news

કેજરીવાલે કર્યો ઉપરાજ્યપાલ પર કટાક્ષ, કહ્યું – ‘LG સાહેબે મને જેટલા પ્રેમપત્રો લખ્યા છે, એટલા તો મારી પત્નીએ મને નથી લખ્યા’

દિલ્હીની AAP સરકાર અને ઉપરાજ્યપાલ વિનય સક્સેના વચ્ચે 36નો આંકડો સ્પષ્ટપણે દેખાઈ આવે છે. દિલ્હી સરકારની ઘણી નીતિઓ વિરુદ્ધ ઉપરાજ્યપાલ વિનય સક્સેના તપાસના આદેશ આપી ચુક્યા છે. ત્યારે હાલમાં જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિ દરમિયાન 2 ઓક્ટોબરે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી ન હતી. એનાથી નારાજ થઈને LG વિનય સક્સેનાએ અરવિંદ કેજરીવાલને ચિઠ્ઠી લખી દીધી.

‘LG સાહેબ થોડું ચિલ કરો’

આ બધાને લઈને ગુરુવારે અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર એક ટ્વીટ કરી, જેની ખૂબ જ ચર્ચાઓ થઇ રહી છે. તેમણે ઉપરાજ્યપાલ પર કટાક્ષ કરતા લખ્યું, ‘LG સાહેબ રોજ મને જેટલું ખીજાય છે, એટલું તો મારી પત્ની પણ મને નથી ખીજાતી. છેલ્લા છ મહિનામાં LG સાહેબે મને જેટલા પ્રેમપત્રો લખ્યા છે, એટલા આખા જીવનમાં મારી પત્નીએ મને નથી લખ્યાં. LG સાહેબ, થોડું ચિલ કરો અને પોતાના સુપર બૉસને કહો, થોડું ચિલ કરે.’

ઉપરાજ્યપાલ ચિઠ્ઠીમાં શું કહ્યું?

નોંધનીય છે કે દિલ્હીના ઉપરાજ્યપાલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લખેલી ચિઠ્ઠીમાં નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ચિઠ્ઠીમાં કહ્યું હતું કે હું એ  બાધિત છું કે 2 ઓક્ટોબરે ન તો તમે ન તો તમારી સરકારથી કોઈ મંત્રી હાજર હતા. દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, લોકસભાના સ્પીકર અને ઘણા વિદેશી ડેલિગેટ્સ પણ બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે હાજર હતા.

બેદરકાર દેખાયા નાયબ મુખ્યમંત્રી 

પત્રમાં ઉપરાજ્યપાલે લખ્યું કે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા થોડી મિનિટો માટે હાજર હતા, જોકે તેઓ એકદમ બેદરકાર દેખાતા હતા. લેફ્ટનન્ટ ગવર્નરે પાંચ પાનાના પત્રમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે રાજઘાટ અને વિજયઘાટ પર તમામ પક્ષોના નેતાઓ પણ હાજર હતા.

AAP એ આપ્યો ચિઠ્ઠીનો જવાબ 

આમ આદમી પાર્ટીએ પણ ઉપરાજ્યપાલના પત્રનો જવાબ આપ્યો. AAPનું કહેવું છે કે એલજીએ વડાપ્રધાનના નિર્દેશ પર પત્ર લખ્યો છે. AAPએ કહ્યું- “વર્ષોથી CM હંમેશા ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતિના કાર્યક્રમોમાં ભાગ લેતા આવ્યા છે. CM રવિવારે ગુજરાતમાં હતા અને તેથી તેઓ કાર્યક્રમમાં હાજરી આપી શક્યા ન હતા. LGના પત્ર પાછળનું કારણ સમજવું જરૂરી છે.”

એલજીએ વીજળી સબસિડી યોજનાની તપાસના આદેશ આપ્યા

દિલ્હીના ઉપરાજ્યપાલે આમ આદમી પાર્ટીની સરકારની પાવર સબસિડી યોજનામાં કથિત ગેરરીતિઓની તપાસના આદેશ આપ્યા છે. આના પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આકરી પ્રતિક્રિયા આપી અને સમગ્ર મામલાને ગુજરાતની ચૂંટણી સાથે જોડ્યો અને દાવો કર્યો કે તપાસના આદેશ આપવાનો હેતુ મફત વીજળીની પહેલને રોકવાનો છે.

Leave a Reply

Your email address will not be published.