પાટણ શહેરમાં ગાંધી જયતીની પૂર્વ સંધ્યાએ જિલ્લા ભાજપ દ્વારા ખાદીની ખરીદી કરાઈ
બીજી ઓક્ટોબરે દેશભર માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ની જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી રહી છે .ત્યારે ગાંધીજી હંમેશા ખાદી ના આગ્રહી હોવા થી આજ ના દિવસે રાજકીય નેતા ઓ ખાદી ખરીદતા હોય છે જેના ભાગ રૂપે પાટણ શહેર તેમજ જીલ્લા ભાજપ હિંગળાચાચર ચોક ખાતે થી ચાલતા નીકળી જીલ્લા પ્રમુખ દશરથ ઠાકોર ની આગેવા ની માં ત્રણ દરવાજા સ્થિત ખાદી નિકેતન ભંડાર માં થી ખાદી ની ખરીદી કરી હતી .
આમ ગાંધીજી ની ગરીબો પ્રત્યેની દયાભાવ ની નીતીને લઇ જે સુતર કાંતવાની પ્રથા અપનાવી તેમાંથી તૈયાર થયેલ ખાદી વેચાણ અર્થે મુકી ગરીબોને ઘરે દિવો પ્રગટે તેવા આશયથી આજે ખાદીની ખરીદી કરવામાં આવી હતી .
આ પ્રસંગે પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી કે સી પટેલ , શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી , શૈલેષ પટેલ , સ્નેહલ પટેલ , ગૌરવ મોદી, સતિષ ભાઇ ઠકકર , સંજય પટેલ, સહીત અન્ય ભાજપ ના કાર્યકરો ઉપસ્થિત રહી ખાદી ખરીદી કરી હતી.