news

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મળી મોટી સફળતા, 1200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા નાર્કો-ટેરર પર કરવામાં આવેલી કાર્યવાહીમાં ટીમને મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલે 1200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા નાર્કો-ટેરર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સ્પેશિયલ સેલે 1200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. સ્પેશિયલ સેલના સ્પેશિયલ સીપી એચજીએસ ધાલીવાલે કહ્યું છે કે આ ડ્રગ્સ વેચીને આવતા પૈસાનો ઉપયોગ ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓમાં થવાનો હતો. ડ્રગ્સ સાથે બે અફઘાન નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સ્પેશિયલ સેલે 312.5 કિલો મેથામ્ફેટામાઈન અને 10 કિલો સારી ગુણવત્તાનું હેરોઈન જપ્ત કર્યું છે.

પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ પહેલા ચેન્નાઈથી લખનૌ અને ત્યાંથી દિલ્હી લાવવામાં આવ્યું હતું. આ ડ્રગ્સ દિલ્હીથી હરિયાણા, પંજાબ, હિમાચલ અને રાજસ્થાનમાં સપ્લાય થવાનું હતું. આ સિન્ડિકેટ નાર્કો ટેરરિઝમ સાથે સંકળાયેલું છે. જણાવી દઈએ કે આ વર્ષે અગાઉ પણ 350 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. સાથે જ આ ઓપરેશન અંતર્ગત સ્પેશિયલ સેલ દ્વારા 312 કિલો મેથાફેટામાઈન જપ્ત કરવામાં આવ્યું છે.

પોલીસે જણાવ્યું કે 2 અફઘાન નાગરિકો પાસેથી ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું છે. વાસ્તવમાં, આ બંને અફઘાન નાગરિકો ભારતમાં શરણાર્થી તરીકે રહેતા હતા, તે બંને તેમના વિઝાની અવધિમાં સતત વધારો કરી રહ્યા હતા. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે તેમના પર પહેલેથી જ દેખરેખ રાખી હતી. એક માહિતી પર કાલિંદી કુંજ નજીકથી એક કારને અટકાવવામાં આવી હતી. કારમાંથી મેથાફેટામાઈન સાથે બે અફઘાન નાગરિક મુસ્તફા અને રહીમ ઉલ્લાહની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછ બાદ નોઈડામાંથી હેરોઈન પણ મળી આવ્યું છે.

બંને આરોપીઓની ધરપકડ બાદ પોલીસને નોઈડા અને બાદમાં લખનૌથી પણ સફળતા મળી હતી. લખનૌમાંથી કાચો માલ પણ મળી આવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે મુસ્તફા કાબુલ અને બીજો આરોપી રહીમ ઉલ્લાહ કંદહારનો છે. આ મેથેમ્ફેટામાઈન અફઘાનિસ્તાનથી દરિયાઈ માર્ગે ઈરાન આવ્યું હતું, ઈરાનથી અરબી સમુદ્ર થઈને દક્ષિણ ભારતના બંદરે લાવવામાં આવ્યું હતું. સ્પેશિયલ સેલે નાર્કો ટેરરિઝમ અંગે UAPA હેઠળ એફઆઈઆર નોંધી છે. જો તેમની ભૂમિકા બહાર આવશે તો તેમનું નામ પણ આ FIRમાં ઉમેરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.