Rashifal

ગુરુવારનું રાશિફળ:ગુરુવારે વૃષભ જાતકોના અટવાયેલા કાર્ય આગળ વધશે, વૈવાહિક જીવન સુખમય

30 જૂનના રોજ સર્વાર્થ સિદ્ધિ તથા ધ્રુવ નામના શુભ યોગ છે. આ દિવસથી ગુપ્ત નવરાત્રિ પણ શરૂ થાય છે. મેષ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને મન ગમતી ટ્રાન્સફર થઈ શકે છે. વૃષભ રાશિના નોકરિયાત વર્ગને પ્રમોશન અથવા ઇન્ક્રીમેન્ટના યોગ છે. સિંહ રાશિની આર્થિક મુશ્કેલીઓ દૂર થશે. ધન રાશિને નસીબનો સાથ મળશે. કુંભ રાશિને સંપત્તિને લગતા કામોમાં અચાનક ફાયદો થશે. વૃશ્ચિક રાશિ જોખમી કામો કરવાનું ટાળે. વિશ્વાસઘાત થવાની શક્યતા છે. મકર રાશિના નોકરિયાત વર્ગને સ્થાન પરિવર્તનના યોગ છે. મીન રાશિએ નવા કામની શરૂઆત કરવી નહીં. આ ઉપરાંત અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

30 જૂન, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– આ સમય અગાઉની ભૂલોમાંથી શીખીને આગળ વધવાનો છે. આ પ્રકારના પ્રયાસથી લોકોની સાથે સંબંધોમાં આશ્ચર્યજનક સુધારો આવશે.

નેગેટિવઃ– વ્યર્થની બાહ્ય પ્રવૃતિમાં તમારો સમય ન બગાડો. ઘરના વૃદ્ધોની અવગણના ન કરો. તેમના આશીર્વાદ અને સહયોગથી માર્ગદર્શન પ્રદાન થશે.

વ્યવસાયઃ– આ સમયે વ્યવસાયને વધારવા માટે પાર્ટનરશિર લાભદાયક સાબિત થશે અને કાર્યનો વિસ્તાર પણ વધશે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે.

લવઃ– વૈવાહિક જીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ– ગાળાના સંબંધિત કોઈપણ ઈન્ફેક્શનને ગંભીરતા લેવું.

————————-

વૃષભઃ

પોઝિટિવઃ– આજે ગ્રહ ગોચર તમારા માટે ભાગ્યોદયની સ્થિતિ બનાવશે. અટવાયેલા કાર્યો આગળ વધશે. તેમજ પ્રતિષ્ઠિત લોકોની સાથે મુલાકાતથી લાભ અને માન-સન્માન મળશે.

નેગેટિવઃ– સ્વાર્થી મિત્રોથી દૂર રહેવું. તેમની ખોટી સલાહ તમારું લક્ષ્ય ભટકાવી શકે છે, જેના કારણે તમે ઉદાસ રહેશો.

વ્યવસાયઃ– પ્રતિષ્ઠિત લોકોની સાથે મુલાકાત તમારા વ્યવસાયમાં ગતિ પ્રદાન કરશે. પ્રમોશન મળવાની સંભાવના છે. તેથી તમારા કાર્ય પ્રત્યે ધ્યાન આપવું.

લવઃ– પરિવારના લોકોના સહયોગથી તમે કામ પ્રત્યે પૂરું ધ્યાન આપી શકશો.

સ્વાસ્થ્યઃ– માથામાં દુખાવો અને તણાવ મહેસૂસ કરી શકો છો.

————————-

મિથુનઃ

પોઝિટિવઃ– પરિવારમાં કોઈ શુભ કાર્ય સંબંધિત યોજના બનશે. જેનાથી સુખમય માહોલ રહેશે. તમારો આત્મવિશ્વાસ તમારા માટે નવી ઉપલબ્ધીઓનું નિર્માણ કરશે.

નેગેટિવઃ– આવકના સાધન વધવાની સાથે ખર્ચાની પણ સ્થિતિ રહેશે જેના કારણે આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. ગુસ્સા અને ઈગો પર નિયંત્રણ રાખવું.

વ્યવસાયઃ– વ્યવસાય નોકરીમાં કેટલાક પરિવર્તન લાવવાની જરૂર છે. તમારી યોગ્યતા અને લાયકાત લોકોની સામે આશે. લોકો સાથે સંપર્કમાં રહેવાથી આર્થિક રીતે ફાયદો થશે.

લવઃ– જીવનસાથી અને પરિવારની સાથે શોપિંગ અને મોજ મસ્તીમાં સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ– લોહી સંબંધિત સમસ્યા થઈ શકે છે.

————————-

કર્કઃ

પોઝિટિવઃ– તમે તમારી મહેનત અને પરિશ્રમથી એક એક કાર્ય પૂરી કરવાની યોજના બનાવી રહ્યા છો. તેથી સફળતા જરૂરથી મળશે સાથે નજીકના મિત્રનો સહયોગ તમારી હિંમત વધારશે.

