Rashifal

સોમવારનું રાશિફળ:ધન રાશિને અટકેલા પૈસા પરત મળશે, મકર રાશિના નોકરિયાત વર્ગને સ્થાન પરિવર્તનનો યોગ

18 જુલાઈ, સોમવારના રોજ શોભન નામનો શુભ યોગ બની રહ્યો છે. મેષ રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સારો છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સિંહ રાશિના જાતકો નવી યોજના પર કામ કરવા ઈચ્છે છે તો દિવસ સારો છે. તુલા રાશિને નસીબનો સાથ મળશે. ધન રાશિને અટકેલા પૈસા પરત મળશે. મકર રાશિના નોકરિયાત વર્ગને સ્થાન પરિવર્તનના યોગ છે. મીન રાશિ માટે દિવસ શુભ છે. આ ઉપરાંત અન્ય રાશિ માટે દિવસ સામાન્ય છે.

મેષ
પોઝિટિવ : આજના દિવસે કામનો ભાર વધું રહેશે, આમ છતા તમે તમારું કામ પુરુ કરી શકશો. ધાર્મિક અને આધ્યાત્મિક કામ માટે સમય જરૂર આપો. આજના દિવસે તમે શારીરિક અને માનસિક રીતે મજબુત રહેશો.

નેગેટિવ : આજના દિવસે કોઇ લેવડ-દેવડથી સાવધાન રહો. નાની ભુલના કારણે પણ નુકસાન ભોગવવાનો વારો આવશે. સંતાનની કોઇ પ્રવૃત્તિ પર નજર રાખવી જરૂરી છે.

વ્યવસાય : ધંધામાં કોઇને કોઇ સમસ્યાનો સામનો કરવો પડશે. પરંતુ અન્ય ધંધામાં સફળતા મળશે. કામ કરવાની રીતમાં કોઇ ફેરફાર કરવો પડશે. કામને લઇને પ્રવાસ થઇ શકે છે.

લવ : પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજને કારણે પરિવાર પર ખરાબ અસર થશે.

હેલ્થ : વધું કામને કારણે સ્વાસ્થ્ય ઉપર અસર પડશે. લાપરવાહી ન કરો અને આરામ કરો.

———–
વૃષભ
પોઝિટિવ : ગ્રહની સ્થિતિ અનુકૂળ હોય અટકેલા કામ પુરા થશે. વિદ્યાર્થીઓએ ભણતરને લઈને જે મહેનત કરી છે તેનું પરિણામ જોવા મળશે. ધર્મ-કર્મ પ્રત્યે તમારો રસ વધશે.

નેગેટિવ : જે પ્રવૃત્તિમાં કોઈ ફાયદો નથી તેની પાછળ પૈસા અને સમય ના વેડફો. આ સમયે સાવધાન અને સુરક્ષિત રહેવાની ખુબ જ જરૂર છે. જરૂરી ન હોય તો પ્રવાસ કરવાનું ટાળો.

વ્યવસાય : કોઈ નવું કામ કે કામમાં કોઈ પરિવર્તન માટે આ સમય અનુકૂળ નથી. જો ભાગીદારીમાં કોઈ કામ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય અનુકૂળ રહેશે.

લવ : પરિવારમાં કોઈ સમસ્યા થઇ હોય તો તેનું તુરંત જ નિરાકરણ કરો.

હેલ્થ : વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખો. થોડી બેદરકારીથી ઇજા થવાની શક્યતા છે.
———–
મિથુન :
પોઝિટિવ : આ રાશિના જાતકો આજના દિવસનો મોટા ભાગનો સમય મનોરંજનમાં પસાર કરશે. તમે જે કામ કરો છો તેનું સારું પરિણામ મળશે, જેથી તમારા આત્મવિશ્વાસ અને આત્મબળમાં વધારો થશે.

નેગેટિવ : સમય પ્રમાણે તમારા સ્વભાવમાં બદલાવ લાવવો જરૂરી છે. કોઈ નજીકના વ્યક્તિ સાથે નાની બાબતને લઈને ઝઘડો થઇ શકે છે.

