news

એટીમમાંથી રૂપિયા ઉપાડતા લોકો માટે મોટા સમાચાર, હવે એકાઉન્ટમાંથી કપાશે આટલા રૂપિયા! RBIએ આપી જાણકારી

ATM Card News: આજકાલ એટીએમમાંથી રૂપિયા ઉપાડવા (ATM Card Tracking) ને લઈને ઘણા પ્રકારના નિયમો સામે આવી રહ્યા છે. જો તમે પણ એટીએમ કાર્ડ (ATM Card) નો ઉપયોગ કરો છો તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર (ATM Card Imporatnat News) છે. હાલમાં જ વાયરલ થઈ રહેલી એક પોસ્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે હવે જો તમે એક મહિનામાં 4 થી વધુ વખત એટીએમ (ATM) માંથી રૂપિયા ઉપાડો છો તો તમારે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.

5 વખત રૂપિયા ઉપાડી શકો છો

આપને જણાવી દઈએ કે PIB એ 4 થી વધુ વખત એટીએમ (ATM) માંથી રૂપિયા ઉપાડવાના સમાચારનું ફેક્ટ-ચેક કર્યું છે, જેમાં સત્ય જાણવા મળ્યું છે. રિઝર્વ બેંકની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર બેંક દર મહિને પાંચ એટીએમ ટ્રાન્ઝેક્શન (ATM Transaction) મફત કરવાની સુવિધા આપે છે.

PIB કર્યું ટ્વિટ

PIB ફેક્ટ ચેકે પોતાના ઓફિશિયલ ટ્વીટમાં એક પોસ્ટ મૂકી છે, જેમાં લખ્યું છે કે જો તમે ATMમાંથી 4 થી વધુ વખત રૂપિયા ઉપાડો છો, તો તમારે ટેક્સ તરીકે 150 રૂપિયા અને સર્વિસ ચાર્જ તરીકે 23 રૂપિયા ચૂકવવા પડશે.

દાવો: ATM થી 4થી વધુ વખત રૂપિયા ઉપાડવા પર ₹173 કપાશે.

  • પીઆઈબીએ કહ્યું કે આ દાવો ખોટો છે
  • તમારા બેંકના ATM માંથી દર મહિને 5 મફત ટ્રાન્જેક્શન કરી શકાય છે
  • તેના પછી મહત્તમ ₹21/ ટ્રાન્જેક્શન અથવા કોઈ ટેક્સ થવા પર તે અલગથી ચુકવવાનું રહેશે

કેટલા ટ્રાન્જેક્શન છે ફ્રી

જો ગ્રાહક બીજી બેંકના એટીએમનો ઉપયોગ કરે છે તો મેટ્રો શહેરોમાં એક મહિનામાં ત્રણ ફાઈનેન્શિય અને નોન-ફાઈનેન્શિયલ ટ્રાન્જેક્શન મફત છે. નોન-મેટ્રો શહેરો માટે પાંચ ટ્રાન્જેક્શન મફત છે. ફ્રી ટ્રાન્ઝેક્શન બાદ 20 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે. જોકે, 1 જાન્યુઆરી, 2022થી વધુમાં વધુ 21 રૂપિયા વસૂલી શકાય છે.

Leave a Reply

Your email address will not be published.