મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલી આ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝમાં MSME સેક્ટરને જે પ્રોત્સાહનો અપાવાના છે તેની ભૂમિકા ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ આપી હતી.
તેમણે કહ્યું કે, દેશના મેન્યૂફેકચરીંગ આઉટપૂટમાં સૌથી વધુ યોગદાન ગુજરાતના ૩૩ લાખ જેટલા MSME નું છે. MSME ઉદ્યોગ સાહસિકોની પ્રેરક ઊદ્યમીતાને પરિણામે દેશ અને દુનિયાની બજારને અનુરૂપ ઉત્પાદનો અને સેવાઓનું વિશાળ ફલક રાજ્યમાં વિસ્તર્યુ છે. ગુજરાત કેટલાક કી સેક્ટર્સમાં નેશનલ લીડર્સ તરીકે પ્રસ્થાપિત થયું છે તેમજ ઉદ્યોગો માટે રોકાણનું શ્રેષ્ઠ પસંદગીનું સ્થળ બન્યું છે.
એટલું જ નહિ, નિકાસમાં પણ ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. MSME સેક્ટર યુવાઓ માટે રોજગાર નિર્માણ અને ગ્રામીણ તેમજ પછાત વિસ્તારોના ઔદ્યોગિકરણથી રાષ્ટ્રનિર્માણમાં ઉલ્લેખનીય પ્રદાન કરે છે.
રાજ્યમાં MSMEને ખિલવા અને વિકસવાની વધુ મોકળાશ તથા પ્રોત્સાહનો આપવા સાથે યુવાશક્તિની ઊદ્યમીતાને વિસ્તારવા આ સ્કીમ્સમાં MSME સહિતના સેક્ટર્સ માટે ઉદાર પ્રોત્સાહનો-ઇન્સેટીવ્ઝ જાહેર કરવામાં આવ્યા છે.
આ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ અંતર્ગત MSMEને મળનારા લાભો
નેટ એસ.જી.એસ.ટી. રિએમ્બર્સમેન્ટ પેટે ઉદ્યોગોને ફિક્સ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટના ૭૫ ટકા સુધી ૧૦ વર્ષ સુધી મળશે.
માઈક્રો ઈન્ડસ્ટ્રીઝ માટે ૩૫ લાખ રૂપિયા સુધીની કેપિટલ સબસિડી
એમ.એસ.એમ.ઈ. માટે ૭ વર્ષ સુધી ૩૫ લાખ રૂપિયા સુધીની વાર્ષિક વ્યાજ સબસિડી ૧૦ વર્ષ માટે ઈ.પી.એફ. રિએમ્બર્સમેન્ટ થશે