Rashifal

મંગળવારનું રાશિફળ:શુભ યોગ છત્ર મકર સહિત 4 રાશિને પ્રગતિ અપાવશે, કર્ક અને ધન રાશિએ સાવધ રહેવું

9 ઓગસ્ટ, મંગળવારના રોજ મૂળ નક્ષત્રમાં ચંદ્રમા હોવાને કારણે છત્ર નામનો શુભ યોગ સર્જાઈ રહ્યો છે. તેને કારણે મેષ અને મકર રાશિના નોકરિયાત લોકોને પ્રમોશનના યોગ છે. તુલા રાશિના જાતકો માટે ગ્રહ સ્થિતિ શુભ છે. કોઈ શુભ સમાચાર પણ મળી શકે છે. કુંભ રાશિના જાતકોને નવી ઉપલબ્ધિ હાંસલ થઈ શકે છે. જોકે ધન રાશિના નોકરિયાત લોકો કોઈ વિવાદમાં સપડાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. કર્ક રાશિના લોકો માટે પણ દિવસ સારો નથી. આ સિવાયની અન્ય રાશિઓ પર ગ્રહોની મિશ્ર અસર રહેશે.

9 ઓગસ્ટ, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– સમયમાં પોઝિટિવ પરિવર્તન આવી રહ્યું છે. તમારી દિનચર્યાને વ્યવસ્થિત બનાવશો તો તમારી યોજનાઓને સાકાર થશે. પારિવારિક અને સામાજિક કાર્યોમાં પણ યોગ્ય સુમેળ રહેશે.

નેગેટિવઃ– આ સમયે તમારી નજીકના લોકો સાથે વ્યવહાર કરતી વખતે સાવધાન રહેવું, નુકસાન જેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. અતિઆત્મવિશ્વાસની સ્થિતિથી બચવું. કોઈપણ સંજોગોમાં સમસ્યાઓથી ડરશો નહીં.

વ્યવસાયઃ– ફોન કે ઓનલાઈન એક્ટિવિટી દ્વારા બિઝનેસની વ્યવસ્થા સારી રહેશે.

લવઃ– પરિવારના સભ્યો સાથે થોડો સમય વિતાવવાથી સંબંધોમાં વધુ નિકટતા આવશે.

સ્વાસ્થ્યઃ– હાલના સંજોગોને કારણે બિલકુલ બેદરકારી ન રાખવી. થોડી સાવધાની પણ તમને સ્વસ્થ રાખશે.

————————————

વૃષભઃ

પોઝિટિવઃ– પારિવારિક વ્યવસ્થા અનુશાસિત અને શાંતિપૂર્ણ રહેશે. વિદ્યાર્થીઓ પોતાનું ધ્યાન સંપૂર્ણ રીતે તેમના અભ્યાસ પર કેન્દ્રિત રાખશે. ઘરમાં કોઈ માંગલિક કામ કરવાની પણ યોજના બનશે. ખુશીનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ– કોઈને પણ એવું વચન ન આપો કે જેને પાળવામાં તમને મુશ્કેલી પડે. કોઈ મિત્ર કે સંબંધી સાથે ગેરસમજને કારણે મતભેદ થઈ શકે છે. સંજોગોને સંભાળવામાં તમારી ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે.

વ્યવસાયઃ– વેપાર સાથે સંબંધિત કોઈ નવી યોજના અથવા કાર્ય શરૂ કરવા માટે સમય અનુકૂળ નથી.

લવઃ– યોગ્ય તાલમેલ જાળવી રાખવાથી ઘરનું વાતાવરણ હળવું રહેશે.

સ્વાસ્થ્યઃ– પડવાથી કે કોઈ વસ્તુથી ઈજા થવાની શક્યતા છે.

————————————

મિથુનઃ

પોઝિટિવઃ– ઘરમાં નજીકના સંબંધીઓનું આગમન થશે. આરામ અને આનંદમાં સારો સમય પસાર થશે. કોઈ ખાસ મુદ્દા પર મહત્ત્વપૂર્ણ ચર્ચા પણ થશે. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર પણ મળી શકે છે.