નેગેટિવઃ– જો કોઈ રાજકીય અથવા કોર્ટ સંબંધિત કોઈ કેસ ચાલી રહ્યો છે આજે સાવધાન રહેવાની જરૂરી છે. તેનાથી સંબંધિત વાતને લઈને તણાવ ઉત્પન્ન થઈ શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં આજે વધારે કામ રહેશે. બીજાની સલાહ પર વિચાર કરીને નિર્ણય લેવો. નોકરીમાં તમારા કામ પર પૂરતું ધ્યાન આપવું.

લવઃ– પારિવારિક સહયોગ અને સુખ શાંતિ પૂર્ણ વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– ક્યારેક ક્યારેક ડિપ્રેશન જેવી સ્થિતિ મહેસૂસ થશે.

————————-

સિંહઃ

પોઝિટિવઃ– આજે તમે અંદરથી સકારાત્મક ઉર્જા મહેસૂસ કરશો. કદાચ કોઈ દેવીય શક્તિનો આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. વધારે લાભની સંભાવના નથી. તેમજ પોતાની કાર્યક્ષમતા પર વિશ્વાસ રાખવો.

નેગેટિવઃ– કોઈ પણ સમયે સમસ્યા અને અડચણ આવવાથી ઉદાસી મહેસૂસ કરશો. પરંતુ તમે તમારા મનોબળ દ્વારા બધું યોગ્ય કરી શકશો.

વ્યવસાયઃ– વ્યાપારમાં પ્રવૃતિઓ ચાલુ રહેશે. આર્થિક સમસ્યા પણ અમુક હદ સુધી આવશે. પરંતુ તમારે કર્મચારીઓની પ્રવૃતિઓ પર ધ્યાન રાખવાની જરૂર છે.

લવઃ– દાંપત્ય અને વ્યવસાયિક જીવનમાં સારો તાલમેલ રહેશે.

સ્વાસ્થ્ય:- સ્વાસ્થ્ય સારું રહેશે.

————————-

કન્યાઃ-

પોઝિટિવઃ– વિદ્યાર્થીઓને શિક્ષણ સંબંધિત કોઈપણ અડચણ દૂર થવાથી રાહત મહેસૂસ થશે. અચાનક કોઈ મિત્ર અથવા નજીકના સંબંધીઓનું આગમન થશે.

નેગેટિવઃ– કોઈ પૈતૃક સંબંધિક બાબતને લઈને તણાવ રહેશે. પરંતુ તમારા શંકાસ્પદ સ્વભાવને બદલો તથા શાંતિપૂર્વક રીતે પરિસ્થિતિઓ પર વિચાર વિમર્શ કરવો.

વ્યવસાયઃ– વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર તમારું સંપૂર્ણ નિયંત્રણ રહેશે. પરંતુ તમારી યોજનાઓ ગુપ્ત રાખો, લીક થવાની સંભાવના છે. અટવાયેલું પેમેન્ટ પાછું મળી શકે છે.

લવઃ– ઘરની નાની મોટી વાતને મહત્ત્વ આપો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

————————-

તુલાઃ

પોઝિટિવઃ– આજે તમારી લોકપ્રિયતાની સાથે સાથે જનસંપર્કનો વિસ્તાર પણ વધશે. સાથે રાજકીય લોકો સાથે મુલાકાત થશે જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

નેગેટિવઃ– આજે કોઈપણ રીતે લોન અથવા ઉધાર લેવાની યોજના ન બનાવો. તેમજ કોઈપણ વ્યક્તિની સાથે લેવડદેવડ ન કરવી, છેતરપિંડીનો શિકાર બની શકો છો.

વ્યવસાયઃ– વ્યવસાયમાં આજે માર્કેટિંગ સંબંધિત કાર્યોની પતાવટ માટે યોગ્ય સમય છે. આખો દિવસ બહારની પ્રવૃતિમાં વ્યસ્ત રહેશો. અમુક નિર્ણય સફળ રહેશે.

લવઃ– પ્રેમ સંબંધોને પરિવાર દ્વારા સંમતિ મળશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

————————-

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– ધાર્મક અને આધ્યાત્મિક પ્રવૃતિઓ પ્રત્યે રૂચી રહેશે. તે સાથે ઘરમાં પણ આ પ્રકારના કેટલાક કાર્યક્રમ સંપન્ન થઈ શકે છે.

નેગેટિવઃ– ક્યારેક ક્યારેક જૂની નકારાત્મક વાતો હાવી થવાથી તમારું મનોબળ ડગમગાઈ શકે છે. તમારો સ્વભાવ પોઝિટિવ રાખવો તથા વર્તમાન પરિસ્થિતિમાં જ ધ્યાન રાખવું.