વ્યવસાય : આજના દિવસે કોઈ પણ કામ કરતા પહેલાં ધ્યાન રાખવું જરૂરી છે. નોકરી કરતા લોકોને આજના દિવસે વધુ કામનું ભારણ રહી શકે છે.

લવ : ઘર અને ધંધા વચ્ચે અસમંજસની સ્થિતિ બની શકે છે.

હેલ્થ : ગેસ અને એસિડિટીથી છુટકારો મેળવવા માટે ખાવા-પીવામાં ધ્યાન રાખો.
———–
કર્ક :
પોઝિટિવ : કોઈ પરિવારના સભ્યની લગ્ન અંગે વાતચીત થઇ શકે છે. તમારા પર્સનલ કામને પુરા કરવા માટે સમય મળશે.

નેગેટિવ : જમીન સંબંધિત કોઈ કામના કાગળને બરાબર ચેક કરો. જૂની નેગેટિવ વાતની તમારા વર્તમાન ઉપર અસર ન થવા દો.

વ્યવસાય : ધંધાકિય નિર્ણય લેતા પહેલાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ અચૂક લો. ઉતાર-ચઢાવની સ્થિતિ રહેશે.

લવ : ઘરના વયોવૃદ્ધ લોકોના આશીર્વાદથી ઘરની વ્યવસ્થા સારી રહેશે. ઘરમાં માંગલિક કામને લઈને વિચાર કરશો.

હેલ્થ : ઋતુના કારણે સ્વાસ્થ્યને લઈને સજાગ રહેવું જરૂરી છે.
———–
સિંહ :
પોઝિટિવ : આજે બપોર પછી કોઈ મહત્વપૂર્ણ સૂચના મળી શકે છે. આ સાથે જ તમારું કોઈ મહત્વનું કામ પણ પૂરું કરી શકો છો. આવક વધશે. ધાર્મિક અને આધ્યાત્મિક ગતિવિધિઓમાં ધ્યાન રાખવું પડશે.

નેગેટિવ : સંબંધ સાચવવા માટે સંપર્કમાં રહેવું જરૂરી છે, નહીં તો પરિવારજનો અને સંબંધીઓની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. બાળકોની બધી ગતિવિધિઓ પર ધ્યાન રાખવું જરૂરી છે.

વ્યવસાય : આજે વધુ સમય માર્કેટિંગ અને બહારના કામ પુરા કરવામાં પસાર થશે. સરકારી કોઈ પણ બાબતમાં ફસાઈ શકો છો તેથી સાવધાન રહો.

લવ : પારિવારિક સભ્યો સાથે કોઈ બાબતને લઈને ઝઘડો થઇ શકે છે. લવલાઇફમાં ખુશી રહેશે.

હેલ્થ : જ કોઈ બીમારી છે તેનાથી રાહત મળશે. આમ છતાં પણ સ્વાસ્થ્યને લઈને કોઈ બેદરકારી ન દાખવો.
———–
કન્યા :
પોઝિટિવ : આજનો દિવસ મિત્રો અને પરિવાર સાથે ખુશનુમા વીતશે. આજૅ તમારી સમજદારીને કારણે કોઈ પણ સમસ્યાનું નિરાકરણ કરી શકોજ છો.

નેગેટિવ : કોઈ પણ પ્રકારના પ્રવાસ કરતા સમયે તમારા સામાનનું ખાસ ધ્યાન રાખો. જમીનના કોઈ દસ્તાવેજ કરો છો તો પહેલાં કાગળની તપાસ કરો. નાની ભૂલથી પણ મોટો વિવાદ થઇ શકે છે.

વ્યવસાય : ધંધામાં સફળતા મેળવવા માટે તનતોડ મહેનત કરવાની જરૂર છે. કામને લઈને સ્થિતિ અનુકૂળ રહેશે. જે પૈસા ક્યાંય અટવાયેલા છે તે ફરીથી મળી શકે છે.

લવ : દાંમ્પત્ય જીવનમાં સ્થિતિ સામાન્ય રહેશે. પ્રેમી પંખીડાઓ આજના દિવસે વધારે નજીક આવશે.

