પોલીસે જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજ બતાવે છે કે મોટરસાઇકલ પર બે અજાણ્યા શખ્સોએ એસયુવીની નીચે વિસ્ફોટકો મૂક્યા અને પછી સ્થળ પરથી ભાગી ગયા.
અમૃતસરઃ પંજાબના અમૃતસરમાં એક પોલીસ અધિકારીના સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV)ની નીચે છુપાયેલ વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. અધિકારીઓએ મંગળવારે આ જાણકારી આપી. પોલીસે જણાવ્યું કે એક કાર ક્લીનરે રણજીત એવન્યુ વિસ્તારમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર દિલબાગ સિંહના સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV)ની નીચે પદાર્થ જોયો.
પોલીસે જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજ બતાવે છે કે મોટરસાઇકલ પર બે અજાણ્યા શખ્સોએ એસયુવીની નીચે વિસ્ફોટકો મૂક્યા અને પછી સ્થળ પરથી ભાગી ગયા. તેમણે કહ્યું કે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સાથે ભારે પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી અને વિસ્ફોટક સામગ્રીને નિષ્ક્રિય કરી દીધી. પોલીસે જણાવ્યું કે વિસ્ફોટક સામગ્રી ધરાવતા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.