નેગેટિવઃ– કેટલાક વિરોધીઓ બળતરાની લાગણીથી તમારા માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. તમારી યોજનાઓ અને પ્રવૃત્તિઓ અન્ય લોકો સમક્ષ જાહેર કરશો નહીં. ગુસ્સા અને આવેશ પર કાબૂ રાખો.

વ્યવસાયઃ– દિવસની શરૂઆતમાં કેટલીક સમસ્યાઓ અને અડચણો આવશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે પ્રેમભર્યા સંબંધ બનશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

————————————

કર્કઃ

પોઝિટિવઃ– ધાર્મિક સ્થળે જવાનો કાર્યક્રમ થશે. તમે ઘણી વધુ શાંતિ અને સુકૂન અનુભવશો. યુવાનો પોતાની નોકરીને લગતા કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે લાયક બની રહ્યા છે. તમને કોઈ કિંમતી ભેટ પણ મળી શકે છે.

નેગેટિવઃ– આ સમય ખૂબ જ સકારાત્મક અને શાંતિપૂર્ણ રીતે પસાર કરવાનો છે. તમારી મહત્વપૂર્ણ બાબતો પર નિયંત્રણ રાખો. હાર કે ભૂલી જવા જેવી સ્થિતિ છે. કેટલાક દુ:ખદ સમાચાર મળવાથી નિરાશા અને નકારાત્મક વિચારો આવી શકે છે.

વ્યવસાયઃ– બિઝનેસમાં દરેક કામને ગંભીરતાથી લો.

લવઃ– વ્યસ્તતા હોવા છતાં ઘરની વ્યવસ્થા યોગ્ય રાખવા માટે પરિવાર અને બાળકો માટે થોડો સમય કાઢશો.

સ્વાસ્થ્યઃ– વ્યવસ્થિત આહાર અને દિનચર્યા રાખવાથી તમે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ મહેસૂસ કરશો.

————————————

સિંહઃ

પોઝિટિવઃ– ઘરમાં પરિવર્તન માટેની યોજનાઓ શરૂ થઈ શકે છે. ગ્રહોની સ્થિતિ પોઝિટિવ રહેશે. ફક્ત યોજનાઓને યોગ્ય રીતે અમલમાં મૂકવાની જરૂર છે. ઉધાર આપેલા પૈસા મેળવવા માટે કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે.

નેગેટિવઃ– દેખાડો કરવાની વૃત્તિથી દૂર રહો, કારણ કે તેના કારણે સંબંધોમાં ખટાસ પણ આવી શકે છે. તમારા વર્તનને સરળ અને સૌમ્ય રાખો. ઘરના કોઈ વરિષ્ઠ અને વૃદ્ધ સભ્યના માર્ગદર્શન અને સલાહને ઇગ્નોર કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

વ્યવસાયઃ– માર્કેટિંગ અને મીડિયાને લગતાં બિઝનેસમાં કેટલીક નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે.

લવઃ– ઘરની ખુશીઓનું ધ્યાન રાખો.

સ્વાસ્થ્યઃ– તળેલા અને મસાલેદાર ખોરાકના સેવનના કારણે અપચો અને ગેસની સમસ્યા પરેશાન થશે.

————————————

કન્યાઃ

પોઝિટિવઃ– જો જમીનને લગતી સમસ્યા ચાલી રહી છે, તો તેનો ઉકેલ શોધવા માટે આજે યોગ્ય સમય છે. તમને અમુક લોકોનો સહયોગ પણ મળશે. થોડી સાવધાની અને આત્મવિશ્વાસથી મોટાભાગના કામ સરળતાથી પૂર્ણ થશે.

નેગેટિવઃ– આર્થિક ગતિવિધિઓમાં હિસાબ કરતી વખતે બેદરકારીના કારણે કંઈક ખોટું થઈ શકે છે. તમારા નિર્ણયને પ્રાથમિકતા આપો. અન્ય લોકો ઉપર વધુ વિશ્વાસ કરવાથી તમને નુકસાન પણ થઈ શકે છે. કોઈપણ પ્રકારની હિલચાલ ટાળો.