હેલ્થ : અનિંદ્રાની સમસ્યા થઇ શકે છે. જેના કારણે શારીરિક અને માનસિક થાક લાગશે.
———-
તુલા :
પોઝિટિવ : સંબંધીઓ સાથે અચાનક મુલાકાત થશે. આજના દિવસે તમે જે લક્ષ્યને પ્રાપ્ત કરવા માગો છો તેમાં સફળતા પણ મળશે. કોઈ ધાર્મિક અથવા સામાજિક કામમાં હાજરી આપી શકો છો.

નેગેટિવ : આજના દિવસે કોઈ પણ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે શાંતિપૂર્ણ રીતે વિચાર કરો. બાળકો સાથે સમય વિતાવવો. કોઈ પણ ખાસ મિત્રની સલાહથી તમને નુકસાન થઇ શકે છે.

વ્યવસાય : ધંધામાં કોઈ પણ સાથે ભાગીદારી કરવાનો સારો સમય છે. નોકરી કરતા લોકોને ટ્રાન્સફરનો ઓર્ડર આવવાથી ખુશખબરી મળી શકે છે.

લવ : ઘર-પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. પ્રેમી-પ્રેમિકા આજના દિવસે ડેટિંગ પર જઈ શકે છે.

હેલ્થ : વધુ પડતા કામના ભારણને કારણે તબિયત ખરાબ થઇ શકે છે.
———–
વૃશ્ચિક :
પોઝિટિવ : કોઈ જાણીતા વ્યક્તિ સાથેની મુલાકાત કરવાનો મોકો મળશે. આજનો દિવસ પરિવાર સાથે મનોરંજન અને શોપિંગમાં પસાર થશે. જે કોર્ટ કેસ ચાલી રહ્યો છે તેનો ચુકાદો તમારી તરફેણમાં આવી શકે છે.

નેગેટિવ : વિરોધીઓની કોઈ પ્રવૃત્તિને હળવાશમાં ન લો નહીં તો નુકસાન પહોંચાડી શકે છે. ક્યાંય પણ રોકાણ કરવા માટે આ સારો સમય નથી. પાડોશીઓ સાથે કોઈ વાળ-વિવાદમાં ન પડો.

વ્યવસાય : જો ધંધા બાબતે કોઈ વિચાર ચાલી રહ્યા છો તો તેના પર અમલ કરો. ધંધા સંબંધિત કોઈ યોજના માટે આજનો દિવસ અનુકૂળ છે. આવકની સ્થિતિમાં સુધારો આવશે.

લવ : ઘરનું વાતાવરણ સારું રાખવા માટે જીવનસાથી અને પરિવારજનોનો સંપૂર્ણ સહયોગ મળશે. લવલાઇફમાં એકબીજાની ફીલિંગને સમજવાની જરૂરી છે.

હેલ્થ : તનાવ અને કામમાં રહેવાને કારણે શુગર લેવલ વધી શકે છે. સ્વાસ્થ્યને લઈને સજાગ રહો.
———–
ધન :
પોઝિટિવ : અંગત મિત્ર સાથે વાતચીત થઇ શકે છે. છેલ્લા થોડા સમયથી જે સમસ્યા ચાલી રહી છે તેનું નિરાકરણ આવશે. કોઈ પ્રિયજન સાથેની મુલાકાતથી ખુશીનો માહોલ રહેશે. વાતવાતમાં નવી વાતની જાણકારી મળશે.

નેગેટિવ : બીજાની વાતમાં દખલ અંદાજી કરવાથી માનહાની જેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. ઉતાવળમાં કે લાપરવાહીમાં કોઈ કામ ન કરો.

વ્યવસાય : આજના દિવસે ધંધામાં કોઈ નુકસાન થઇ શકે છે. જે લોકો બેરોજગાર છે તે લોકોને નવી તક મળશે, જેનાથી આત્મવિશ્વાસ વધશે. નોકરી કરતા લોકોએ તેના પ્રોજેક્ટમાં ખાસ ધ્યાન આપવું પડશે.

લવ : લગ્નજીવનમાં પતિ-પત્નીએ એકબીજાનું ખાસ ધ્યાન રાખવું પડશે.

