સેબી બોર્ડ બેઠકમાં નિર્ણય લેશે
સેબી પોતાની બોર્ડ બેઠકમાં ICDRમાં સંશોધનને મંજૂરી આપી શકે છે. આ પછી ટેક બેઝ્ડ કંપનીઓ જે આઇપીઓ લાવવાની તૈયારીમાં છે તેમણે જણાવવું પડશે કે કંપનીએ આઇપીઓ લોન્ચથી પહેલા પ્રી-આઇપીઓ પ્લેસમેંટમાં જે કિંમત પર શેર્સનું વેચાણ કર્યું હતું તેમના મુકાબલે આઇપીઓનું પ્રાઇઝિંગ કઇ રીતે નક્કી કરાયું છે. તદુપરાંત પ્રી-આઇપીઓમાં હિસ્સો ખરીદનારા રોકાણકારોને જે પ્રેઝન્ટેશન બતાવાયું હોય તે દરેક પ્રેઝન્ટેશનને કંપનીએ સેબી સાથે શેર કરવાનું રહેશે. સેબીના આ સખત વલણ બાદ હવે આઇટી કંપનીઓને ભવિષ્યમાં લિસ્ટિંગની યોજના પહેલા વધુ મજબૂત તૈયારી કરવી પડશે અને નિયામક સાથે દરેક જાણકારી સ્પષ્ટતા સાથે શેર કરવી પડશે.
છેલ્લા એક વર્ષમાં IT કંપનીમાં રોકાણ કરનારા રોકાણકારોને નુકસાન
છેલ્લા એક વર્ષમાં અનેક આઇટી કંપનીઓને આઇપીઓ સાથે માર્કેટમાં પ્રવેશ કર્યો છે. પરંતુ એ પણ તથ્ય છે કે દરેક કંપનીઓમાં રોકાણકારોને મોટું નુકસાન સહન કરવાની નોબત આવી છે. મોટા ભાગની કંપનીઓના શેર્સ ઇસ્યૂ કિંમત કરતા ઓછા ભાવે ટ્રેડ કરી રહ્યા છે.