વ્યવસાયઃ– તમારી માર્કેટિંગ અને પ્રોડક્ટ સંબંધિત ગતિવિધિઓમાં સુધારો કરવાની જરૂર છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા આવશે.

સ્વાસ્થ્યઃ– તમારા આહાર, કસરત અને દિનચર્યામાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખો.

————————————

તુલાઃ

પોઝિટિવઃ– ગ્રહોની સ્થિતિ ઉત્તમ રહે છે, તેનો યોગ્ય ઉપયોગ કરો. કોઈ સારા સમાચાર મળવાથી તમે તમારી અંદર આત્મવિશ્વાસ અને નવી ઊર્જાનો અનુભવ કરશો. કોઈપણ કામમાં તમારે અત્યારે જ ઘરના વરિષ્ઠ વ્યક્તિની સલાહનું પાલન કરવું જોઈએ.

નેગેટિવઃ– ઘરમાં રૂપિયાની બાબતમાં કોઈપણ પ્રકારનું ઉધાર ન લેવું. જાહેર વ્યવહાર કરતી વખતે નકારાત્મક શબ્દોનો ઉપયોગ કરવાથી નુકસાન થઈ શકે છે. ઘરની સ્થિતિના કારણે બાળકો અભ્યાસમાં ધ્યાન આપી શકશે નહીં. તેમની સાથે થોડો સમય પસાર કરવો મહત્ત્વપૂર્ણ છે.

વ્યવસાયઃ– કર્મચારીઓ સાથે યોગ્ય સંકલન જાળવવું જરૂરી છે.

લવઃ– પરિવારના સભ્યોની સુખ-સુવિધાઓનું ધ્યાન રાખશે.

સ્વાસ્થ્યઃ– નસોમાં ખેંચાણ અને દુખાવો રહી શકે છે.

————————————

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– લાગણીઓને બદલે હોશિયારીથી અને સમજદારીથી કામ લેવાથી સંજોગો તમારા પક્ષમાં આવશે. બાળકની કિલકારી સાથે જોડાયેલા શુભ સમાચારના કારણે ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. અટવાયેલા કામને પૂર્ણ કરવા માટે પણ આજે યોગ્ય સમય છે.

નેગેટિવઃ– આર્થિક બાબતોમાં બહારના વ્યક્તિ પર વિશ્વાસ રાખવાથી નુકસાન થઈ શકે છે. બધી પ્રવૃત્તિઓ જાતે જ સંચાલિત કરવી વધુ સારું છે. લોન કે લોન જેવી યોજના બની રહી છે, તમારી ક્ષમતા કરતા વધારે લેવું ચિંતાનો વિષય બની શકે છે.

વ્યવસાયઃ– બિઝનેસમાં કેટલાક પડકારો અને સમસ્યાઓ આવશે.

લવઃ– પતિ-પત્નીના પ્રયત્નોથી ઘરની વ્યવસ્થા સુખદ અને શાંતિમય રહેશે.

સ્વાસ્થ્યઃ– ઘરના કોઈ વરિષ્ઠ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે.

————————————

ધનઃ

પોઝિટિવઃ– કેટલીક રાજકીય કે સામાજિક બાબતોમાં તમારું વર્ચસ્વ હોઈ શકે છે. તેનાથી તમારી લોકપ્રિયતામાં પણ વધારો થશે. વિદ્યાર્થીઓ અને યુવાનોને તેમની ભાવિ પ્રવૃત્તિઓમાં ચોક્કસ સફળતા મેળવે તેવી સંભાવના છે.

નેગેટિવઃ– વધારે વિચારવાથી સંજોગો હાથમાંથી સરકી શકે છે, તરત જ નિર્ણય લેવાનો પ્રયાસ કરવો વધુ સારું છે. જૂની નકારાત્મક બાબતોને તમારા અંગત જીવનમાં સ્થાન ન આપો કારણ કે તેના દ્વારા તમારા મનોબળમાં ઘટાડો આવશે.

વ્યવસાયઃ– બિઝનેસમાં નવી પ્રવૃત્તિઓ શરૂ થશે અને સફળતા મળશે.