વ્યવસાયઃ– નોકરીમાં કોઈ પ્રકારના ફેરફાર અથવા ટ્રાન્સફરની સ્થિતિ બની રહી છે. શેર અને રિસ્કની પ્રવૃત્તિવાળા કામથી બચવું. કેમ કે તમારી સાથે છલ અને વિશ્વાસઘાત થઈ શકે છે.

લવઃ– પારિવારિક વાતાવરણમાં કોઈપણ પ્રકારનો તણાવ ઉત્પન્ન થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– લીવરમાં કોઈપણ સમસ્યા થઈ શકે છે.

————————-

ધનઃ

પોઝિટિવઃ– આ સમયે ગ્રહ સ્થિતિ તમારા ભાગ્ય તથા સંતાન સંબંધિત ઘણા શુભ કાર્યમાં વૃદ્ધિ કરી રહી છે. આ લાભદાયક ગ્રહ સ્થિતિનો ભરપૂર લાભ લો. સમાજમાં માન સન્માન મળશે.

નેગેટિવઃ– વ્યવહારિક રહેવું પણ જરૂરી છે. વધારે આદર્શવાદ તમારા પોતાના માટે નુકસાનકારક હોઈ શકે છે. આજે મનોસ્થિતિ વિચલિત રહેશે.

પોઝિટિવઃ– ભાગીદારીનો વ્યવસાય આજે ગતિ પકડશે. સાથે સહયોગીઓ અને કર્મચારીઓનો પણ સહયોગ મળશે. પરંતુ કાનૂની અથવા રોકાણ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

લવઃ– પતિ-પત્ની મળીને બાળકો તથા ઘર પરિવાર સંબંધિત બાબતો પર વિચાક કરવો.

સ્વાસ્થ્યઃ– પેટ સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યાનો અનુભવ થઈ શકે છે.

————————-

મકરઃ

પોઝિટિવઃ– આજે ગ્રહ સ્થિતિ ઘણી સંતોષકારી છે. દરેક કામ શાંતિપૂર્ણ રીતે સંપન્ન રહેશે. કેટલાક લોકો જે તમારી વિરુદ્ધ હતા આજે તમારી બેગુનાહી તમારી સામે સાબિત થશે.

નેગેટિવઃ– દેખાડો કરવાના ચક્કરમાં વધારે ખર્ચ કરવાથી અથવા લોન લેવાથી બચવું. સાથે જો કોઈને વચન આપ્યું હોય તો તેને જરૂરથી પૂરું કરો નહીં તો તમારી છાપ ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં ગતિવિધિઓ સારી રીતે ચાલુ રહેશે પરંતુ તમારી કાર્યયોજનામાં કેટલાક ફેરફાર કરવા જરૂરી છે જેનાથી વધારે સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે.

લવઃ– આજે કોઈ વિપરિત લિંગ વ્યક્તિ પ્રત્યે આકર્ષણ વધશે.

સ્વાસ્થ્યઃ– વાતાવરણમાં ફેરફારના કારણે એલર્જી થઈ શકે છે.

————————-

કુંભઃ

પોઝિટિવઃ– આજે અમુક સમસ્યા હોવા છતાં તમે તમારા સકારાત્મક દૃષ્ટિકોણ અને સંતુલિત વિચારની સાથે આગળ વધી શકશો તથા તમારા કાર્યોને સમય પર પૂરપા કરી શકશો.

નેગેટિવઃ– કોઈપણ પ્રકારના નવા રોકાણને અત્યારે ટાળી દો. કેમ કે ધન સંબંધિત કેટલીક નુકસાનદાયક સ્થિતિ પ્રતીત થઈ રહી છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓમાં પરિવારના વરિષ્ઠ લોકોની સલાહ જરૂરથી લેવી, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ– પેટ સંબંધિત કોઈપણ સમસ્યા થઈ શકે છે.

————————-

મીનઃ

પોઝિટિવઃ– આજે આર્થિક સમસ્યાનું નિરાકરણ થવાથી શાંતિ મળશે. તેમજ ધાર્મિક સ્થળ પર જવાથી માનસિક શાંતિ મળશે. તમારી ઉર્જાનો ભરપૂર ઉપયોગ કરો.

નેગેટિવઃ– ક્યારેક ક્યારેક તમારું ધ્યાન ખોટા કાર્યોની તરફ પ્રેરિત થઈ શકે છે જેના કારણે સમાજમાં અપયશ અને માનહાનિની સંભાવના બની રહી છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં અત્યારે ઉપયુક્ત ફેરફાર થવાની સંભાવના નથી તેથી વર્તમાનમાં જેવું ચાલી રહ્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત રાખો.

લવઃ– બાળકોની સાથે સંબંધિત કોઈ શુભ સમાચાર મળવાથી ઘરમાં ખુશીનો માહોલ રહેશે.

સ્વાસ્થ્યઃ– કોઈપણ પ્રકારની ચિંતા ન કરવી.

Leave a Reply

Your email address will not be published.