત્તમ છે.

લવઃ– ઘરનું વાતાવરણ સુખદ અને સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશર તથા ડાયાબિટીઝ જેવી પરેશાનીઓ વધી શકે છે.

——————————–

મીનઃ-

પોઝિટિવઃ– તમારા પોઝિટિવ વિચાર તથા આત્મવિશ્વાસ દ્વારા કોઇ મુશ્કેલ જીતને પ્રાપ્ત કરી શકો છો. અભ્યાસ, શોધ, લેખન વગેરે જેવા કાર્યો માટે સમય અનુકૂળ છે. ઘરેલુ મામલાઓ પણ તમારી હાજરીમાં ઉકેલાઇ જશે.

નેગેટિવઃ– આ સમયે તમારા અટવાયેલાં કે ઉધાર આપેલાં રૂપિયા પાછા મેળવવા માટે ખાસ કોશિશ કરશો. અર્થ વિના કોઇ સાથે ગુંચવાશો નહીં. નહીંતર નુકસાન ભોગવવું પડી શકે છે.

વ્યવસાયઃ– કામકાજના મામલે કોઇપણ બેદરકારી કે ભૂલ ન કરો.

લવઃ– પતિ-પત્ની અન્યની સમસ્યાના કારણે એકબીજા સાથે મતભેદનો શિકાર બનશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય પ્રત્યે તમારો પોઝિટિવ દૃષ્ટિકોણ તમને ઊર્જાવાન રાખશે.

Leave a Reply

Your email address will not be published.