લવઃ– ઘરનું વાતાવરણ અનુશાસનિત અને ખુશ રહેશે.

સ્વાસ્થ્યઃ– હવામાનમાં બદલાવના કારણે આળસ અને સુસ્તી આવી શકે છે.

————————————

મકરઃ-

પોઝિટિવઃ– તમારા સામાજિક વર્તુળમાં વધારો કરો. આ સંપર્ક તમારા માટે ફાયદાકારક રહેશે. સાથે જ આળસ ન કરો અને મન પ્રમાણેના કાર્યો પર ધ્યાન આપો, તમને સફળતા જરૂર મળશે. તમારી સિદ્ધિઓને કારણે લોકોને તમારી ક્ષમતાની ખાતરી થશે.

નેગેટિવઃ– તમારી કોઈ પણ યોજનામાં પરિવારના સભ્યોના અભિપ્રાયને પણ મહત્ત્વ આપવું જોઈએ. જે તમને યોગ્ય સલાહ આપશે. તમારા કેટલાક જાણકાર લોકો જ તમારી પીઠ પાછળ કંઇક ખોટું કરી શકે છે, તેથી સાવધાન રહો.

વ્યવસાય– વ્યવસાયિક પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે ચાલતી રહેશે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ અને અનુશાસનિત રહેશે.

સ્વાસ્થ્યઃ– હવામાનમાં બદલાવના કારણે શરદી અને ઉધરસની સમસ્યા રહેશે.

————————————

કુંભઃ

પોઝિટિવઃ– પોતાના માટે પણ થોડો સમય કાઢો. તમને ઘણી સમસ્યાઓનું સમાધાન મળશે. માનસિક શાંતિ પણ મળશે. તમે કોઈ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો. દૃઢ નિશ્ચય અને આકરી મહેનતથી તમારા કામમાં ઘણો સમય આપો.

નેગેટિવઃ– પર્સનલ એન્ગેજમેન્ટના કારણે કેટલાક મહત્ત્વના કામ પણ મિસ થઇ શકે છે. તેથી તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોને પ્રાથમિકતા પર રાખો. ગ્રહોની સ્થિતિ એ સંદેશ પણ આપી રહી છે કે બીજાની સલાહ પર ધ્યાન આપવાને બદલે, તમારી જાત પર વિશ્વાસ રાખીને કાર્ય કરો.

વ્યવસાયઃ– નોકરી વ્યવસાયના લોકો માટે સ્થિતિ એક જેવી જ રહેશે.

લવઃ– જીવનસાથી અને પરિવારના સભ્યોના સહયોગથી ઘરની વ્યવસ્થા સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ– માથાનો દુખાવો, માઈગ્રેનની સમસ્યા વધી શકે છે.

————————————

મીનઃ

પોઝિટિવઃ– નજીકના મિત્રો સાથે મુલાકાત અને મનોરંજનમાં ઉત્તમ સમય પસાર થશે. પોઝિટિવિ લોકોની હાજરી તમારા વ્યક્તિત્વને વધુ વધારશે. સાથે જ તમારી કાર્યપ્રણાલી અને સમજણથી કામ પણ સમય અનુસાર પૂર્ણ થશે.

નેગેટિવઃ– મિત્ર વગેરેને રૂપિયા ઉધાર આપવા પડી શકે છે. પરિવારના કોઈ સભ્યની તબિયત ખરાબ હોવાને કારણે તમારી દિનચર્યામાં થોડો વિક્ષેપ પણ આવી શકે છે. પરંતુ ચિંતા ન કરશો, જલ્દી સ્વાસ્થ્યમાં સુધાર આવશે.

વ્યવસાયઃ– આજે મોટાભાગના કામ ફોન અને સંપર્કો દ્વારા પૂર્ણ કરવામાં આવશે.

લવઃ– ઘરની વ્યવસ્થા યોગ્ય રહેશે.

સ્વાસ્થ્યઃ– વધુ પડતા કામના ભારણની સાથે સાથે આરામ માટે થોડો સમય કાઢવો પણ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published.