હેલ્થ : આજના દિવસે વધારે કામને લઈને થાકની સ્થિતિ રહેશે તેથી આરામ કરવો પણ જરૂરી છે.
———–
મકર :
પોઝિટિવ :
 તમે જે રૂટિન કામ કરો છો તેમાં કોઈ બદલાવ લાવવો જરૂરી છે. જેનાથી ખુશીનું વાતાવરણ રહેશે. છેલ્લા ઘણાં સમયથી જે ચિંતા અથવા તનાવની પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છો તેમાંથી રાહત મળશે. આખા દિવસમાંથી થોડો સમય મોજ-મસ્તી માટે પણ કાઢો.

નેગેટિવ : પારિવારિક બાબતોમાં દખલગીરી કરવી બીજા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. ભાઈ-બહેનના સંબંધોમાં તિરાડ પડી શકે છે.

વ્યવસાય : ધંધાના સ્થળે વાતાવરણ પોઝિટિવ રહેશે. કોઈ રાજનેતા સાથેની મુલાકાતનો મોકો મળે તો તેને નકારો નહીં. સરકારી નોકરિયાતને તેમના વિભાગમાં દબદબો રહેશે.

લવ : પરિવારજનો સાથે ક્યાંય બહાર ફરવા જવાનો પ્રોગ્રામ બની શકે છે.

હેલ્થ : સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ તણાવને કારણે માથાના દુખાવો અને માઈગ્રેનની સમસ્યા થઇ શકે છે.
———–
કુંભ :
પોઝિટિવ : જે કામ પૂરું થવાની તમે રાહ જોઈ રહ્યા તે કામ પૂરું થવાથી મનમાં ખુશી થશે. આજના દિવસે મનમાં ચાલી રહેલા અનેક પ્રશ્નોના સમાધાન મળશે. નવું કામની યોજના પણ બનશે.

નેગેટિવ : વધુ કામ અને વ્યસ્તતાને કારણે સ્વભાવ ચિડિયાપણો થઇ શકે છે. વ્યક્તિગત કામમાં ધ્યાન આપવાની સાથે-સાથે સંબંધો માટે પણ સમય કાઢવો જરૂરી છે.

વ્યવસાય : કામમાં વધારે મહેનત અને સમય આપવાની જરૂરત રહેશે. ધંધામાં પ્રગતિ કરવા માટે કોઈ નવા કામ માટેની યોજનાનો પ્રારંભ થશે. યુવાવર્ગને કોઈ કારણે કરિયરને લગતી યોજના પડતી મુકવી પડી શકે છે.

લવ : લગ્નજીવનમાં ચાલી રહેલી ગેરસમજની અસર પારિવારિક જીવન પર ન પડવા દો.

હેલ્થ : ઋતુને કારણે કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થઇ શકે છે.
———-
મીન :
પોઝિટિવ :
 જો કોઈને પૈસા આપ્યા હોય તો શાંતિથી પરત મેળવવાનો પ્રયાસ કરો. છેલ્લા ઘણા સમયથી જે કામને લઈને તમે મહેનત કરી રહ્યા છો તેનું પરિણામ તમને જોવા મળશે.

નેગેટિવ : કોઈની પર્સનલ લાઈફમાં દખલઅંદાજી કરવાથી તમને માનહાની થઇ શકે છે. મહિલાઓને સાસરિયાના લોકોથી કોઈ ફરિયાદ હશે પરંતુ મગજમાં લેવાને બદલે સમજી-વિચારીને નિર્ણય લો.

વ્યવસાય : ધંધામાં કોઈ નવી પ્રગતિ તમારી રાહ જોઈ રહી છે. કોઈ વિશેષ પ્રોજેક્ટને લઈને ધ્યાન રાખવી જરૂરી છે પરંતુ શાંતિથી સમાધાન કાઢો. કામની પદ્ધતિને સિક્રેટ રાખવું જરૂરી છે.

લવ : પતિ-પત્ની એક બીજા પ્રતિ સન્માન આપશે. વિજાતીય લોકો સાથે આકર્ષણ તમને ભારે પડી શકે છે.

હેલ્થ : પોતાના માટે થોડો સમય કાઢવો જરૂરી છે. વધુ કામને લઈને થાક અને ગરદનની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published.